નવાં વર્ષે જો તમે ગિફ્ટ આપવા માટે કોઈ ગેજેટ ખરદીવા માગો છો તો હાલ જ તેની ખરીદી કરી લો. કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મથી ખરીદી કરવા પર સસ્તામાં તો પ્રોડક્ટ મળી જશે પરંતુ ડિલિવરીમાં 2-3 દિવસ લાગશે. તેથી અત્યારથી જ તમે ગિફ્ટની ખરીદી કરી લો. આજે અમે તમારા માટે 10 ગેજેટ્સનું લિસ્ટ તૈયાર કર્યું છે જે ગિફ્ટ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે...
1. બોલ્ટ ઓડિયો પ્રો બાસ
તેમાં 12 કલાકની બેટરી લાઈફ અને 3-4 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. તેને IPX5 રેટિંગ મળ્યું છે અર્થાત તેના પર પાણી પડે તો તે ખરાબ થતો નથી. તેમાં બિલ્ટ ઈન માઈક અને અસિસ્ટન્ટ વોઈસ કમાન્ડ માટે કન્ડેન્સર માઈક્રોફોન મળે છે.
2. Mi સ્માર્ટબેન્ડ 5
આ બેન્ડમાં 1.1 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે. તેની 125mAhની બેટરી 2 અઠવાડિયાંનું બેકઅપ આપે છે. તેમાં 11 પ્રકારના સ્પોર્ટ્સ મોડ મળે છે. તેને 5ATMનું વોટર રેઝિસ્ટન્સ મળે છે. આ બેન્ડ પહેરી સ્વીમિંગ કરી શકાય છે. તેમાં મેન્સ્ટ્રુઅલ સાઈકલ ટ્રેકિંગ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે.
3. ફાયર બોલ્ટ ફુલ ટચ સ્માર્ટ વોચ
તેમાં 2.5D કર્વ્ડ હાઈ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળે છે. તેની મદદથી તમે ઓક્સીજન લેવલ, હાર્ટ રેટ, BP સહિતની ફિટનેસ એક્ટિવિટી ટ્રેક કરી શકો છો. તે 8 દિવસનું બેટરી બેકઅપ અને 350 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે.
4. ફિલિપ્સ ઓડિયો TAT1225 વાયરલેસ ઈયરબડ્સ
તેમાં કોલિંગ, કોલ રિજેક્શન અને મ્યુઝિક કન્ટ્રોલ એક્સેસ મળે છે. તે 18 કલાકનું પ્લેબેક આપે છે. સિંગલ ચાર્જમાં તે 6 કલાક સુધી ચાલે છે.
5. બોટ રોકર્ઝ 450 બ્લુટૂથ વાયરલેસ હેડફોન
તેની 300mAhની બેટરીથી 8 કલાક સુધી નોનસ્ટોપ પ્લેબેક મેળવી શકાય છે. તેના કમ્ફર્ટેબલ પ્લગ યુઝરને સારો એક્સપિરિઅન્સ આપે છે.
6. સીગેટ એક્સપાન્શન USB 3.0 પોર્ટેબલ
સીગેટ એક્સપાન્શન હાર્ડ ડ્રાઈવમાં 1TB સુધીનું સ્ટોરેજ સ્ટોર કરી શકાય છે. તે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ બેકએપ ઓટોમેટિક આઈડેન્ટિટી માટે પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવને પોતાના વિન્ડોઝ કમ્પ્યુટરથી કનેક્ટ કરે છે.
7. પીટ્રોન બાસબડ્સ ડુઓ
આ TWS હેડફોનમાં ઈમર્સિવ સ્ટીરિયો સાઉન્ડ, ડીપ બાસ, સ્માર્ટ ટચ કન્ટ્રોલ મળે છે. ચાર્જિંગ કેસ સાથે તે 15 કલાકનું બેકઅપ આપે છે. ક્લિયર ક્વોલિટી માટે તેમાં બિલ્ટ ઈન HD માઈક અને નોઈઝ કેન્સલેશન મળે છે. તેને IPX4 વોટર/સ્વૅટ રેઝિસ્ટિંગ સર્ટિફિકેટ મળ્યું છે.
8.U&I બ્લુટૂથ સાઉન્ડબાર
આ સાઉન્ડબારથી મ્યુઝિક અને મૂવીઝની મજા વધુ સારી રીતે લઈ શકાય છે. બ્લુટૂથ 5.0 ની મદદથી સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપ સાથે સાઉન્ડબાર કનેક્ટ કરી શકાય છે. તેમાં 10 વૉટના સ્પીકર્સ સાથે 1200mAhની બેટરી મળે છે.
9. પોટ્રોનિક્સ હાર્મોનિક્સ 230 વાયરલેસ નેકબેન્ડ
તેમાં એક્ટિવ CVC 8.0 નોઈઝ રીડક્શન ટેક્નોલોજી મળે છે. તેમાં 10mmનાં ડાયનેમિક ડ્રાઈવર્સ મળે છે. નેકબેન્ડની બેટરી 20 મિનિટ ચાર્જ થવા પર 4 કલાકનો પ્લેબેક ટાઈમ અને 5 મિનિટના ચાર્જ પછી 2 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે.
10. ઝેબ્રોનિક્સ ઝેબ કાઉન્ટી
કેરી હેન્ડલ સહિતના આ વાયરલેસ સ્પીકરમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ મળે છે. તેમાં USB, SD કાર્ડ અને FM રેડિયો અને કોલ ફંક્શન પણ મળે છે. ઝેબ્રોનિક્સ સ્પીકરમાં 1 વર્ષની વૉરન્ટી મળે છે. તેનાં 9 કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેનો ચાર્જિંગ ટાઈમ 4-5 કલાકનો છે. સિંગલ ચાર્જમાં તે 10 કલાકનો પ્લેબેક ટાઈમ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.