રિપોર્ટ:અંડર ડિસ્પ્લે કેમેરા સાથે આવશે ગેલેક્સી Z ફોલ્ડ 3, તો સસ્તાં ગેલેક્સી Z ફ્લિપ લાઈટ પર પણ કામ કરી રહી છે સેમસંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંડર ડિસ્પ્લે કેમેરા સિસ્ટમ માટે કંપની સ્પેશિયલ ડિસ્પ્લે ડિઝાઈન તૈયાર કરી રહી છે
  • સસ્તાં ફોલ્ડેબલ ફોનને કંપની ગેલેક્સી S21સિરીઝ સાથે લોન્ચ કરી શકે છે

સેમસંગે આગામી ગેલેક્સી S ફ્લેગશિપ સ્માર્ટફોન પર કામ કરવાનું શરૂ કર્યું છે. ગેલેક્સી S21 સિરીઝ ડેવલપ કર્યા સિવાય સેમસંગ તેના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. તે ગેલેક્સી Z ફોલ્ડ 3 હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, સેમસંગે તેના નેક્સ્ટ ફોલ્ડેબલ ફોનને 2020ની ત્રીજા ક્વાટરમાં લોન્ચ કરશે. જોકે કંપનીએ ગેલેક્સી Z ફોલ્ડ 3 પર ઓફિશિયલી કોઈ જાહેરાત કરી નથી.

પ્રથમ વાર ફોલ્ડેબલ ફોનમાં ઈનોવેટિવ કેમેરા મળશે
એક કોરિયન પબ્લિકેશનના રિપોર્ટ પ્રમાણે, ગેલેક્સી Z ફોલ્ડ 3 તેના જૂના મોડેલ કરતા વિપરિત એક અંડર ડિસ્પ્લે કેમેરા સાથે આવશે. ઈટી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર અપકમિંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 માટે અંડર ડિસ્પ્લે કેમેરા ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. આ પ્રથમ વાર છે કે સેમસંગ ફોલ્ડેબલ સિરીઝ માટે ઈનોવેટિવ કેમેરાની પસંદગી કરશે.

સ્પેશિયલ ડિઝાઈન ડિસ્પ્લેનો ઉપયોગ થશે
અગાઉ પણ અનેક કંપનીઓએ અંડર ડિસ્પ્લે કેમેરાવાળા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, પરંતુ તેના પરિણામો એટલા સારા હોતા નથી. આ સમસ્યા ગેલેક્સી Z ફોલ્ડ 3માં નહિ જોવા મળે. કંપની તેના માટે ખાસ એડવાન્સ ડિસ્પ્લે ડિઝાઈનનો ઉપયોગ કરશે, જે કેમેરા સેન્સર પર પિક્સલ ફેલાવે છે. તેનાથી વધારે લાઈટ મળે છે.
રિપોર્ટમાં લખ્યું છે કે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ એક સ્પેશિયલ ડિસ્પ્લે ડિઝાઈન સાથે સમસ્યા ઉકેલવા માટે યોજના બનાવી રહી છે. સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ એક ડિસ્પ્લે ડિઝાઈન કરી રહી છે, જેમાં વાઈડર પિક્સલ એરિયા મળશે.

ગેલેક્સી S21 સિરીઝ પર કામ કરી રહી છે કંપની
કંપની S21 સિરીઝ પર કામ કરી રહી છે. કંપની આ સિરીઝમાં ગેલેક્સી S21, ગેલેક્સી S21+ અને ગેલેક્સી S21અલ્ટ્રા સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સિરીઝના ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 875 ફ્લેગશિપ પ્રોસેસર આપવામાં આવશે. જોકે ભારતીય વર્ઝનમાં સેમસંગ એક્સીનોસ 2100 ચિપસેટ મળવાની આશંકા છે. સિરીઝના તમામ ફોનમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI 3.2 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.

ગેલેક્સી Z ફ્લિપ લાઈટ પર કંપની કામ કરી રહી છે

  • સેમસંગે 2 સ્માર્ટફોન મેકર્સમાંથી એક છે, જે તેમના પ્રિમિયમ ફોનમાં ફોલ્ડિંગ ડિસ્પ્લે ટેક્નોલોજી આગળ વધારી રહી છે. આ વર્ષે ફોલ્ડિંગ સ્માર્ટફોન તરીકે ગેલેક્સી Z ફ્લિપ અને ગેલેક્સી Z ફોલ્ડ 2ને બેન્ચમાર્ક સેટ કરી શકે છે. આ બંને ફોન એડવાન્સ ફીચર સાથે એટલા મોંઘા પણ છે.
  • ફોલ્ડિંગ ફોન લીક માટે વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ રાખનાર એનાલિસ્ટ રોય યંગ અનુસાર, કંપની ગેલેક્સી Z ફ્લિપનાં સસ્તાં વર્ઝન પર કામ કરી રહી છે. જોકે કંપનીએ ફોનનાં લાઈટ વર્ઝન વિશે કોઈ જાહેરાત કરી નથી.
  • હાલ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપના 256GB વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા છે. તેમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર અને 6.7 ઈંચની ફુલ HD+ ફોલ્ડેબલ ડિસ્પ્લે મળે છે.