- Gujarati News
- Utility
- Gadgets
- Galaxy A12 Smartphone With 48MP Primary Rear Camera And Exynos 850 Processor Launched, Starting Price ₹ 13,999
ન્યૂ લોન્ચ:48MPના પ્રાઈમરી રિઅર કેમેરા અને એક્સીનોસ 850 પ્રોસેસરથી સજ્જ 'ગેલેક્સી A12' સ્માર્ટફોન લોન્ચ થયો, પ્રારંભિક કિંમત ₹13,999
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનરની સુવિધા મળે છે
સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે 'ગેલેક્સી A12' સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ કંપની આ ફોન લોન્ચ કરી ચૂકી છે. તે સમયે કંપનીએ મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર સાથે ફોન લોન્ચ કર્યો છે. લેટેસ્ટ વેરિઅન્ટમાં કંપનીએ ઈનહાઉસ એક્સીનોસ 850 પ્રોસેસર આપ્યું છે. ફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ, 5000mAhની બેટરી અને સિક્યોરિટી માટે સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા છે. બંને વેરિઅન્ટની ખરીદી કંપનીની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાશે.
સેમસંગ ગેલેક્સી A12નાં બેઝિક સ્પેસિફિકેશન અને ફીચર્સ
- આ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI પર રન કરે છે. ફોન 6.5 ઈંચની HD+ PLS TFT ડિસ્પ્લે ધરાવે છે. તેનું રિઝોલ્યુશન 720X1600 પિક્સલ છે.
- ફોન ઓક્ટા કોર એક્સીનોસ 850 Soc પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP+5MP+2MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,વાઈફાઈ, બ્લુટૂથ v5, GPS/AGPS, NFC, USB ટાઈપ C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
- ફોન 5000mAhની બેટરી ધરાવે છે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.