• Gujarati News
  • Utility
  • Gadgets
  • 'Galaxy F42 5G' Smartphone Equipped With Quad Rear Camera Setup Will Be Launched Soon, The Phone Got WiFi Certificate

અપકમિંગ:ક્વૉડ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ 'ગેલેક્સી F42 5G' સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થશે, ફોનને વાઈફાઈ સર્ટિફિકેટ મળ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • આ ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરી મળી શકે છે
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે થોડા દિવસ પહેલાં જ તેનો ગેલેક્સી F52 5G મોબાઈલ ગ્લોબલી ઈન્ડ્રોડ્યુસ છે. આ ઈવેન્ટમાં કંપનીએ 'ગેલેક્સી F42 5G'નાં લોન્ચિંગની પણ જાહેરાત કરી છે. તાજેતરમાં જ ફોનને વાઈ ફાઈ સર્ટિફિકેટ મળ્યું છે. તેથી કહી શકાય કે ટૂંક સમયમાં જ આ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. સર્ટિફિકેશન પ્રમાણે ફોનનો મોડેલ નંબર SM-E426B/DS હશે તે 2.4GHz અને 5GHz Wi-Fi સપોર્ટ કરશે.

ફોનને મળેલું વાઈફાઈ સર્ટિફિકેટ
ફોનને મળેલું વાઈફાઈ સર્ટિફિકેટ

લીક અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, 'ગેલેક્સી F42 5G'સ્માર્ટફોન 'ગેલેક્સી M42 5G'નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. જો આ રુમર્સ સાચા પડશે તો 'ગેલેક્સી F42 5G'સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 750G SoC પ્રોસેસર, 6.6 ઈંચની ડિસ્પ્લે અને 5000mAhની બેટરી મળશે.

'ગેલેક્સી F42 5G'નાં સંભવિત સ્પેસિફિકેશન

  • ફોન 6.6 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લેથી સજ્જ હશે. તેનો રિફ્રેશ રેટ 120Hz હશે.
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર મળશે.
  • ફોનનું 8GB+128GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 64MP+8MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળશે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.

સેમસંગે ભારતમાં 'ગેલેક્સી M42 5G' લોન્ચ કર્યો

સેમસંગે થોડા દિવસ અગાઉ આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે. તેમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેમસંગનો આ 5G ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI 3.1 પર રન કરે છે. તેમાં 6.6 ઈંચની HD+ સુપર AMOLED ઈન્ફિનિટી U ડિસ્પ્લે મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે. તેનાં બેઝિક વેરિઅન્ટની ખરીદી 21,999 રૂપિયામાં કરી શકાય છે.