ઓલા ઈલેક્ટ્રિક પોતાની S1 રેન્જ સાથે હાલના મહિનાઓમાં ભારતની ટોપ ઈલેક્ટ્રિકલ સ્કૂટર નિર્માતા બની ગઈ છે. જો કે, EV નિર્માતા એ પોતાના ઈલેક્ટ્રિકલ સ્કૂટર પર સિંગલ સાઈડ ફ્રન્ટ ફોર્કની આસપાસ સેફ્ટી અને ક્વોલિટીનાં મુદ્દાઓ પર ઘેરાઈ રહ્યુ છે. હવે કંપનીએ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ફ્રન્ટ સસ્પેન્શન યૂનિટને મફતમાં બદલવા માટેનું કેમ્પેઈન જાહેર કર્યું છે. જો તમારી પાસે પણ Ola Ev છે ને તમે પણ આ કેમ્પેઈનનો ભાગ બનવા માગો છો તો ચાલો જાણીએ કે, કેવી રીતે બની શકો?
ઓલા ઈલેક્ટ્રિકનો દાવો છે કે, વર્તમાન સસ્પેન્શન રસ્તાને અનુરુપ નથી. ઓલા ઈલેક્ટ્રિક મુજબ ઓલા S1 અને ઓલા S1 પ્રો પર ઉપલબ્ધ સિંગલ સાઈડેડ ફ્રંટ ફોર્ક યૂનિટમાં કોઈ ખરાબી નથી. જો કે, ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે કે, જે Evની બિલ્ટ ક્વોલિટી અને સેફ્ટીને લઈને ચિંતાનો વિષય ઊભો કરી શકે છે.
અપડેટેડ સસ્પેન્શન યૂનિટનું સંપૂર્ણપણે ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે, એવો ઓલાનો દાવો છે. ઓલા મુજબ કંપનીએ હાલમાં જ સ્ટેબલિટી અને પાવરને વધારવા માટે ફ્રન્ટ ફોર્ક ડિઝાઈનને અપગ્રેડ કર્યું છે. જો કે, તે કેટલો સ્ટ્રેસ લોડ લઈ શકે છે? તે અંગે હજુ સુધી કોઈ વિશેષ માહિતી શેર કરવામાં આવી નથી.
ફ્રન્ટ સસ્પેન્શન રિપ્લેસમેન્ટ મફતમાં કેવી રીતે કરાવી શકો?
ઓલાનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મુજબ, S1 સ્કૂટરનાં ગ્રાહકો હાજર ફ્રન્ટ ફોર્ક એસેમ્બલીને એક નવા અને શ્રેષ્ઠ યૂનિટ સાથે મફતમાં બદલાવી શકે છે. આના માટે તમારે નજીકનાં ઓલા એક્સપીરિયન્સ સેન્ટરની કે સર્વિસ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે અને તેના માટે તમારે અપોઈન્ટમેન્ટ બૂક કરવાની રહેશે. અપોઈન્ટમેન્ટ વિન્ડો એ 22 માર્ચથી ખુલવાની છે.
ઓલા S1 રેન્જમાં સિંગલ સાઇડેડ ફ્રન્ટ ફોર્ક આપવામાં આવ્યો છે. રાઇડરની સલામતી માટે, ઓલા S1 અને ઓલા S1 પ્રો કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) અને મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ સાથે ફ્રન્ટ અને રિયર બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ સાથે આવે છે. બંને ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પરના સસ્પેન્શનની કાળજી આગળનાં ભાગમાં વન-વે ફોર્ક અને પાછળનાં ભાગમાં મોનો-શોક યુનિટ્સ દ્વારા લેવામાં આવે છે.
ઓલા S1 રેન્જમાં ફ્યૂચરિસ્ટિક ડિઝાઈન
ઓલા S1 અને S1 પ્રો બંને ટ્યુબલર ફ્રેમ પર બેસે છે અને તેમાં સ્માઇલી આકારની ડ્યુઅલ-પોડ LED હેડલાઇટ, ઈન્ડિકેટર-માઉન્ટેડ ફ્રન્ટ એપ્રોન, પહોળા હેન્ડલબાર, કોણીય અરીસાઓ, ફ્લેટ ફૂટબોર્ડ, ફ્લેટ-ટાઇપ સીટ, ગ્રેબ રેલ્સ અને આકર્ષક LED ટેઇલલેમ્પ્સ છે. આ સ્કૂટરમાં લેટેસ્ટ કનેક્ટિવિટી ઓપ્શન્સ સાથે 7.0 ઇંચનું ટચસ્ક્રીન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. બંને ઇ-સ્કૂટર 12 ઇંચના બ્લેક્ડ-આઉટ એલોય વ્હીલ્સ પર ચાલે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.