• Gujarati News
  • Utility
  • Gadgets
  • Get This Smartphone At A Cheap Price, In Addition To The Cash Discount, You Will Get Extra Discounts On Credit Or Debit Cards

ફ્લિપકાર્ટ યર એન્ડ સેલ:સસ્તી કિંમતે મેળવો આ સ્માર્ટફોન, રોકડ ડિસ્કાઉન્ટ ઉપરાંત ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફ્લિપકાર્ટનો વર્ષનો એન્ડ સેલ 24 ડિસેમ્બરે લાઇવ થયો હતો અને હવે ગણતરીનાં બે દિવસો જ બાકી રહ્યા છે. આ સેલમાં તમામ કેટેગરીનાં સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં, રોકડ ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકોને ICICI બેન્ક, SBI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનાં ક્રેડિટ / ડેબિટ કાર્ડ પર 10% સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે સ્માર્ટફોનની કિંમત હજુ ઓછી કરવા માગો છો તો તમે એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઈ શકો છો.

Redmi Note 11 SE
આ સ્માર્ટફોનની મહત્તમ રિટેલ કિંમત (MRP) ₹16,999 છે. જો કે, ફ્લિપકાર્ટ પર તે ₹11,499માં લિસ્ટેડ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નાં કાર્ડ્સ પર તમને વધારાની ₹500ની છૂટ મળશે તદુપરાંત, એક્સચેન્જ ઓફરનો લાભ લઈને તમે વધુ ₹10,800ની બચત કરી શકો છો એટલે કે ફક્ત ₹699માં તમે આ સ્માર્ટફોનનાં માલિક બની શકો છો.

OPPO F19 Pro Plus
આ સ્માર્ટફોનની MRP ₹29,990 છે પણ ઇ-કોમર્સ સાઇટ પરથી તમે ₹17,490માં આ સ્માર્ટફોન મેળવી શકો છો. બેન્ક ઓફર હેઠળ તમે બીજા ₹3,000 સુધીની બચત કરી શકો છો અને તે સિવાય ₹16,550 સુધીનું એક્સચેન્જ બોનસ પણ તમને મળી શકે છે.

Vivo T1 Pro
₹23,999ની MRP પર ઉપલબ્ધ આ સ્માર્ટફોન પર ગ્રાહકો બેંક ઓફર્સનો ઉપયોગ કરીને ₹3,000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સિવાય કંપની આ સ્માર્ટફોન પર ₹17,500નું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે,

realme 9
₹20,999ની MRP પર ઉપલબ્ધ આ સ્માર્ટફોન ગ્રાહકોને ઇ-કોમર્સ સાઇટ પરથી ₹13,999માં મળી શકે છે. આ સિવાય કંપની આ સ્માર્ટફોન પર ₹13,300નું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. જો ગ્રાહકો ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડથી આ સ્માર્ટફોન ખરીદો છો તો તમને 5% નું રોકડ ડિસ્કાઉન્ટ પણ મળશે.