વેલકમ ટુ અલ્ટ્રા પિક્સલ ક્લાસ:10 માર્ચનાં રોજ ભારતમાં લોન્ચ થશે મોટોરોલાનો Moto G73, કંપનીએ ટીઝર રિલીઝ કર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

Moto G73ને વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યા પછી મોટોરોલાએ 10 માર્ચનાં રોજ ભારતમાં લોન્ચ કરવા અંગેની જાહેરાત કરી છે. કંપનીએ એક ટીઝર રિલીઝ કરીને ફ્લિપકાર્ટ પર પોતાના પેઈજને લાઇવ કર્યું છે, જેમાં અમુક મહત્વની જાણકારી પણ સામે આવી છે, જે તમારે જાણવી જરૂરી છે. આ ટીઝર મુજબ એવું અનુમાન લગાવવામા આવે છે કે, આ સ્માર્ટફોન ભારતનો પહેલો મીડિયાટેક ડિમેન્સિટી 930થી ચાલતો સ્માર્ટફોન છે. તો ચાલો જાણીએ કે, આ નવા Moto G73માં બીજું શું છે ખાસ?

મોટોરોલા Moto G73નાં સંભવિત ફીચર્સ
ફ્લિપકાર્ટ લિસ્ટિંગ પેઈજનાં કારણે હવે તે સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે કે, Moto G73 સ્માર્ટફોન એ મીડિયાટેક ડિમેન્સિટી 930 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને તેની સાથે જ તેમાં 8GB RAM અને 128GB સ્ટોરેજ હશે. વળી, તેમાં અલ્ટ્રા પિક્સલ 22um કેમેરા સેન્સર આપવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે, તે 1.5 ગણા મોટા પિક્સેલ્સ અને 4 ગણી વધુ સારી પ્રકાશ સંવેદનશીલતા ધરાવે છે. Moto G73માં 50MPનો પ્રાઇમરી કેમેરો હશે અને તેની સાથે જ 8MPનો અલ્ટ્રા-વાઇડ લેન્સ હશે. આ સિવાય ફ્રન્ટમાં તમને 16MPનો સેલ્ફી કેમેરો મળી શકે.

5G કનેક્ટિવિટી માટે Moto 13 5G બેન્ડ આપી રહ્યું છે. તેમાં FHD+ રિઝોલ્યુશન સાથે 6.5 ઇંચની IPS LCD અને 120hz રિફ્રેશ રેટ આપવામાં આવશે. ડોલ્બી એટમોસ સાથે સ્ટિરિયો સ્પીકર્સ સમૃદ્ધ ઓડિઓ અનુભવ ઉમેરશે. અહીં દરેક વસ્તુમાં 5000mAhની બેટરી આપવામાં આવશે. ગ્લોબલ વેરિઅન્ટનાં આધારે, તે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે. Moto G73 એ એન્ડ્રોઇડ 13 અને મોટોરોલાની ફેમસ My UX સ્કિન પર ચાલશે. આશ્ચર્યની વાત એ છે કે, તે 3.5 એમએમ હેડફોન જેકને પણ સપોર્ટ કરે છે, જે આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાંથી ગાયબ છે. છેલ્લે, તે IP52 રેટિંગ ધરાવે છે.

મોટોરોલા Moto G73ની સંભવિત કિંમત
યુરોપમાં તેના 8GB RAM અને 256GB સ્ટોરેજ કન્ફિગરેશન માટેની કિંમત €૩૦૦ એટલે કે 26,108 રૂપિયા હોવાનો અંદાજ છે. જો કે, 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત આના કરતા ઓછી હોઇ શકે છે. જો કે, આ એક અંદાજીત કિંમત છે, જ્યારે સત્તાવાર Moto G73 કિંમત લોન્ચનાં દિવસે જાહેર કરવામાં આવશે.