ન્યૂ લોન્ચ:જિયોનીએ આઈફોન 13 જેવો લુક આપતો સ્માર્ટફોન 'G13 પ્રો' લોન્ચ કર્યો, કિંમત માત્ર ₹6200

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઈફોનની જેમ જિયોનીના આ ફોનમાં ફેસ અનલોક ફીચર મળે છે
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે

જિયોનીનો લેટેસ્ટ સ્માર્ટફોન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનું કારણ તેના સ્પેસિફિકેશન નહિ બલકે લુક છે. જિયોનીનો 'G13 પ્રો' સ્માર્ટફોન આઈફોન 13 જેવો લાગે છે. HarmonyOSથી સજ્જ આ ફોનમાં 6.26 ઈંચની FHD ડિસ્પ્લે મળે છે. સિક્યોરિટી માટે જિયોનીના આ ફોનમાં આઈફોનની જેમ ફેસ અનલોક ફીચર મળે છે.

કિંમત

આ સ્માર્ટફોન કંપનીએ ચીનમાં લોન્ચ કર્યો છે. ટૂંક સમયમાં તેને ભારત સહિતના દેશમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ચીનમાં આ ફોનનાં 4GB+32GB વેરિઅન્ટની કિંમત CNY 529 (આશરે 6200 રૂપિયા) અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત CNY 699 (આશરે 8200 રૂપિયા) છે. ફોનનાં સ્નો ક્રિસ્ટલ, સી બ્લૂ અને સ્ટાર પાર્ટી પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

જિયોની G13 પ્રોનાં સ્પેસિફિકેશન

 • આ ફોન HarmonyOS પર રન કરે છે. ફોનમાં 6.26 ઈંચની ફુલ HD ડિસ્પ્લે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે.
 • ફોનને યુનિસોલ T30SOC પ્રોસેસરથી પાવર મળે છે. તેને 4GB રેમ સાથે અટેચ કરાયું છે.
 • વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો પ્રાઈમરી કેમેરા મળે છે. સેકન્ડરી લેન્સ મેક્રો સેન્સર છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ, USB ટાઈપ-C અને 3.5mmના ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર મળે છે.
 • આ ફોન મલ્ટિપલ સોફ્ટવેર ઓપનિંગ અને મલ્ટિપલ WECHAT અકાઉન્ટ સપોર્ટ કરે છે.
 • ફોનમાં યુઝરને મલ્ટિ ટાસ્કિંગ માટે સ્પ્લિટ સ્ક્રીન ફીચર મળે છે.
 • આ ફોન સ્ટીરિયો સ્પીકર સાથે આવે છે. ફોનની બેટરી કેપેસિટી 3,500mAhની છે.