• Gujarati News
  • Utility
  • Gadgets
  • From Clean Air Delivery Rates To Filter Systems, There Are 6 Things To Keep In Mind When Buying An Air Purifier.

ટેક બાઈંગ ગાઈડ:ક્લિન એર ડિલિવરી રેટથી લઈને ફિલ્ટર સિસ્ટમ સુધી, એર પ્યુરીફાયર ખરીદી રહ્યા છો તો આ 6 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એર પ્યુરીફાયર કેટલું અસરકારક છે તે માપવા માટે CADRએ આંતરરાષ્ટ્રીય માપદંડ છે
  • કેટલાક મોડેલ રિમોટ કંટ્રોલ તો કેટલાક મોડેલ WiFi કનેક્ટિવિટીની સાથે આવે છે

દેશમાં એર પોલ્યુશન મુદ્દો જૂનો નથી. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્ય હંમેશાં તેમના એર પોલ્યુશન લેવલને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ દિવાળી પહેલા ઘણા સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પરંતુ હવે આ સમસ્યા કાયમની બની ગઈ છે. દિવસેને દિવસે હવા ઝેરી થઈ રહી છે જેના કારણે એર પ્યુરીફાયર હવે ઘરની જરૂરિયાત બની ગયા છે. અગાઉની સિરીઝમાં અમે તમને પાંચ પોપ્યુલર એર પ્યુરીફાયર વિશે જણાવ્યું હતું. જો તમે એર પ્યુરીફાયર ખરીદવા જઈ રહ્યા છો તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, તે વિશે અમે અહીં જણાવી રહ્યા છીએ...

1. કયા આકારનું રૂમમાં ઉપયોગ કરવાનું છે
એર પ્યુરીફાયર ખરીદતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેને કયા પ્રકારના રૂમમાં ઉપયોગ કરવાનું છે. બેડરૂમ અથવા સ્ટડી માટે પ્યુરીફાયર લેવા માગો છો તો શરૂઆતના સ્તરે મશીનોથી કામ ચાલી જશે. મોટી સાઈઝના રૂમ માટે તમારે મોટું પ્યુરિફાયર જોઈતું હોય તો તે મોંઘુ પડશે કેમ કે થઈ શકે છે કે તમારે એકથી વધારે પ્યુરીફાયર લેવા પડે. જો કે, તમામ પ્યુરીફાયરમાં એ વાતનો ઉલ્લેખ હોય છે કે તેઓ કેટલા ક્ષેત્રફળમાં અસરકારક તરીકે કામ કરી શકે છે. તેથી ખરીદતા પહેલા તે જરૂરથી ચેક કરવું.

2. પ્યુરીફાયરનું સીએડીઆર (CADR) લેવલ કેટલું છે
CADRનો અર્થ થાય છે ક્લીન એર ડિલિવરી રેટ. એર પ્યુરીફાયક કેટલુ અસરકારક છે, આ તેને માપવાનું આંતરરાષ્ટ્રીય માપદંડ છે. તેને રૂમના ક્ષેત્રના આધારે ગણવામાં આવે છે. તેનાથી ખબર પડે છે કે પ્યુરીફાયર કેટલી ઝડપથી રૂમની હવાને શુદ્ધિકરણ કરશે.

3. પ્યુરીફાયરમાં કઈ ફિલ્ટ્રેશન સિસ્ટમ છે
ફિલ્ટ્રેશન સિસ્ટમ પ્યુરીફાયરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. એન્ટ્રી લેવલના મોટાભાગના પ્યુરીફાયર ત્રણ લેયરવાળા ફિલ્ટર સિસ્ટમની સાથે આવે છે. તેમાં પ્રી-ફિલ્ટર, હેપા ફિલ્ટર અને કાર્બન ફિલ્ટર સામેલ છે. તે પ્રદૂષક એટલે પોલ્યુટેન્ટ, ધૂળના કણો અને ગંધ દૂર કરવાનું કામ કરે છે. કેટલાક પ્યુરીફાયરમાં આ ત્રણેય એક જ ફિલ્ટર યુનિટમાં જોડવામાં આવે છે. અન્યમાં તે ત્રણ અલગ અલગ હોય છે. તેને અલગ અલગ રીતે બદલી શકાય છે.

4. પોલ્યુશન ઇન્ડિકેટર
એન્ટ્રી-લેવલના મોટાભાગના પ્યુરિફાયર બેઝિક LED ઇન્ડિકેટર સિસ્ટમથી સજ્જ હોય છે. તે એર ક્વોલિટી વિશે જણાવે છે. પ્યુરિફાયરના ઘણાં નવાં મોડેલ્સમાં ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ્સ પણ આવી રહી છે. ડિસ્પ્લેમાં રૂમમાં હવાની ક્વોલિટીનું લેવલ શું છે એ જોવા મળે છે. તેનાથી તમે એ સરળતાથી જાણી શકશો કે ક્યારે પ્યુરિફાયરને મેક્સિમમ લેવલ પર ચલાવવાનું છે અને ક્યારે લો લેવલ પર રાખવાનું છે.

5. રિમોટ કન્ટ્રોલ છે કે નહીં એ ચેક કરવું
મોટાભાગના એર પ્યુરિફાયર રિમોટ કંટ્રોલ સાથે નથી આવતા. ખાસ કરીને સસ્તાં મોડેલ્સ. તેથી, દર વખતે મોડ બદલવા અથવા ફંક્શન એનેબલ/ડિસેબલ કરવા માટે તમારે જાતે જ ઊભા થવું પડશે. આ જ કારણ છે કે, અમે તમને આ પ્રકારનું પ્યુરિફાયર ખરીદવાની સલાહ આપી રહ્યા છીએ. તે રિમોટ કન્ટ્રોલ સાથે આવતું હોવાથી ચલાવવામાં સરળ રહે છે. કેટલાક સ્માર્ટ એર પ્યુરિફાયર્સ વાઇફાઇ સાથે કનેક્ટ થઈ જાય છે. જો તમારું બજેટ વધારે હોય તો તમે તેને એપ્લિકેશનથી પણ કન્ટ્રોલ કરી શકો છો.

6. ફિલ્ટર રિપ્લેસમેન્ટની શું સુવિધા છે?
હવાને સાફ કરવા માટે એર પ્યુરિફાયર સંપૂર્ણપણે ફિલ્ટર્સ પર આધાર રાખે છે. મોટાભાગના ફિલ્ટર્સ ફક્ત થોડા મહિના જ ચાલે છે. તેને નવા ફિલ્ટર્સથી રિપ્લેસ કરવા પડે છે. સારી બાબત એ જ રહેશે કે ફિલ્ટર્સને બદલવાની કિંમત અગાઉથી નક્કી કરવી જોઈએ, નહીં તો પાછળથી ખર્ચ મોટો લાગે છે.