• Gujarati News
  • Utility
  • Gadgets
  • From The New Chat Bubble To The Pro Level Of Privacy, These New Features Will Be Added To WhatsApp, Now There Is No Fear Of Chat Leaks.

વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:નવાં ચેટ બબલથી લઈને પ્રો લેવલની પ્રાઈવસી સુધી વ્હોટ્સએપમાં આ નવાં ફીચર્સ ઉમેરાશે, હવે ચેટ લીક થવાનો ડર નહિ રહે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે વ્હોટ્સએપ ચેટ બેક અપમાં પણ હાઈ લેવલ ઈન્ક્રિપ્શન મળશે
  • iOSના બીટા યુઝર્સ માટે હાલ રીડિઝાઈન ચેટ બબલ ફીચર લોન્ચ થયું

વ્હોટ્સએપ ચેટ લીક મામલો હોય કે પછી નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરવાનો નિર્ણય હંમેશાં વિવાદમાં રહેતાં હોવા છતાં વ્હોટ્સએપ પોતાના યુઝર્સને સાચવવાનું નથી ભૂલતી. વ્હોટ્સએપ ટૂંક સમયમાં નવાં ફીચર્સની વણઝાર કરવાની છે. ગ્લોબલી લોન્ચ થતાં પહેલાં આ અપકમિંગ ફીચર બીટા યુઝર્સ માટે લોન્ચ થયાં છે. આ ફીચર કયા છે અને તેનાથી તમારા વ્હોટ્સએપનો એક્સપિરિઅન્સ કેવી રીતે બદલાઈ જશે આવો જાણીએ...

ન્યૂ વોઈસ નોટ્સ ફીચર

વ્હોટ્સએપ 'ગ્લોબલ વોઈસ મેસેજ પ્લેયર' ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર ચેટની બહાર જઈને પણ કન્વર્ઝેશની ઓડિયો ફાઈલ સાંભળી શકે છે. અત્યાર સુધી આવી કોઈ સુવિધા મળતી નહોતી. વોઈસ નોટ્સ સાંભળતા સમયે યુઝર ચેટ વિન્ડો ઓપન રાખે તે જરૂરી હતું. આ નવાં ફીચરમાં ડિસ્પ્લેના ટોપ પર ઓડિયો ફાઈલ પોઝ કરવાનો અને ક્લોઝ કરવાનો ઓપ્શન પણ મળશે. લાંબા મેસેજ સાંભળતા સમયે આ ફીચર ઘણું કામનું સાબિત થશે.

રીડિઝાઈન ચેટ બબલ
નવાં ચેટ બબલમાં રાઉન્ડ, લાર્જર અને કલરફુલ ચેટ મળશે. આ નવું ફીચર iOSના વ્હોટ્સએપના 2.21.200.11 બીટા યુઝર્સને મળ્યું છે. હાલ તે ટેસ્ટિંગ ફેઝમાં છે. ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

પ્રો લેવલની પ્રાઈવસી
બોલિવુડ ડ્રગ્સ કેસ હોય કે પછી વેલનોન પર્સનાલિટીની પર્સનલ ચેટ આ તમામ હાઈપ્રોફાઈલ કેસમાં વ્હોટ્સએપ ચેટ લીક સામે આવતી હોય છે. તેનું કારણ વ્હોટ્સએપ ચેટનું બેકઅપ હોય છે. યુઝર્સની સિક્યોરિટી માટે વ્હોટ્સએપ હવે ચેટ બેક અપ ઈન્ક્રિપ્ટેડ બનાવવા જઈ રહી છે. આ ફીચરની મદદથી ગૂગલ ડ્રાઈવ અને iCloudનું બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરી શકાશે. આ ફીચરની મદદથી વ્હોટ્સએપ બેકઅપમાં રહેલી મેસેજ હિસ્ટ્રી અને મીડિયા ફાઈલ્સને હાઈ ટેક સિક્યોરિટી મળશે.

વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo પ્રમાણે, એન્ડ્રોઈડ 2.21.15.5 અને iOS 2.21.200.14નાં બીટા વર્ઝનમાં હવે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ચેટ બેકઅપ સપોર્ટ મળશે.

હાઈ લેવલ ઈન્ક્રિપ્શન
એન્ડ્રોઈડ અને iOS પર ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરવાનો ઓપ્શન મળશે. બેકઅપ ઈન્ક્રિપ્ટેડ થવા પર વ્હોટ્સએપ, ફેસબુક, એપલ અને ગૂગલ પણ યુઝર્સના કન્ટેન્ટ નહિ જોઈ શકે. કારણ કે તેમાં 64-બિટ ઈન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવશે.

આ સિવાય કંપની પ્રોફાઈલ ફોટો માટે પણ પ્રાઈવસી વધુ સિક્યોર બનાવવા જઈ રહી છે. અત્યાર સુધી વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટોમાં Everyone, My contacts અને Nobody એમ કુલ 3 સિક્યોરિટી ઓપ્શન મળતાં હતાં. હવે “My contacts except” ઓપ્શન પણ મળશે. આ નવાં ફીચરની મદદથી યુઝર સિલેક્ટેડ લોકો માટે પ્રોફાઈલ ફોટો હાઈડ કરી શકશે.

FB અને ઈન્સ્ટા જેવું મેસેજ રિએક્શન

વ્હોટ્સએપની પેરેન્ટ કંપનીની એપ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ વ્હોટ્સએપમાં પણ મેસેજની નીચે રિએક્શન જોવા મળશે. આ ફીચર પર્સનલ ચેટ અને ગ્રુપ બંને માટે લોન્ચ થશે. અર્થાત ગ્રુપમાં કોઈ એક મેમ્બરના મેસેજ પર અન્ય ગ્રુપ મેમ્બર રિએક્ટ કરી શકશે. કયા મેમ્બરે કેવું રિએક્શન આપ્યું તે ગ્રુપના તમામ મેમ્બર્સ જોઈ શકશે. હાલ આ ફીચરનું ટેસ્ટિંગ iOS ડિવાઈસ પર થઈ રહ્યું છે. બીટા ટેસ્ટિંગ સફળ થતાં iOS યુઝર્સ માટે આ ફીચર લોન્ચ થશે. ટૂંક સમયમાં કંપની એન્ડ્રોઈડ બીટા ટેસ્ટિંગ પણ શરૂ કરશે.

કસ્ટમાઈઝ બેકઅપ
રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ ચેટ અને મીડિયા ફાઈલ્સના બેકઅપ માટે પણ નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. નવાં ફીચરમાં યુઝરને ડોક્યુમેન્ટ્સ અને ફોટોઝ એક્સક્લુડ કરવાનો ઓપ્શન મળશે.

અન્ય સમાચારો પણ છે...