જિયોનું પ્રથમ લેપટોપ:'જિયોબુક' લેપટોપમાં જિયો OS અને 4G કનેક્ટિવિટી મળી શકે છે, લૉ બજેટ લેપટોપનાં 3 વેરિઅન્ટ લોન્ચ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'જિયોબુક' માટે જિયોએ ચાઈનીઝ કંપની બ્લૂબેંક કમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે પાર્ટનરશિપ કરી
  • લેપટોપમાં પ્રી ઈન્સ્ટોલ જિયો એપ્સ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે

દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન 'જિયો નેક્સ્ટ' ફોન લોન્ચ કરવાની જાહેરાત બાદ હવે જિયો લૉ બજેટ લોન્ચ કરવાની પણ તૈયારીમાં છે. જિયોનાં લૉ બજેટ લેપટોપનું લિસ્ટિંગ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની વેબસાઈટ પર થયું છે. લિસ્ટિંગ પ્રમાણે, લેપટોપનાં 3 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ લેપટોપમાં કંપની પોતાની ઈનહાઉસ જિયો OS ઈન્સ્ટોલ કરશે. આ લેપટોપમાં જિયોની તમામ એપ્સ પ્રી ઈન્સ્ટોલ્ડ મળશે. લેપટોપમાં 4G LTE કનેક્ટિવિટીનો પણ સપોર્ટ મળી શકે છે.

2008ના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે જિયો લેપટોપ સેગમેન્ટ પર કામ કરી રહી છે. આ લેપટોપથી ગ્રાહકોની લૉ બજેટ ફ્રેન્ડલી કમ્પ્યુટિંગ ડિવાઈસની શોધ પૂરી થશે.

ચાઈનીઝ કંપની સાથે પાર્ટનરશિપ

સૌ. XDA ડેવલપર્સ
સૌ. XDA ડેવલપર્સ

જિયોએ તેના પ્રથમ લેપટોપ 'જિયોબુક' માટે ચાઈનીઝ કંપની બ્લૂબેંક કમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે પાર્ટનરશિપ કરી છે. આ કંપની પાસે જિયોફોન બનાવવાનો ઓર્ડર પણ છે. ટેક વેબસાઈટ XDA ડેવલપર્સના રિપોર્ટ પ્રમાણે, જિયોબુકનું ડેવલપમેન્ટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું.

જિયોબુકનાં એક્સપેક્ટેડ સ્પેસિફિકેશન

  • જિયોબુકમાં 1366x768 પિક્સલ રિઝોલ્યુશન મળશે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે. તે સ્નેપડ્રેગન X12 4G મોડેમ સાથે આવશે.
  • તેનાં NB1118QMW, NB1148QMW અને NB1112MM ત્રણ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ​​​​​​​
  • લેપટોપનાં એક મોડેલમાં 2GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળશે. બીજાં મોડેલમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ મળશે.
  • કનેક્ટિવિટી માટે લેપટોપમાં મિની HDMI કનેક્ટર, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને બ્લુટૂથ સહિતના ઓપ્શન મળશે. તેમાં 3 એક્સિસ એક્સેલેરોમીટર અને ક્વૉલકોમ ઓડિયો ચિપ મળી શકે છે.
  • જિયોસ્ટાર, જિયોમીટ અને જિયોપેજિસ સહિતની જિયોની એપ્સ લેપટોપમાં પ્રી ઈન્સ્ટોલ મળી શકે છે. તેમાં માઈક્રોસોફ્ટની એપ્સ ટીમ્સ, એજ અને ઓફિસ પણ મળી શકે છે.
  • જિયોબુકની કિંમત પર હજુ સસ્પેન્સ યથાવત છે. આ વર્ષનાં અંત સુધીમાં બજેટ સેગમેન્ટમાં આ લેપટોપ લોન્ચ થઈ શકે છે.