દિવાળીએથી 'જિયોફોન નેક્સ્ટ'નું વેચાણ શરૂ થઈ ગયું છે. કંપનીની ઓફિશિયલ સાઈટ www.jio.com પરથી તેની ખરીદી કરી શકાય છે. ફોનની એક્ચ્યુઅલ કિંમત 6499 રૂપિયા છે. તેને 1999 રૂપિયાનાં ડાઉનપેમેન્ટ સાથે ખરીદી શકાય છે. બાકીની રકમ EMI + રિયાર્જ પ્લાન સાથે ચૂકવવાની રહેશે. ફોનનું વેચાણ શરૂ થવાની સાથે જ ફોન વિવાદોમાં ઘેરાયો છે. ફોનની બેટરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
કંપનીએ બેટરી કેપેસિટી વધારે જણાવી
કંપનીએ ફોનની બેટરી કેપેસિટી 3500mAh જણાવી છે. સ્માર્ટફોન સાથે પ્રોડક્શન સ્પેસિફિકેશન્સ લિસ્ટમાં રેટેડ વેલ્યૂમાં બેટરીની ક્ષમતા 3400mAhની છે. અર્થાત કંપનીએ એક્ચ્યુઅલ કેપેસિટી કરતાં 100mAh વધારે ગણાવી છે.
બેટરી 'મેડ ઈન ચાઈના'
લોન્ચિંગ પહેલાં કંપનીએ ફોનનો મેકિંગ વીડિયો શેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે આ ફોન ભારતમાં બનેલો છે. જોકે ફોનની બેટરી પર 'મેડ ઈન ચાઈના' લખેલું છે. ફોનની બેટરી ભારતમાં નહિ બલકે ચીનમાં તૈયાર થઈ છે. આ બેટરીને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનું સર્ટિફિકેશન પણ મળ્યું છે.
'જિયોફોન નેક્સ્ટ'ના EMI પ્લાન
1. ઓલવેઝ ઓન પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિનાનો અને 18 મહિનાનો ઓપ્શન મળશે. 24 મહિના માટે ગ્રાહકે 300 રુપિયાની EMI આપવી પડશે. 18 મહિનાની EMI માટે 350 રૂપિયા આપવા પડશે. બંને EMI પ્લાનમાં મહિના માટે 5GB ડેટા અને કોલિંગ માટે 100 મિનિટ મળશે.
2. લાર્જ પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શન માટે મહિને 450 રૂપિયા આપવા પડશે. 18 મહિનાના ઓપ્શનમાં મહિને 500 રૂપિયા આપવા પડશે. બંને પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.
3. XL પ્લાન
24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 500 રૂપિયાની EMI આપવી પડશે અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયાની EMI આપવી પડશે. આ બંને ઓપ્શનમાં દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.
4. XXL પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયા અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 600 રૂપિયા આપવા પડશે. આ બંને પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.
'જિયોફોન નેક્સ્ટ'નાં સ્પેસિફિકેશન્સ
ફોનમાં 5.45 ઈંચની HD ડિસ્પ્લે છે. તેને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં 64 બિટ CPU સાથે ક્વૉડ કોર ક્યુએમ 215 ચિપસેટ મળે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડ સપોર્ટ કરે છે. ફોન 3500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 36 કલાકનું બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં હોટસ્પોટનો ઓપ્શન છે.
ફોનમાં ભલે ડ્યુઅલ સિમ સપોર્ટ હોય પરંતુ તમે માત્ર જિયોના સિમથી જ ઈન્ટરનેટ એક્સેસ કરી શકશો. બીજા સિમ કાર્ડથી કોલિંગ અને SMS સર્વિસનો લાભ લઈ શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.