આવતીકાલે એટલે કે 8 માર્ચે આવી રહેલા વુમન્સ ડેને સેલિબ્રેટ કરવા ચારેબાજુથી જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. જો સ્પેશિયલ દિવસે તમે પણ તમારી માતા, બહેન, મિત્ર અથવા અન્ય કોઈ મહિલાઓને ભેટ આપવા માગતા હો તો અહીં અમે તમને કેટલાક ગિફ્ટ આઇડિયાઝ આપી રહ્યા છીએ. આ એવી ગિફ્ટ્સ છે કે જેનો ઉપયોગ કરનાર વ્યક્તિ તમને હંમેશાં યાદ રાખશે. આ ગિફ્ટ્સ લોકોની નાની-નાની જરૂરિયાતો પૂરી કરે છે. તો ચાલો જાણીએ આ ગિફ્ટ્સ વિશે...
1, ઇન્ફિનિટી JBL બ્લુટૂથ હેડસેટ
કિંમતઃ 1,299 રૂપિયા
ફર્સ્ટ ગિફ્ટ મ્યૂઝિક લવર્સ માટે છે. ઇન્ફિનિટી JBL ગ્લાઇડ 501 બ્લુટૂથ હેડસેટ પણ મ્યૂઝિક માટે બેસ્ટ ઓપ્શન છે. તે 2 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે, ત્યારબાદ તમે 20 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકો છો. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં ડ્યુઅલ ઇક્વિલાઈઝર મોડ આપવામાં આવ્યા છે. તેની સાથે હેન્ડ્સ ફ્રી કોલિંગ પણ કરી શકાય છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સંપૂર્ણપણે કમ્ફર્ટેબલ છે.
2. USB ચાર્જિંગ હબ
કિંમતઃ 750 રૂપિયા
આ એવા લોકો માટે બેસ્ટ ગિફ્ટ છે જેમના લેપટોપમાં ઓછા USB પોર્ટ છે. આ હબની મદદથી તમે લેપટોપમાં માઉસ, કી-બોર્ડ, પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક જેવા 4 USB હબને એકસાથે કનેક્ટ કરી શકો છો. આ USB હબને નોર્મલ ચાર્જરના પાવર અડોપ્ટરમાં ઉપયોગ કરીને એકસાથે અનેક સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા અન્ય USB ડિવાઇસ ચાર્જ કરી શકાય છે.
3. શાઓમી સ્માર્ટ LED બલ્બ
કિંમતઃ 1,299 રૂપિયા
જો તમે લાઈટ્સ સંબંધિત કોઈ ગિફ્ટ આપવા ઈચ્છતા હો તો શાઓમીનો સ્માર્ટ LED બલ્બ બેસ્ટ ઓપ્શન છે. આ બલ્બની ખાસ વાત એ છે કે તે સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. તે એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ બંને સાથે કામ કરે છે. તમે જરૂર મુજબ તેની LEDનો કલર બદલી શકો છો. આ 10 વોટનો બલ્બ છે. આ બલ્બની લાઇફ 11 વર્ષ છે.
4. સેમસંગ UV સેનિટાઇઝર
કિંમતઃ 1,599 રૂપિયા
સેનિટાઇઝર એ આપણી રોજિંદી જરૂરિયાતનો એક ભાગ બની ગયું છે. ગેજેટ્સને સેનિટાઈઝ કરવા માટે બજારમાં ઘણા પ્રકારના બોક્સ આવવા લાગ્યા છે. સેમસંગનું 10W USB UV સેનિટાઈઝર પણ તેનો એક ભાગ છે. આ બોક્સ દ્વારા તમે ફોન, સ્માર્ટવોચ, ઈયરફોન જેવા ઘણા ગેજેટ્સને સેનિટાઈઝ કરી શકો છો. આ માટે કોઈપણ ગેજેટને 10 મિનિટ સુધી બોક્સમાં રાખવું પડે છે.
5. વનપ્લસ બુલેટ વાયરલેસ ઇયરફોન
કિંમતઃ 1,999 રૂપિયા
જો તમે જે મહિલાને ગિફ્ટ કરવા માંગો છો તેને મ્યૂઝિક ગમતું હોય તો તેના માટે OnePlus બુલેટ્સ વાયરલેસ ઇયરફોન્સ બેસ્ટ ગિફ્ટ ઓપ્શન છે. તે તમામ પ્રકારના સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જાય છે. તેમજ, 10 મિનિટના ચાર્જિંગમાં તેમાંથી 10 કલાક મ્યૂઝિક સાંભળવાનો આનંદ માણી શકાય છે. કંપનીનું કહેવું છે કે ફુલ ચાર્જ કર્યાં બાદ તે 20 કલાકનું બેકઅપ આપે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં એક્સ્ટ્રા બેઝ આપવામાં આવ્યો છે. તેનાથી હેન્ડ્સફ્રી કોલિંગ પણ કરી શકાય છે.
6. પોટ્રોનિક્સ ડિજિટલ પેપર
કિંમતઃ 1,799 રૂપિયા
પોટ્રોનિક્સ પોર 796 પોર્ટેબલ ઇ-રાઇટરથી પેપરની જરૂરિયાત પૂરી થઈ જશે. તેમાં 10 ઇંચની મોટી સ્ક્રીન આપવામાં આવી છે. આ બ્લેક થીમ સાથે આવે છે. જેનાથી આંખ પર દબાણ નથી આવતું. તેમજ, તે એકદમ સ્ટાઇલિશ લુકમાં આવે છે. આની પર એપ દ્વારા નોટ્સ ક્યાંય પણ ટ્રાન્સફર કરી શકાય છે. આ ખરીદવા માટે તમારે લગભગ 1,799 રૂપિયા ખર્ચ કરવા પડશે.
7. ઝેબ્રોનિક્સ બ્લુટૂથ સ્પીકર
કિંમતઃ 499 રૂપિયા
મ્યૂઝિક લવર્સ માટે ઝેબ્રોનિક્સ ઝેબ કન્ટ્રી બ્લુટૂથ સ્પીકર પણ બેસ્ટ ઓપ્શન છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં આ પોર્ટેબલ સ્પીકર સાથે લઈ જઈ શકો છો. કિટા પાર્ટીમાં આ સ્પીકર ચાર ચાંદ લગાવી દેશે. લગભગ 5 કલાક ચાર્જ કર્યા પછી તમે 10 કલાક સુધી તેમાં મ્યૂઝિક સાંભળી શકો છો. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે રેડિયો, માઇક્રો SD, પેન ડ્રાઇવ, ઓક્સ જેવા ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. કંપની આ પ્રોડક્ટ પર 1 વર્ષની વોરંટી પણ આપે છે.
નોંધઃ આ તમામ ગેજેટ્સની કિંમત ઓનલાઈન પ્લેટફોર્મ પરથી લેવામાં આવી છે. તેમની કિંમત વિવિધ વેબસાઇટ્સ અથવા ઓફલાઇન સ્ટોર્સ પર અલગ-અલગ હોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.