તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Free WiFi Safety Tips| Hackers Will No Longer Be Able To Steal Personal Data By Luring Free Wi Fi, Just Do This Small Setting In The Phone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ગાઈડ:ફ્રી વાઈ-ફાઈની લાલચ આપી હવે હેકર્સ તમારો પર્સનલ ડેટા ચોરી નહિ કરી શકે, આ સેટિંગ ફોલો કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રી વાઈ-ફાઈની લાલચ આપી હેકર્સ ફોન હેક કરી ડેટા ચોરી કરી શકે છે
  • સુરક્ષિત રહેવા માટે Detect Suspicious Networks ઓન રાખો

ફ્રી વાઈ-ફાઈ મળે તો લોકો ખુશ થઈ જાય છે અને કોઈ પણ વિચાર કર્યા વગર નેટવર્કથી કનેક્ટ કરી તેનો ઉપયોગ કરવા લાગે છે. ઘણી વખત ફ્રી વાઈ-ફાઈની મજા ભારે પડી શકે છે. ઘણા હેકર્સ ફ્રી વાઈ-ફાઈની લાલચ આપી ડેટા ચોરી કરે છે.

જો તમે પણ ફ્રી વાઈ-ફાઈની શોધમાં છો તો અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છે, જેનાથી તમે મલિશિયસ અથવા સંવેદનશીલ વાઈ-ફાઈ નેટવર્કથી બચી શકો છો.

હેકર્સે ગ્રોસરી કંપની બિગ બાસ્કેટ પરથી યુઝર્સનો ડેટા ચોરી કર્યો, ડાર્ક વેબ પર 30 લાખ રૂપિયામાં વેચ્યો હોવાનો દાવો

આ એપથી ફોન પર એક સાથે 2થી વધારે ફેસબુક અકાઉન્ટ ઓપન થશે, ચેટ પણ ડિલીટ કરી શકાશે

1. સૌ પ્રથમ તમારા ફોનના Settingsમાં જઈને Connections પર જાઓ.

2. અહીં Wifi જોવા મળશે, તેના પર ટેપ કરી તેની અંદર (થ્રી ડોટ્સ પર ક્લિક કરો) સેટિંગ્સ પર ક્લિક કરી Advanced પર જાઓ.

3. Advanced પર ક્લિક કરતા જ તમારી સામે ઘણા ઓપ્શન જોવા મળશે, તેમાંથી તમે Detect Suspicious Networks શોધી તેને ઓન કરો.

Detect Suspicious Networks સેટિંગનું કામ એ છે કે જ્યારે તમે વાઈ-ફાઈ નેટવર્કથી કનેક્ટ થાઓ છો અને જો તે નેટવર્ક પર સંવેદનશીલ ગતિવિધિઓ હોય અથવા હેકર્સ તે નેટવર્કનાં માધ્યમથી તમારા ફોનમાં ડેટા ચોરીનો પ્રયત્ન કરે છે, તો આ સેટિંગ તરત જ યુઝરને અલર્ટ કરી તે નેટવર્કથી ફોનને આપમેળે ડિસકનેક્ટ કરે છે, જેનાથી તમારો ડેટા સુરક્ષિત રહે છે.

નોંધ: જ્યારે પણ કોઈ વાઈ-ફાઈ નેટવર્કથી ફોન કનેક્ટ કરો ત્યારે સુરક્ષા માટે આ સેટિંગ હંમેશાં ઓન રાખો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો