વનપ્લસ 10T સ્માર્ટફોન લોન્ચ:19 મિનિટમાં ફુલ ચાર્જ, પહેલા સેલમાં 5000 હજારનું ડિસ્કાઉન્ટ મળશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વનપ્લસે પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ-10T ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે. વનપ્લસ -10T આ બ્રાન્ડનો સૌથી પાવરફુલ હેન્ડસેટ છે, જેમાં તમને સ્નેપડ્રેગન 8+ જેન 1 પ્રોસેસર મળશે. આ ડિવાઇસમાં 4800mAhની બેટરી આપવામાં આવી છે, જે 150W સુપર વૂક ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. ફોન ભલે નવો હોય પરંતુ તેની ડિઝાઈન વનપ્લસ-10 પ્રો જેવી જ છે. આ હેન્ડસેટમાં 16GB સુધીની રેમ અને 256 GB સુધી સ્ટોરેજનો વિકલ્પ મળે છે. કંપનીનાં જણાવ્યા મુજબ ફોન 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.

કિંમત
વનપ્લસનો આ ફોન 49,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની આ કિંમત છે. તે જ સમયે, તેનું 12GB રેમ + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 54,999 રૂપિયામાં આવે છે. ટોપ વેરિયન્ટની કિંમત 55,999 રૂપિયા છે. આ કિંમતમાં તમને 16GB રેમ + 256GB સ્ટોરેજ મળશે. આ હેન્ડસેટ ઝેડ ગ્રીન અને મૂનસ્ટોન બ્લેક રંગોમાં જોવા મળશે. તમે એમેઝોન અને વનપ્લસ વેબસાઇટ્સ પરથી સ્માર્ટફોન ખરીદી શકો છો. ICICI બેંક અને SBI કાર્ડ પર તમને 5,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

સ્પેસિફિકેશન્સ

  • વનપ્લસ 10Tમાં 6.7 ઇંચની ફુલ HD+ રિઝોલ્યુશન LTPO2 10-બિટ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેની ટોચની બ્રાઇટનેસ 950Nits છે અને HDR10+નો સપોર્ટ મળે છે. સ્ક્રીનની સુરક્ષા માટે ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
  • સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8+ જેન 1 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 16GB સુધીની રેમ અને 256GB સુધી સ્ટોરેજ મળે છે. આ હેન્ડસેટમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક મળે છે.
  • આ ડિવાઇસમાં તમને 4800mAhની બેટરી આપવામાં આવી છે, જે 150W સુપરવૂક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનાં જણાવ્યા મુજબ આ સ્માર્ટફોન 19 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.
  • આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેનો મુખ્ય લેન્સ 50MPનો છે. આ સિવાય તમને 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MPનો મેક્રો કેમેરા મળે છે. ફ્રન્ટમાં કંપનીએ 32MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 12 પર આધારિત ઓક્સિજન os 12.1 પર કામ કરે છે.
  • આ સ્માર્ટફોનનાં કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G,4G LTE,વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3 GPS/A-GPS,NFC અને USB ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. સેન્સર્સમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ્સ, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમિટી સેન્સર્સનો સમાવેશ થાય છે. બાયોમેટ્રિક સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ છે.