જિયો, એરટેલ અને VIનાં ધમાકેદાર રિચાર્જ પ્લાન્સ:મફતમાં મેળવો એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સની મેમ્બરશિપ, આ પોસ્ટપેડ પ્લાન્સ સાથે ફ્રી OTT પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ જિયો, વોડાફોન-આઇડિયા (VI) અને એરટેલ પોતાના ગ્રાહકોને પોસ્ટપેઇડ રિચાર્જ પ્લાન સાથે કોઈપણ વધારાની કિંમત લીધા વગર એમેઝોન પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ મેમ્બરશિપ ઓફર કરી રહી છે. આ પ્લાન્સ ખરીદવાથી તમને એમેઝોન પ્રાઇમ વીડિયો મેમ્બરશિપ સિવાય અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓ પણ મળશે. ચાલો જાણીએ આ તમામ રિચાર્જ પ્લાન્સ વિશે.

JIO રિચાર્જ + OTT મેમ્બરશિપ ઓફર
જો તમે જિયોનો ₹399નો પોસ્ટપેડ પ્લાન લો છો, તો તમને 75GB ડેટા તેમજ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન મળશે. આ સિવાય ₹599નો પોસ્ટપેડ પ્લાન ખરીદવા પર તમને 100GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે. ₹799નાં પોસ્ટપેડ પ્લાનમાં 150GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે. ₹999નાં પોસ્ટપેડ સાથે તમને 200GB ડેટા અને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન મળશે અને ₹1,499નો પોસ્ટપેડ પ્લાન ખરીદવા પર તમને 300GB ડેટા સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન મળશે.

AIRTEL રિચાર્જ + OTT મેમ્બરશિપ ઓફર
જો તમે એરટેલનો ₹499નો પોસ્ટપેડ પ્લાન લો છો, તો તમને 75GB ડેટા સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની + હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે. એરટેલનાં ₹999 પોસ્ટપેડ પ્લાન પર તમને એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝની + હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન 100GB ડેટા સાથે મળશે. તે જ સમયે, ₹1,199 પોસ્ટપેઇડ પ્લાન પર 150GB ડેટા અને ₹1,499 પોસ્ટપેઇડ પ્લાનમાં 200GB ડેટા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિઓ અને ડિઝની + હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન સામેલ હશે.

VI રિચાર્જ + OTT મેમ્બરશિપ ઓફર
વોડાફોન-આઈડિયા (VI)એ પણ પોતાના OTT પ્રાઈમ મેમ્બરશિપ પ્લાન લોન્ચ કર્યા છે. વોડાફોન-આઈડિયાનાં ₹501નાં પોસ્ટપેડ પ્લાન પર તમને 90GB મંથલી ડેટાની સાથે એમેઝોન પ્રાઈમ, ડિઝની+ હોટસ્ટાર અને Zee5નું સબ્સક્રિપ્શન મળશે.₹701નો પોસ્ટપેડ પ્લાન લેવા પર તમને માસિક અનલિમિટેડ ડેટાની સાથે Zee5, Amazon Prime અને ડિઝની + હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે. બીજી તરફ જો તમે ₹1,101નો પોસ્ટપેડ પ્લાન ખરીદો છો તો તમને સોની લાઇવ પ્રીમિયમ, ઝી5, ડિઝની+ હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન મળશે અને તેની સાથે માસિક અનલિમિટેડ ડેટા પણ મળશે.