તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • From Google Pixel To IPhone Smartphones Are Getting Bumper Discounts, As Well As Exchange Offers And Additional Discounts In Flipkart Big Days Sale, See List

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ:ગૂગલ પિક્સલથી લઈને આઈફોનના સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, સાથે જ એક્સચેન્જ ઓફર અને એડિશનલ ડિસ્કાઉન્ટ પણ; જુઓ લિસ્ટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સેલમાં તમામ પ્રોડક્ટસ પર HDFCના કાર્ડ પર ઈન્સ્ટન્ટ 10%નું ડિસ્કાઉન્ટ મળશે
  • ગૂગલના પોપ્યુલર ફ્લેગશિપ સ્માર્ટફોન પિક્સલ 4a પર આ સેલમાં 15%નું ડિસ્કાઉન્ટ મળશે
  • એપલ આઈફોન 11ની ખરીદી ₹7000નાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર હાલ 'બિગ સેવિંગ ડેઝ' સેલ ચાલી રહ્યો છે. ગઈ કાલથી આ સેલ શરૂ થઈ ગયો છે 7 મે સુધી આ સેલ ચાલશે. આ સેલમાં એપલ, શાઓમી, રિયલમી સહિતની બ્રાન્ડના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્માર્ટફોન સાથે લેપટોપ અને ટીવીની ખરીદી પણ ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. આવો તેના લિસ્ટ પર એક નજર કરીએ...

ગૂગલ પિક્સલ 4a

ગૂગલના પોપ્યુલર ફ્લેગશિપ સ્માર્ટફોન પિક્સલ 4a પર આ સેલમાં 15%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ 6GB+128GB વેરિઅન્ટ પર મળશે. સેલમાં ફોનની ખરીદી 26,999 રૂપિયામાં કરી શકાશે. આ પહેલાં તેની કિંમત 31,999 રૂપિયા હતી.

રિયલમી

રિયલમીના X50 પ્રો પ્રીમિયમ ફોન પર 17 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનનું 8GB+128GB વેરિઅન્ટ સેલમાં 24,999 રૂપિયામાં ખરીદી શકાશે. રિયલમી નાર્ઝો 30 પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 14 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ફોનનું 6GB રેમ વેરિઅન્ટ 15,999 રૂપિયામાં અવેલેબલ છે.

એપલ આઈફોન 11

6.1 ઈંચ LCD રેટિના ડિસ્પ્લે ધરાવતા આ સ્માર્ટફોન પર સેલમાં 7000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ સાથે ફોનનાં 64GB વેરિઅન્ટને 44,999 રૂપિયામાં ખરીદી શકાશે.

hp 15s Ryzen 3 Dual Core 3250U

hpનું આ લેપટોપ 5010 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 39,490 રૂપિયામાં અવેલેબલ છે. આ લેપટોપમાં 15.6 ઈંચની સ્ક્રીન અને 8GBની રેમ મળે છે.

Vaio SE Series Core i5

14 ઈંચનું આ લેપટોપ સેલમાં 21,510 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 62,990 રૂપિયામાં ખરીદી શકાશે. આ લેપટોપમાં 8GBની રેમ અને 512GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.

આ સાથે અનેક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં ડિસ્કાઉન્ટ સાથે કંપની HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડની ખરીદી પર 10% એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સાથે ગ્રાહકોને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે.