રિલાયન્સની AGM:જિયો-ગૂગલના સસ્તા સ્માર્ટફોનની જાહેરાત થઈ શકે છે, ફોનની કિંમત ₹4000ની આસપાસ હોવાની આશંકા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિયો તેનો અપકમિંગ ફોન ગૂગલ સાથે પાર્ટનરશિપમાં તૈયાર કરશે
  • કંપનીનું લક્ષ્ય ભારતને 2G મુક્ત કરવાનું છે. તેના માટે કંપની સસ્તા 4G અને 5G ડિવાઈસ લોન્ચ કરશે

દુનિયાભરમાં સ્માર્ટફોનની સપ્લાય ચેન પ્રભાવિત થવાથી અને કમ્પોનન્ટની કિંમત વધી જવાથી સ્માર્ટફોનના મેન્યુફેક્ચરિંગ પર પ્રેશર આવ્યું છે. આ સમસ્યાના નિવારણ માટે અબજપતિ મુકેશ અંબાણીએ લોકલ લેવલે એસેમ્બલ કરેલા ગૂગલ પાવર્ડ સ્માર્ટફોનનાં માધ્યમથી ભારતીય માર્કેટ પર કબજો કરવાની યોજના બનાવી છે.

અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રારંભિક કેટલાક વર્ષોમાં કરોડો સ્સ્તા સ્માર્ટફોન વેચાવાની કલ્પના કરી હતી, પરંતુ હવે તેનો નાનો ભાગ લોન્ચ કરવાનું લક્ષ્ય છે. 24 જૂને થનારી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ)માં રિલાયન્સ કો-બ્રાન્ડેડ ફોનની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધી તેની ઓફિશિયલ શરૂઆત થશે.

મોબાઈલ ઈન્ડિયનના રિપોર્ટ પ્રમાણે, જિયોનો સસ્તો સ્માર્ટફોન Jio Orbic phone (RC545L) નામથી ગૂગલ પ્લે કોન્સોલ સાઈટ પર લિસ્ટ થયો. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે અને તેમાં 4G કનેક્ટિવિટી મળશે.

રિપોર્ટ પ્રમાણે, જિયો આ સસ્તા એન્ડ્રોઈડ ફોન Jio Orbicને સ્નેપડ્રેગન QM215 પ્રોસેસર સાથે લોન્ચ કરશે. તેને એન્ડ્રોઈડ ગો માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ફોનમાં 1GBથી વધારે રેમ, એન્ડ્રોઈડ 10 OS અને HD રિઝોલ્યુશન મળશે. જિયો ગૂગલ સાથે મળીને આ ફોન લોન્ચ કરશે.

લીક રિપોર્ટ પ્રમાણે, જિયોના અપકમિંગ 4G સ્માર્ટફોનની કિંમત 4000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપની આવા 2 કરોડ ફોન લોન્ચ કરી શકે છે.

2025 સુધી ઈન્ટરનેટ યુઝર્સ 90 કરોડથી વધારે હશે
સૂત્રોનું કહેવું છે કે, ભારત દુનિયાનું સૌથી મોટું વધતું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં 2025 સુધી ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડ પાર થવાની સંભાવના છે. ગ્રાહકો એવો સ્માર્ટફોન ઈચ્છે છે જે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. રિલાયન્સ અને ગૂગલના એન્જિનિયર્સ મળી એવો સ્માર્ટફોન ડેવલપ કર્યો છે. તેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું એવું વર્ઝન છે જે મોોંઘા પાર્ટ્સના ઉપયોગ વગર યુઝરને હાઈ એન્ડ એક્સપિરિઅન્સ આપશે.

ભારતમાં આશરે 35 કરોડ 2G યુઝર્સ
મુકેશ અંબાણીએ AGM 2020માં જણાવ્યું હતું કે જિયોનું લક્ષ્ય ભારતને 2G મુક્ત બનાવવાનું છે. કંપની 2G ગ્રાહકોને 4G ઈન્ટરનેટ પહોંચાડશે. કંપનીનું લક્ષ્ય તમામ ભારતીયોને સ્માર્ટફોન આપવાનો છે. ભારતમાં આશરે 35 કરોડ યુઝર્સ 2G ફીચર ફોનનો ઉપયોગ કરે છે.

જિયો ફોન દુનિયાનો સૌથી સસ્તો ફોન

  • જિયો ફોન હાલ દુનિયાનો સૌથી સસ્તો 4G કનેક્ટિવિટી ધરાવતો ફોન છે. વર્ષ 2017માં લોન્ચ થયેલા જિયો ફોનની હાલ કિંમત 699 રૂપિયા છે. વર્ષ 2018માં લોન્ચ થયેલાં જિયો ફોન 2ની કિંમત 2,999 રૂપિયા છે.
  • જિયો ફોન 2માં 2.4 ઈંચની ડિસ્પ્લે, 2000mAhની બેટરી, 4G કનેક્ટિવિટી, QWERTY કી બોર્ડ સપોર્ટ કરે છે. ફોનમાં 512MBની રેમ અને 4GBનું સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 125GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં વાઈફાઈ, GPS અને NFC જેવાં કનેક્ટિવિટી ફીચર્સ મળે છે. તે વ્હોટ્સએપ, યુટ્યુબ, ગૂગલ અસિસ્ટન્ટ અને ફેસબુક સપોર્ટ કરે છે.