• Gujarati News
  • Utility
  • Gadgets
  • Full Charge 'Xiaomi 11i Hypercharge' Smartphone Launched In Just 15 Minutes, Phone With 108MP Camera Priced At 26,999

ન્યૂ લોન્ચ:માત્ર 15 મિનિટમાં ફુલ ચાર્જ થતો 'શાઓમી 11i હાઈપરચાર્જ' સ્માર્ટફોન લોન્ચ થયો, 108MP કેમેરા ધરાવતા ફોનની કિંમત ₹26,999

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાઓમી 11i સિરીઝના ફોનમાં 3GBની વર્ચ્ચુઅલ રેમ મળે છે
  • શાઓમી 11i અને હાઈપરચાર્જ બંને ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા અને 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે

શાઓમીએ ભારતમાં તેની લેટેસ્ટ '11i ' સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝનો 'હાઈપરચાર્જ' સ્માર્ટફોન ભારતમાં સૌથી ઝડપથી ચાર્જ થતા સ્માર્ટફોન છે. કંપનીનો દાવો છે કે ફોન માત્ર 15 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. તેમાં કૂલિંગ માટે ઘણા ઓપ્શન મળે છે. સિરીઝના બંને સ્માર્ટફોન બેટરી અને ચાર્જિંગ કેપેસિટીની ખાસિયતોમાં એકબીજાથી અલગ પડે છે. બાકી બંનેના ફીચર્સ અને સ્પેસિફિકેશન એક જેવાં જ છે. શાઓમી 11i હાઈપરચાર્જ સ્માર્ટફોનમાં 120 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળે અને અને શાઓમી 11iમાં 67 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

કિંમત
શાઓમી 11iનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. ન્યૂ યર ઓફરમાં તેમાં 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. સાથે જ ગ્રાહક SBI કાર્ડથી પેમેન્ટ કરી 2000 રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

શાઓમી 11i હાઈપરચાર્જનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા અને 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે. ન્યૂ યર ઓફરહાઈપરચાર્જ મોડેલ પર પણ લાગુ છે.

શાઓમી 11i સિરીઝની ખાસિયતો

  • શાઓમી 11i અને શાઓમી 11i હાઈપરચાર્જ બંને ફોનમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ, 360Hzનો ટચ સેમ્પલિંગ રેટ, 1200 નિટ્સ પીક બ્રાઈટનેસ મળે છે. પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 મળે છે.
  • સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેન્સિટી 920 SoC પ્રોસેસરથી સજ્જ છે. તેને LPDDR4x રેમ અને UFS 2.2 સ્ટોરેજ મળે છે. ફોનમાં 3GB સુધીની વર્ચ્યુઅલ રેમ પણ મળે છે. ફોન 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ સાથે 8 MPનું અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MPનું મેક્રો સેન્સર મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • શાઓમી 11iમાં 5160mAhની બેટરી 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. હાઈપરચાર્જ વેરિઅન્ટમાં 4500mAhની બેટરી મળે છે, જે 120 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 15 મિનિટમાં 0થી 100% ચાર્જ થઈ જશે.

માર્કેટમાં પહેલાંથી અવેલેબલ ફાસ્ટ ચાર્જિંગ સ્માર્ટફોન

સ્માર્ટફોનચાર્જિંગ ટાઈમ

બેટરી કેપેસિટી

ચાર્જિંગ સપોર્ટ
આસુસ ROG ફોન 552 મિનિટ6000mAh65W
વનપ્લસ 9 પ્રો29 મિનિટ4500mAh65W
રિયલમી GT નિયો36 મિનિટ5000mAh65W
પોકો F3 GT42 મિનિટ5065mAh67W