બિગ ડિસ્કાઉન્ટ:સેમસંગ ગેલેક્સી S20 FE પર 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આખી ડીલ અને ઓફરની છેલ્લી તારીખ જાણી લો
- ફોનનાં 128GB અને 256B બંને સ્ટોરેજ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે
- ગ્રાહક સેમસંગ કેર પ્લસ સર્વિસ પર 50% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશે
થોડા સમય પહેલાં જ લોન્ચ થયેલા ગેલેક્સી S20 FE પર 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીએ મંગળવારે ફોન પર ફેસ્ટિવ ઓફરની જાહેરાત કરી છે.
નવાં ફોનનાં 128GB અને 256B બંને સ્ટોરેજ વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ કિંમત સાથે ફોનની ખરીદી રિટેલ સ્ટોર્સ, કંપનીના ઓનલાઈન સ્ટોર અને એમેઝોન સહિત ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગેલેક્સી S20 FEને આ મહિનાની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.
ગેલેક્સી S20 FE: જાણો ડીલની વિગતવાર માહિતી
- સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હેઠળ ફોન પર 5 હજાર રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
- HDFC બેંકના કાર્ડથી ખરીદી કરવા પર 4 હજાર રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે.
- આ ડિસ્કાઉન્ટ સાથે 128GB વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા અને 256GB વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા થઈ જાય છે.
- સાથે જ ગ્રાહક સેમસંગ કેર પ્લસ સર્વિસ પર 50% છૂટનો લાભ પણ મેળવી શકશે. તેનો હેતુ એક્સીડેન્ટલ અને લિક્વિડ ડેમેજ પ્રોટેક્શન આપવાનું છે.
- કંપનીએ જણાવ્યું કે, સ્પેશિયલ ફેસ્ટિવ ઓફર અને સેમસંગ કેર પ્લસ સર્વિસ પર ડિસ્કાઉન્ટ 17 નવેમ્બર સુધી અવેલેબલ છે.
- આ સિવાય એમેઝોન અને સેમસંગ ઈન્ડિયા ઓનલાઈન સ્ટોર નવી ઓફર સાથે એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.
- કંપનીએ ફોનનાં 128GB વેરિઅન્ટને 49,999 રૂપિયા સાથે લોન્ચ કર્યો હતો.
- કંપનીએ થોડા સમય પહેલાં જ 256GB વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. તેનું પ્રિ બુકિંગ શરૂ થયું છે. તેનું શિપમેન્ટ 28 ઓક્ટોબરથી શરૂ થશે.
સેમસંગ ગેલેક્સી S20 FE: સ્પેસિફિકેશન અને ફીચર્સ
- ડિસ્પ્લે: ફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ વન UI 2.0 પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ સુપર AMOLED ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પ્લે મળે છે. તે 1080x2400 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 અને 120Hz રિફ્રેશ રેટ છે. તેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે.
- પ્રોસેસર: ફોન ઓક્ટા કોર Exynos 990 પ્રોસેસરથી સજ્જ છે, જેને 8GBની રેમ સાથે અટેચ કરવામાં આવ્યું છે. ફોનનાં ગ્લોબલ વેરિઅન્ટમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળે છે.
- કેમેરા: ફોટો અને વીડિયો ગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળે છે. તેમાં 12MPનો પ્રાઈમરી રિઅર કેમેરા છે, જે વાઈડ એંગલ લેન્સ અને ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ કરે છે. તેમાં 12MPનો સેકન્ડરી લેન્સ મળે છે સાથે જ 8MPનો ટેલિફોટો લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તે ઓટોફોકસ મોડ સપોર્ટ કરે છે.
- સ્ટોરેજ: ફોનમાં 128GB અથવા 256GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- કનેક્ટિવિટી: ફોન 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ v5.0, GPS/A-GPS, NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિત અનેક કનેક્ટિવિટી ઓપ્શન ધરાવે છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર મળે છે, જે સેમસંગની બ્રાન્ડ AKG દ્વારા ઓપ્ટિમાઈઝ્ડ કરવામાં આવ્યા છે.
- સેન્સર: ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિઅન્ટ લાઈટ, ઝાયરોસ્કોપ, હોલ સેન્સર અને એક પ્રોક્સિમીટર સેન્સર મળે છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
- બેટરી: ફોન 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4500mAhની બેટરીથી સજ્જ છે. તે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં સેમસંગનું વાયરલેસ પાવરશેર પણ છે, જે ફોનને વાયરલેસ ચાર્જરમાં પરિવર્તિત કરી શકે છે. ફોનને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત ફોન પાણી અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. ફોનનું ડાયમેન્શન 159.8x74.5x8.4mm છે તેનું વજન માત્ર 190 ગ્રામ છે.