તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:કોરોનાવાઈરસને લીધે ગ્લોબલ સ્માર્ટફોન સેલ્સમાં 14%નો ઘટાડો આવ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસને લીધે વિશ્વભરના અનેક દેશોમાં લોકડાઉન છે. તેનાથી તમામ ક્ષેત્રોને અસર થઈ છે. સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી પણ આ લિસ્ટમાં સામેલ છે. ટેક ફર્મ કાઉન્ટરપોઈન્ટના એક રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ગ્લોબલી સ્માર્ટફોન સેલ્સમાં14%નો ઘટાડો આવ્યો છે. તેનું કારણ ચીનથી ફાટી નીકળેલો કોરોના વાઈરસ જ છે.

સ્માર્ટફોનના સેલ્સનો ગ્રાફ
સ્માર્ટફોનના સેલ્સનો ગ્રાફ

વિવિધ કંપનીઓએ લોન્ચિંગ પોસ્ટપોન કર્યું
કોરોનાવાઈરસને લીધે જાહેર કરાયેલાં લોકડાઉનને લીધે ભારતમાં રિઅલમીએ ‘રિઅલમી 6’ સિરીઝ અને શાઓમીએ ‘Mi 10’ સિરીઝની લોન્ચિંગ ઈવેન્ટ કેન્સલ કરી છે. અનેક કંપીનીઓએ તેમની લેટેસ્ટ પ્રોડક્ટ્સનું સેલિંગ પણ પોસ્ટપોન કર્યું છે. આવી જ પરિસ્થિતિ દુનિયાના અનેક દેશોમાં જોવા મળી રહી છે. ટેક જાયન્ટ એપલે ચીન સહિત અનેક દેશોમાં પોતાના સ્ટોર્સ બંધ કર્યા છે. એપલે ચાઈનીઝ માર્કેટમાં 5 લાખથી ઓછાં યુનિટ્સનું વેચાણ કર્યું છે.

ફેબ્રુઆરી મહિનામાં વિવિધ કંપનીઓનો માર્કેટ શેર
ફેબ્રુઆરી મહિનામાં વિવિધ કંપનીઓનો માર્કેટ શેર

જોકે હવે ચીનમાં સામાન્ય પરિસ્થિતિ સર્જાતા એપલના સ્ટોર્સ ફરી ઓપન કરવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયામાં પણ રિકવરી જોવા મળી રહી છે. પરંતુ અન્ય દેશોમાં કોરોનાવાઈરસના વધારે કેસો સામે આવી રહ્યા છે.

કંપનીઓ એકસટેન્ડેડ વોરન્ટીના સહારે
આ કપરા સમયમાં સ્માર્ચફોન મેકર ગ્રાહકોને રાહત આપવા માટે એકસટેન્ડેડ વોરન્ટી ઓફર આપવાનું શરૂ કર્યું છે. રિઅલમી સહિત અનેક કંપનીઓએ તેનો પ્રારંભ કર્યો છે. જે ડિવાઈસની વોરન્ટી માર્ચ, એપ્રિલ મહિનામાં પૂરી થાય છે તેમને 31 મે સુધી વોરન્ટીનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...