તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાનો સૌથી મોટો ઈલેક્ટ્રોનિક્સ શો:પાણીથી ચાલતા સ્પીકરથી લઈને ઘરની દેખરેખ કરનાર રોબોટ સુધી, CESના બીજા દિવસે આ પ્રોડક્ટ્સનું લોન્ચિંગ

13 દિવસ પહેલા

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શો 'CES 2021'માં બીજા દિવસે પણ ઘણી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી. એમાંથી કેટલીક પ્રોડક્ટ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે, તો કેટલીક ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે. કંપનીઓનું મેન ફોકસ સ્માર્ટ હોમ પ્રોડક્ટની તરફ રહ્યું. અમે અહીં કેટલીક એવી પ્રોડક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ...

1. પ્રોડક્ટઃ એમ્પીયર બ્લૂટૂથ શાવર સ્પીકરઃ વીજળીથી નહીં, પાણીથી ચાલશે

કામઃ એક્સેસરીઝ બનાવતી કંપની એમ્પિયરે શોમાં એક બ્લુટૂથ શાવર સ્પીકર રજૂ કર્યું. એને બ્લુટૂથ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. રસપ્રદ વાત એ છે કે સ્પીકરને ઓન કરવા માટે કોઈ પ્લગથી કનેક્ટ કરવાની જરૂર નહીં પડે, પરંતુ એને પાણીથી પાવર મળે છે. હા, જેવો તમે શાવર ઓન કરશો, વહેતા પાણીથી સ્પીકરને પાવર મળશે અને તમારું કામ કરવાનું શરૂ કરશે. સ્પીકરના પાર્ટ્સ રિસાઇકલ ઓશિયન પ્લાસ્ટિકથી બનેલા છે.

ક્યારથી મળશેઃ રિપોર્ટ્સના અનુસાર, એનું વેચાણ આ વર્ષે મેથી શરૂ થશે.

ક્યાં ક્યાં મળશેઃ અત્યારે કંપનીએ એની પુષ્ટિ નથી કરી કે એને કયા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

કેટલામાં મળશેઃ એની કિંમત લગભગ 7300 રૂપિયા હશે.

2. પ્રોડક્ટઃ મોરબૉટ સ્કાઉટ સ્માર્ટ હોમ રોબોટ​​​​​​​​​​​​​​

કામઃ મોરબૉટ સ્કાઉટ ઓટોનોમસ હોમ રોબોટ ઘરનું ધ્યાન રાખવા માટે એક સારી પ્રોડક્ટ છે. એડવાન્સ સેન્સર્સ અને AI એલ્ગોરિધમના કારણે તેમાં કોઈ બ્લાઈન્ડ સ્પોર્ટ નથી, એટલે કે એ ઘરના દરેક ખૂણાને મોનિટર કરવા માટે સક્ષમ છે. પોતાના ઓટોનોમસ પેટ્રોલ મોડથી તે AI સંચાલિત રોબોટ ઘરની દેખરેખ રાખે છે. ફુલ HD કેમેરા વિથ નાઈટ અને 4WD મેકનમ ઓમનીડાયરેક્શન વ્હીલ્સની સાથે કેમેરા ઘરની ચારેય તરફ ફરે છે અને જણાવે છે કે એ આ સમયે શું જોવે છે. એને એલેક્સા અને ગૂગલ વોઈસ આસિસ્ટન્ટથી પણ કંટ્રોલ કરી શકાય છે. એ ઉપરાંત યુઝર પોતાના અનુસાર કામ કરાવવા માટે તેને કસ્ટમાઈઝ પણ કરી શકે છે. આ રોબોટ સંપૂર્ણ રીતે વોટર રેઝિસ્ટન્ટ છે, જેના કારણે તેનો ઉપયોગ ઘરની બહાર પણ દેખરેખ માટે કરી શકાય છે.

ક્યારથી મળશેઃ અત્યારે પુષ્ટિ નથી થઈ.

ક્યાં ક્યાં મળશેઃ અત્યારે પુષ્ટિ નથી.

કેટલામાં મળશેઃ લગભગ 13 હજાર રૂપિયા.

