ગાર્મિન કંપનીએ ભારતમાં Forerunner 955 સોલાર અને Forerunner 255 સ્માર્ટવોચ લોન્ચ કરી છે. Forerunner 955 સોલર એ સોલર ચાર્જિંગ સાથે ચાલતી એક GPS સ્માર્ટવોચ છે. ગાર્મિનનો દાવો એવો છે કે, આ સ્માર્ટવોચનો પાવર ગ્લાસ એથ્લિટ્સને સ્માર્ટવોચ મોડમાં 20 દિવસ સુધીની અને GPS મોડમાં 49 કલાક સુધીની બેટરી લાઇફ આપે છે.
Forerunner 955 સોલાર સ્માર્ટવોચ
ગાર્મિન Forerunner 955 સોલારમાં ફુલ કલર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેથી તેજ સૂર્યપ્રકાશમાં પણ તમે સ્માર્ટવોચમાં સરળતાથી કંઈપણ વાંચી શકો. તેમાં 5 બટનની ગોળાકાર ટચ સ્ક્રીન ડિઝાઈન આપવામાં આવી છે. આમાં હાર્ટ રેટ વેરિએબીલીટી (HRV) સ્ટેટસ, ટ્રેઈનીંગ રેડીનેસ સ્કોર અને રેસ વિજેટનો સમાવેશ થાય છે, જે એથ્લેટ્સને આગામી રેસ માટે તૈયાર કરવામાં મદદ કરે છે.
તે બિલ્ટ-ઇન મ્યુઝિક કેપેસિટી સાથે આવે છે, જે યુઝર્સને સ્પોટિફાઈ અને એમેઝોન મ્યુઝિકમાંથી 2,000 ગીતો ડાઉનલોડ કરવાની પરમીશન આપશે. તે સિક્યોરીટી અને ટ્રેકિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે.
Forerunner 255 સીરીઝ સ્માર્ટવોચ
ગાર્મિન કંપનીએ Forerunner 255 સિરીઝની GPS સ્માર્ટવોચ ફક્ત એથ્લેટ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. તે નવા ટ્રેનિંગ મેટ્રિક્સ સપોર્ટ સાથે આવે છે. વળી, સ્માર્ટફોન સાથે કનેક્ટ થયા બાદ તેનું પરફોર્મન્સ વધારી શકાય છે, તે 46 mm સાઇઝમાં આવે છે. કંપનીનો દાવો છે કે, તે સિંગલ ચાર્જ પર એક દિવસનું બેટરી બેકઅપ આપી શકે છે અને GPS મોડ્સ પર તે માત્ર 30 કલાકનું બેકઅપ આપે છે.
પ્રોડક્ટ | કલર્સ | ક્યારથી મળશે? | કિંમત |
Forerunner 255 Basic |
| 30 જૂન | 37,490₹ |
Forerunner 255S Basic |
| 30 જૂન | 37,490₹ |
Forerunner 255 Music |
| 30 જૂન | 42,990₹ |
Forerunner 255S Music |
| 30 જૂન | 42,990₹ |
Forerunner 955 |
| 30 જૂન | 53,490₹ |
Forerunner 955, Solar |
| 30 જૂન | 63,990₹ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.