બે વર્ષ પછી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) 2023 ફિઝિકલ ફોર્મેટમાં પરત ફરી રહ્યું છે. 5-8 જાન્યુઆરી વચ્ચે તેનું આયોજન લાસ વેગસ કન્વેક્શન સેન્ટરમાં થશે. વિશ્વનાં આ સૌથી મોટા ટેક શોમાં અંદાજે 2400 કંપનીઓ ભાગ લઈ રહી છે. સોની, સેમસંગ, LG, AMD, ઈન્ટેલ, NIVIDA જેવી પ્રમુખ કન્ઝ્યુમર ટેક બ્રાન્ડ પણ તેમાં સામેલ છે. ચાલો જાણીએ આ વર્ષે CESમાં શું નવું જોવા મળી શકે?
પહેલું વાયરલેસ OLED ટીવી
CESમાં વિશ્વનું પહેલું વાયરલેસ OLED ટીવી લોન્ચ કરવામાં આવી શકે. તેને અમેરીકી કંપની ડિસ્લેસે તૈયાર કર્યું. આ ટીવી 2023ના અંતે બજારમાં જોવા મળશે. તે ટચ અને વોઈસ કમાન્ડ પર ચાલશે. તેને હાથનાં ઈશારાઓથી પણ કંટ્રોલ કરી શકાશે.
હાઈ એન્ડ ગેમિંગ મોનિટર
LG લેટેસ્ટ ફ્લેગશિપ ગેમિંગ મોનિટર ‘LG ULTRAGEAR OLED’ લોન્ચ કરશે. તેમાં 240Hz રિફ્રેશ રેટ જેવી સુવિધાઓ મળશે. કંપની OLED અને વેબ OS ટેક્નોલોજીની સાથે નવુ સ્માર્ટ ટીવી, સાઉન્ડબાર અને સ્પીકર્સ સિવાય સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.
વિશ્વનું પહેલું ડ્યુઅલ UHD ગેમિંગ મોનિટર
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે પોતાની મોનિટર લાઈનઅપમાં નવુ મોડેલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમાં વિશ્વનું પહેલું ડ્યુઅલ UHD ગેમિંગ મોનિટર ODC NEO G9 સામેલ છે. સેમસંગની ઓડિસી, વ્યૂફિનિટી અને સ્માર્ટ મોનિટર લાઈનઅપમાં નવી રજૂઆત ભવ્ય ઈમેજ ક્વોલિટી પૂરી પાડશે. તેમાં અનેક ઈનોવેટિવ ફીચર્સ મળશે.
ડેલ
ડેલે પોતાના નવા ગેમિંગ લેપટોપની જાહેરાત કરી દીધી છે, જેમાં નેક્સ્ટ જનરેશન એલિયનવેર એક્સ સીરીઝ અને એલિયનવેર M સીરિઝ લેપટોપ સામેલ છે. તે 13મી જનરેશનનાં ઈન્ટેલ કોર CPU અને GPUની RTX 4000 સીરીઝથી સજજ છે. તે લેપટોપ પોતાના પહેલાનાં લેપટોપની તુલનામાં પાતળા હોવાની સંભાવના છે અને સારા એવા કૂલિંગ સોલ્યુશનથી સજજ છે.
હેલ્થ ટ્રેક માટે સ્માર્ટ રિંગ
હેલ્થકેર સોલ્યુશન કંપની મોનવો હેલ્થ વિશેષ રુપથી મહિલાઓનાં સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે એક સ્માર્ટ રિંગ ‘AV’ ડિઝાઈન કરી છે. CES 2023માં તેને લોન્ચ કરવામાં આવી શકે. AV હાર્ટરેટ, SPO2 બ્લડમાં ઓક્સિજન લેવલની જાણકારી આપશે. તે સિવાય ઓવ્યૂલેશન ટ્રેકિંગ, માસિક ધર્મનાં લક્ષણોની ટ્રેકિંગ, એક્ટિવિટી પ્રોફાઈલ વગેરેની માહિતી પણ પૂરી પાડે છે. સ્માર્ટરિંગની કિંમત અંદાજે 25 હજાર રુપિયા પણ હોઈ શકે.
સેમસંગ નવુ ફ્રિજ લોન્ચ કરશે
સેમસંગ 32 ઈંચનું ટચસ્ક્રિન ડિસ્પ્લે સાથે નવુ ફ્રિજ ‘બિસ્પોક રેફ્રિજરેટર ફેમિલી હબ પ્લસ’ લોન્ચ કરશે. જૂના સેમસંગ ફેમિલી હબ રેફ્રિજરેટર્સમાં 21.5 ઈંચની ડિસ્પ્લે હતી. નવા ફ્રિજનું ઇન્ટિગ્રેટેડ સ્માર્ટથિંગ્સ હબ બહુવિધ સ્માર્ટથિંગ્સ ડિવાઈસીસને નિયંત્રિત અને મોનિટર કરી શકે છે. તે છ સ્માર્ટથિંગ્સ હોમલાઈફ સર્વિસિઝને ટેકો આપે છે - એર કેર, હોમ કેર, પેટ કેર, કપડાંની સંભાળ, એનર્જી અને કૂકિંગને સપોર્ટ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.