3. પ્રોડક્ટ નોર્ડિક ટ્રેક વોલ્ટ પ્રીમિયર હોમ જિમ

કામઃ એ જિમ બેઝ્ડ પ્રોડક્ટ છે, જે AI ટેક્નિકથી સજ્જ છે. તેથી ઘરે કોઈપણ ટ્રેનર વિના યોગ્ય અને સચોટ વર્કઆઉટ શીખી શકાય છે. એ સાથે એક 60 ઈંચનો મિરર પણ મળે છે, જેમાં યુઝર પોતાનું વર્કઆઉટ ફોર્મ, મૂવમેન્ટ, અને પોશ્ચર જોઈ શકશે. ખોટી મૂવમેન્ટ થવા પર મિરર વિઝ્યુઅલ ફીડ બેક આપશે અને યુઝર મિરરમાં દેખાઈ રહેલા વર્ચ્યુઅલ ટ્રેનર પાસેથી એક્સર્સાઈઝની યોગ્ય રીત શીખી શકશે. તેમાં ડંબલ સહિત અન્ય પ્રોડક્ટ રાખવા માટે બિલ્ટ-ઈન સ્ટોરેજ પણ મળે છે. તેમાં 32 ઈંચની સ્માર્ટ HD ટચસ્ક્રીન પણ છે જેમાં વર્કઆઉટ લાઇબ્રેરી એક્સેસ કરી શકાય છે.

ક્યારથી મળશેઃ ઓફિશિયલ સાઈટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ.

ક્યાં ક્યાં મળશેઃ અત્યારે માત્ર અમેરિકામાં.

કેટલામાં મળશેઃ લગભગ 1 લાખ 45 હજાર રૂપિયામાં.

​​​​​​​4. ટચલેસ ડોર બેલઃ સંક્રમણથી સુરક્ષિત રાખતી ઘંટડી

કામઃ ઘર અને વિઝિટર્સને જીવાણુઓથી બચાવવા માટે અલાર્મ.કોમે એક ખાસ પ્રકારની ડોરબેલ રજૂ કરી છે. આ ટચલેસ વિડિયો ડોરબેલ છે, જેમ કે કોઈ ડોરમેટ પર ઊભું હશે તો એ ઓટોમેટિક વાગશે અને મોબાઈલ પર પણ અલર્ટ મળશે. કંપનીનો દાવો છે કે એ ઘરની સૌથી વધારે ટચ કરવામાં આવતી જગ્યા (ડોરબેલ)ને સુરક્ષિત રાખી શકાશે અને પરિવારને સંક્રમણથી બચાવી શકાશે. એ ઉપરાંત આ વિડિયો ડોરબેલમાં લાઈવ HD વિડિયો, સ્માર્ટ વિડિયો ક્લિપ અને ટૂ-વે ઓડિયોની સુવિધા પણ મળે છે. યુઝર ક્યાંથી પણ ડોરને મેનેજ અને અનલોક પણ કરી શકશે. એ ઉપરાંત પોર્ચની લાઈટ્સ પણ ઓન કરી શકશે.

ક્યારથી મળશેઃ અત્યારે પુષ્ટિ નથી થઈ.

ક્યાં ક્યાં મળશેઃ અત્યારે પુષ્ટિ નથી થઈ.

કેટલા રૂપિયામાં મળશેઃ લગભગ 15 હજાર રૂપિયા.

5. આર્કએક્સ સ્પોર્ટ્સ રિંગઃ રિંગથી કંટ્રોલ થશે ફોન અને સ્પીકર

કામઃ આર્કએક્સ શોમાં એક સ્પોર્ટ્સ રિંગ રજૂ કરી છે. એનાથી બાઈક ચલાવતી વખતે ફોન એક્સેસ કરી શકાશે. આ રિંગના એક છેડે એક નાની જોયસ્ટિક લગાડવામાં આવી છે. આ જોયસ્ટિકની મદદથી ન માત્ર કોલનો જવાબ આપી શકાશે, પરંતુ ગીત બદલવા સહિત ઘણાં અન્ય કામ કરી શકાશે. આ રિંગને કોઈપણ બ્લુટૂથ કંટ્રોલ્ડ ડિવાઈસથી કનેક્ટ કરી શકાશે, જેમ કે વાયરલેસ સ્પીકર અને કેમેરા. રિંગ એન્ડ્રોઈડ-iOS કમ્પેટિબલ એપની સાથે આવે છે. તેમાં તમે ઈમર્જન્સી અલાર્મ અને સ્માર્ટવોચ માટે વિવિધ સેટિંગ કસ્ટમાઈઝ કરી શકશો. કંપનીનો દાવો છે કે રિંગમાં 20 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ છે. એક કલાકના ચાર્જિંગમાં એ 5 દિવસ સુધી ચાલશે.

ક્યારે મળશેઃ ઓફિશિયલ સાઈટ પર ઉપલબ્ધ.

ક્યાં ક્યાં મળશેઃ અત્યારે અમેરિકા અને ઈંગ્લેન્ડમાં ઉપલબ્ધ.

કેટલામાં મળશેઃ લગભગ 7200 રૂપિયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser