ગૂગલ તરફથી ગેમિંગ લવર્સ માટે એક ગુડ ન્યૂઝ છે. હવે એન્ડ્રોઈડ મોબાઈલ ગેમ્સની મજા લેપટોપ અને PC પર પણ માણી શકાશે. ગૂગલે નવી અપડેટ માટે તૈયારી કરી છે. ટેક વેબસાઈટ 'ધ વર્જ'ના રિપોર્ટ પ્રમાણે ગૂગલ પ્લે ગેમ્સ 2022થી PC અને લેપટોપ પર પણ રમી શકાશે. આ ગેમ વિન્ડોઝ લેપટોપ, ડેસ્કટોપ અને ટેબ્લેટ પર સપોર્ટ કરશે.
ગૂગલે નવી સિસ્ટમ તૈયાર કરી
એન્ડ્રોઈડ અને ગૂગલ ગેમના ગૂગલ પ્રોડક્ટ ડાયરેક્ટર ગ્રેગ હાર્ટરેલે એક વેબસાઈટના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ નવી અપડેટ ગૂગલે તૈયાર કરી છે. હાર્ટરેલે જણાવ્યું હતું કે ગેમર્સને તેમની ફેવરિટ ગેમ્સનો એક્સેસ આપવા માટે કંપની પ્રયાસ કરી રહી છે. નવી અપડેટ ઘણા પ્લેટફોર્મ પર લોન્ચ થશે.
ડેસ્કટોપ પર પણ ગેમ રમી શકાશે
ગૂગલના પ્રવક્તા એલેક્સ ગાર્સિયા-કુમર્ટે 'ધ વર્જ'ને જણાવ્યું કે, નવી અપડેટ ગૂગલે તૈયાર કરી છે. આ નવી અપડેટ માટે માઈક્રોસોફ્ટ, બ્લૂસ્ટેક સહિત કોઈ પણ કંપની પાર્ટનર નથી. અપકમિંગ એપ્લિકેશનથી ફોન, ટેબ્લેટ અને ક્રોમબુક સિવાય ડેસ્કટોપ PC પર પણ ગેમ રમી શકાશે.
રિપોર્ટ પ્રમાણે, ગૂગલ 'ધ ગેમ અવોર્ડ્સ' માટે એપ ડેવલપ બનાવી રહી છે. આ અપડેટ આવતાં વર્ષે રિલીઝ થશે. જોકે ગૂગલ એપ્સને વિન્ડોઝ પર સપોર્ટ આપવા માટે ગૂગલ કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે તે હજુ સસ્પેન્સ છે.
રિપોર્ટ પ્રમાણે ક્લાઉડ સ્ટ્રીમિંગને બદલે ગેમ લોકલ રીતે ચાલશે. આ ગૂગલે તૈયાર કરેલી એક દેશી વિન્ડોઝ એપ હશે. વિન્ડોઝ 10 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર તે સપોર્ટ કરશે. હાર્ટરેલે જણાવ્યું કે, તેમાં ગેમ સ્ટ્રીમિંગ સામેલ નથી. કંપની પોતે જ આ ડિસ્ટ્રીબ્યુટ કરશે. ગૂગલે આ જાહેરાત માઈક્રોસોફ્ટના એન્ડ્રોઈડ એપનું ટેસ્ટિંગ વિન્ડોઝ-11 PC પર કર્યા બાદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.