તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • From Bengaluru based Startup Ether Energy To Accessories Maker Zero One, These Indian Companies Will Showcase Their Innovations At The Event.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CES 2021:બેંગલુરુ બેઝ્ડ સ્ટાર્ટઅપ એથર એનર્જીથી લઈને એક્સેસરીઝ બનાવનાર ઝીરો વન સુધી, આ ભારતીય કંપનીઓ ઈવેન્ટમાં પોતાનાં ઈનોવેશન રજૂ કરશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંગલુરુ બેઝ્ડ એપ્ટિનર મેક્ટ્રોનિક્સ કંપની ઓટો યુટિલિટી પ્રોડક્ટ બનાવે છે
  • એથર એનર્જી સ્ટાર્ટઅપ કંપની ઈલેક્ટ્રિક મોબિલિટી સેગમેન્ટમાં કામ કરે છે

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ 2021 આવતીકાલથી શરૂ થશે. લાસ વેગસમાં થનારા દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ શૉમાં આ વર્ષે 1964 એક્ઝિબિટર્સ ભાગ લેશે. જોકે તેમાંથી માત્ર 9 જ એક્ઝિબિટર્સ ભારતીય છે. આ સ્વદેશી કંપની કઈ છે અને કયા સેક્ટરમાં એક્ટિવ છે આવો જાણીએ...

1. એપ્ટિનર એક્ટ્રોનિક્સ લિમિટેડ
બેંગલુરુ બેઝ્ડ એપ્ટિનર મેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ઈનોવેશન બેઝ્ડ કંપની છે. તે ઓટો યુટિલિટી પ્રોડક્ટ બનાવે છે. કંપનીની ઓફિશિયલી સાઈટ પર આપેલી માહિતી અનુસાર, કંપની ફુલ ફેસ હેલ્મેટમાટે અલગ અલગ પોર્ટેબલ કૂલર ડેવલપ કરી ચૂકી છે. ગરમી હોય કે લોન્ગ ડ્રાઈવ દરમિયાન તે રાઈડરને આરામદાયક રાઈડનો અનુભવ કરાવે છે. ઈવેન્ટમાં કંપની પોતાની ઈનોવેટિવ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.

2. એથર એનર્જી
એથર ભારતની સ્ટાર્ટઅપ કંપની છે, જે ઈલેક્ટ્રિક મોબિલિટી સેગમેન્ટમાં કામ કરે છે. કંપનીનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે અને ભારત સહિત ઘણા શહેરોમાં કંપનીની ડીલરશિપ છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે, હાલ કંપનીના 2 મોડલ એથર 450 પ્લસ અને 450 એક્સ વેચાણ માટે અવેલેબલ છે. તે ઘણાં એડવાન્સ ફીચર્સથી કનેક્ટેડ છે. અલગ અલગ મોડેલ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટરની પ્રારંભિક કિંમત 1.27 લાખ રૂપિયા છે. CESમાં કંપની કોઈ નવું મોડેલ રજૂ કરી શકે છે.

3. મોનાર્ક ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ
મોનાર્ક એક લીડિંગ આઈટી સર્વિસ પ્રોવાઈડર છે. તે બ્રોડકાસ્ટ, વીડિયો એડિટિંગ સોલ્યુશન્સ અને ફોટો ઈમેજિંગ સોફ્ટવેર તેમજ પ્રિન્ટિંગ સોલ્યુશન ફીલ્ડમાં ઘણા વર્ષોથી એક્ટિવ છે.

4. નિયોસોફ્ટ ટેક્નોલોજીસ
નિયોસોફ્ટ એક સર્ટિફાઈડ ગ્લોબલ આઈટી કન્સલટિંગ અને સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની છે. ઓફિશિયલ સાઈટ પ્રમાણે, કંપનીના 7 ડિલિવરી સેન્ટર્સમાં 2000થી વધારે સોફ્ટવેર કન્સલ્ટન્સ કામ કરે છે. નિયોસોફ્ટનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. સાથે અમેરિકા, યુકે, દુબઈ, ઈટાલી, જર્મની, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં પણ ઓફિસ છે.

5. પ્રગતિ ફાઉન્ડેશન
પ્રગતિ ફાઉન્ડેશન ઓટોમાબાઈલ, BFSI, FMCG, એન્ટરટેઈનમેન્ટ એન્ડ મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, લોજિસ્ટિક, એન્જિનિયરિંગ, રિટેલ અને ટેલિકમ્યુનિકેશન સહિત ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. આ સિવાય ફાઉન્ડેશન બેરોજગાર અને મહિલાઓ માટે સમ્માનજનક આજીવિકા માટે પ્રેરિત કરવાનું કામ કરે છે.

6. ટાટા એલેક્સી
કંપનીની ઓફિશિયલ સાઈટ પ્રમાણે, ટાટા એલેક્સી 11-14 જાન્યુઆરી સુધીની આ ઈવેન્ટમાં પાર્ટિસિપેટ કરશે. જ્યાં કંપની ઓટોમેટિવ, મીડિયા એન્ડ કમ્યુનિકેશન, સ્માર્ટ હોમ અને ડિજિટલ હેલ્થથી જોડાયેલી પ્રોડક્ટ્સ રજૂ કરશે.

7. વીહિયર હિયરિંગ સોલ્યુશન્સ
આ કંપની પ્રભાવી અને અફોર્ડેબલ હિયરિંગ સોલ્યુશન્સ ડેવલપ કરે છે. કંપની ઈયર ફોન્સ હેડ ફોન્સના વિકલ્પ તરીકે વીહિયર ઓએક્સ ઓપન ઈયર અને હેલ્થ ફ્રેન્ડલી એક્સપિરિઅન્સ ડિવાઈસ ડેવલપ કરી ચૂકી છે. તે મોબાઈલ એપથી કન્ટ્રોલ થાય છે.

8. ઝીરો 1 ટેક્ટ્રોનિક્સ LLP
કંપની યુનિક સ્માર્ટફોન એક્સેસરીઝ મેન્યુફેક્ચરર છે. કંપનીના પોર્ટફોલિયોમાં અત્યાર સુધી પાવર બેન્ક, વોલ ચાર્જર, કાર ચાર્જર અને USB કેબલ જેવી પ્રોડક્ટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser