તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રોથ ઈન 2024:સેલ્યુલર IoT મોડ્યુલ શિપમેન્ટમાં ભારત કરી શકે છે લીડ, દુનિયાભરમાં તેની રેવન્યૂ 83 હજાર કરોડ રૂપિયા

21 દિવસ પહેલા
 • કૉપી લિંક

દુનિયાભરમાં સેલ્યુલર IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) મોડ્યુલ શિપમેન્ટ 2024 સુધી 780 મિલિયન (78 કરોડ) યુનિટને પાર કરી જશે. તેની રેવન્યૂ આશરે 11.5 બિલિયન ડોલર (83 હજાર કરોડ રૂપિયા) થઈ જશે. કાઉન્ટરપોઈન્ટનાં રિસર્ચ પ્રમાણે, ભારત તેમાં 38%ના ગ્રોથ સાથે લીડ કરશે. નેરૉબેન્ડ ઈન્ટરનેટ NB-IoT સેલ્યુલર IoT મોડ્યુલ શિપમેન્ટને લીડ કરશે.

કાઉન્ટપોઈન્ટ ટેક્નોલોજી માર્કેટ રિસર્ચના એસોસિએટ ડાયરેક્ટર, જાન સ્ટ્રીજકે કહ્યું કે, NB-IoTની વૃદ્ધિ ચીનના સેલ્યુલર મોડ્યુલ માર્કેટમાં બીજા ક્ષેત્રોની સરખામણીએ આગળ વધશે. જોકે ભારતમાં 38%નો ગ્રોથ થાય તેવી આશા છે. દેશના પ્રમુખ ટેલિકોમ ઓપરેટર્સ જેમ કે જિયો, vi,એરટેલ અને BSNL ભારતમાં સેલ્યુલર મોડ્યુલ શિપમેન્ટમાં મદદ કરશે.

ક્વૉલકોમ પાસે દુનિયાભરમાં ચિપસેટ માર્કેટનો 50% માર્કેટ શેર
2024 સુધી સેલ્યુલર IoT મોડ્યુલ શિપમેન્ટમાં ચીન તેનું સૌથી મોટું માર્કેટ હશે. તો નોર્થ અમેરિકા યુરોપને ટેકઓવર કરતાં બીજું સૌથી મોટું માર્કેટ બની જશે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ગ્લોબલ સેલ્યુલર IoT મોડ્યુલ અને ચિપસેટ ફોરકાસ્ટના અનુસાર, 5G વેલ્યુના મામલે લીડ કરશે, જ્યારે NB-IoT માર્કેટ વોલ્યુમના મામલે આગળ વધશે. માનવામાં આવી રહ્યું છે કે 2024 સુધી ક્વૉલકોમ પાસે દુનિયાભરમાં સેલ્યુલર IoT ચિપસેટ માર્કેટનો શેર આશરે 50% હશે.

2021માં સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં 10%નો ગ્રોથ થશે
ભારતીય સ્માર્ટફોન માર્કેટને આ વર્ષે 10%નો ગ્રોથ મળવાની આશા છે. તો 5G ફોન શિપમેન્ટ 30 મિલિયન (3 કરોડ) યુનિટ્સથી વધારે રહેશે. માર્કેટ રિસર્ચ ફર્મ CMRએ પોતાના રિપોર્ટમાં વાત કહી છે. રિપોર્ટ પ્રમાણે, 5G નેટવર્ક 2022ના અંતિમ અથવા 2023ની શરૂઆત સુધી એવેલેબલ નહિ થાય. ત્યારબાદ વનપ્લસ અને રિયલમી જેવી કંપનીઓ 5G રેડ ડિવાઈસને વધુ લોન્ચ કરશે.

2020ના જૂન મહિના સુધી રેકોર્ડ શિપમેન્ટ થયાં
2020ના જૂન મહિના સુધી સ્માર્ટફોન શિપમેન્ટમાં ઘટાડો આવ્યો છે. જોકે 2020ના જૂન મહિના પછી આ સેગમેન્ટમાં ઝડપથી રિકવરી જોવા મળી. જૂન મહિના પછી સ્માર્ટફોનનું શિપમેન્ટ પહેલી વખત 100 મિલિયન (10 કરોડ) યુનિટથી વધારે રહ્યું. ફેસ્ટિવ સીઝનના દરમિયાન મળનારા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ તેનું મોટું કારણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો