ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ દર વર્ષે પોપ્યુલર, વાઈરલ વીડિયો અને ક્રિએટર્સનું લિસ્ટ જાહેર કરે છે. 2021ના ટોપ 10 ટ્રેન્ડિંગ વીડિયોમાં પ્રથમ નંબર પર 'ZOMBIE' અને 'The Living Dead' છે. બીજા નંબરે 'PAAGAL BETA 13' અને ત્રીજા નંબરે TVF's Aspirants છે. આ લિસ્ટમાં 'ભાઈ બહેન ઔર ચુડેલ' સાતમા નંબરે અને બીબી કી વાઈન્સનો 'Dhindora' આઠમા નંબરે છે.
યુટ્યુબના રિપોર્ટ પ્રમાણે, ભારતીયોએ સૌથી વધારે ગેમિંગ અને કોમેડી વીડિયો સર્ચ કર્યા છે. 'FreeFire World Series Final'ના 5 કલાકના વીડિયોનો સૌથી વધારે સર્ચ કરાયો છે. આ વીડિયો 2021નો સૌથી પોપ્યુલર વીડિયો છે.
ટોપ-10 મ્યુઝિક લિસ્ટ
ટોપ-10 મ્યુઝિક લિસ્ટમાં T સિરીઝ ચેનલનું 'Lut Gaye 'સોન્ગ નંબર 1 પર છે. લિસ્ટમાં ભોજપુરી સિંગર શિલ્પી રાજના 'કુવારે ગંગા નહઈલે બાની' બીજા નંબરે અને ત્રીજા નંબરે 'પાની પાની' છે. લિસ્ટમાં ચોથું સ્થાન 'બારિશ કી જાએ' ગીતને મળ્યું છે. ટોપ- 10 મ્યુઝિક વીડિયો લિસ્ટમાં 2 ભોજપુરી સોન્ગ છે. સાતમા નંબરે ભોજપુરી સિંગર શિલ્પી રાજનું 'નદી બિચે નઈયા ડોલે' સોન્ગ છે.
ટોપ 10 ટ્રેન્ડિંગ વીડિયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.