• Gujarati News
  • Utility
  • Gadgets
  • From January 4, BlackBerry Phone Service, Including SMS, WiFi Will Not Work, The Company Will Permanently Shut Down Its Operating System.

બ્લેકબેરી યુઝર્સ અલર્ટ:4 જાન્યુઆરીથી બ્લેકબેરી ફોન પર કોલ, SMS વાઈફાઈ સહિતની સર્વિસ કામ નહિ કરે, કંપની તેની ઓપરેટિંગ સિસ્ટમ કાયમી બંધ કરશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લેકબેરી 7.1 OS અને તેની પહેલાંના સોફ્ટવેર સપોર્ટ કરતા ડિવાઈસ કોઈ કામના નહિ રહે

નોકિયાની ઓપરેટિંગ સિસ્ટમ બાદ હવે બ્લેકબેરી OSના પાટિયા પડવા જઈ રહ્યા છે. કંપની 4 જાન્યુઆરીથી બ્લેકબેરી OS સિસ્ટમ સપોર્ટ બંધ કરી દેશે. બ્લેકબેરીનો એવો સ્માર્ટફોન જેમા બ્લેકબેરી OS હોય તે કામ નહિ કરે. આ પહેલાં નોકિયાએ સિમ્બિયન OS સપોર્ટ બંધ કર્યો હતો.

બ્લેકબેરીએ વર્ષો પહેલાં QWERTY કીપેડ બ્લેકબેરી OS ફોનનું પ્રોડક્શન બંધ કર્યું હતું. હવે કંપની ક્લાસિક બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10 પાવર્ડ સ્માર્ટફોન માટે સપોર્ટ કાયમી બંધ કરવા જઈ રહી છે. કંપની તેના યુઝર્સને અલર્ટ કરી રહી છે.

કંપનીના નોટિફિકેશન પ્રમાણે બ્લેકબેરી 7.1 OS અને તેની પહેલાંના સોફ્ટવેર, બ્લેકબેરી પ્લેબુક OS 2.1 અને તેનાથી જૂનાં વર્ઝન સપોર્ટ કરતા ડિવાઈસ માટે 4 જાન્યુઆરી, 2022થી સર્વિસ બંધ થઈ જશે. આ તારીખથી બ્લેકબેરી સોફ્ટવેર સપોર્ટ કરતા ડિવાઈસ પર ડેટા, ફોન કોલ સહિતની સર્વિસ કામ નહિ કરે.

ફેબ્રુઆરી 2020માં TCLએ બ્લેકબેરી ફોનનું પ્રોડક્શન બંધ કરવાની જાહેરાત કરી હતી. કંપનીનો છેલ્લો ફોન બ્લેકબેરી 'KEY2 LE' હતો. 2020માં ટેક્સાસના સ્ટાર્ટઅપ ઓનવર્ડ મોબિલિટીએ 2021માં 5G બ્લેકબેરી ફોન લોન્ચ કરવાનું ટીઝર જાહેર કર્યું હતું.

કોલ, કનેક્ટિવિટી અને SMS બંધ
બ્લેકબેરીના અલર્ટ પ્રમાણે, 4 જાન્યુઆરીએથી સેલ્યુલર અને વાઈફાઈ કનેક્ટિવિટી સર્વિસ ફોનમાં બંધ થઈ જશે. યુઝર ફોન કોલ, સેલ્યુલર ડેટા, SMS અને ઈમર્જન્સી કોલ સર્વિસનો ઉપયોગ નહિ કરી શકે છે. આ ફેરફારની અસર એન્ડ્રોઈડ OS પર રન કરનારા બ્લેકબેરી ફોન પર નહિ પડે. જો તમારા બ્લેકબેરીના ફોનમાં બ્લેકબેરીની જ OS હોય તો ફોનના ડેટાનું બેકઅપ લઈ લો.

અન્ય સમાચારો પણ છે...