ગેમ પર બબાલ:બેંક અકાઉન્ટ ખાલી કરતી 'ફ્રી ફાયર' ગેમ ચાઈનીઝ નહિ સિંગાપુરની, તો પણ શા માટે બૅન થઈ જાણો

8 મહિનો પહેલાલેખક: નરેન્દ્ર જિઝોતિયા
  • કૉપી લિંક
  • ફ્રી ફાયરને વિયતનામના ગેમિંગ સ્ટુડિયોએ ડેવલપ કરી છે
  • એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ્સ માટે ગેમની પબ્લિશર ગરેના છે

ભારત સરકારે ફરી એક વાર ચાઈનીઝ એપ્સ પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. સરકારે 54 એપ્સ બૅન કરી છે. તેમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ફ્રી ફાયર પણ છે. 2020માં PUBG બૅન થયા બાદ યુથ આ ગેમના રવાડે ચડ્યું હતું. આ ગેમ્સે અત્યાર સુધી ઘણા લોકોના બેંક અકાઉન્ટ ખાલી કરી દીધા છે. આ ગેમ સિંગાપુરની કંપની ગરેના સીએ ડેવલપ કરી છે, પરંતુ તેને ચાઈનીઝ એપ સાથે કનેક્ટ કરાતા સરકારે તેને બૅન કરી છે.

ગૃહ મંત્રાલયે એપલોક, બ્યુટી કેમેરા, વીવા વીડિયો એડિટર સહિતની પોપ્યુલર એપ્સ બૅન કરી છે. ફ્રી ફાયર એપ શા માટે બૅન થઈ? તે આટલી ફેમસ શા માટે થઈ? તે કેવી રીતે કમાણી કરી છે? આવો જાણીએ....

ગરેના ફ્રી ફાયર

  • આ એક ફ્રી ટુ પ્લે બેટલ રોયલ ગેમ છે. તે PUBG જેવી જ છે. દર 10 મિનિટમાં ગેમમાં યુઝરને રિમોટ આઈલેન્ડ પર છોડી મુકવામાં આવે છે. તેની સામે 49 પ્લેયર હોય છે. પેરાશૂટની મદદથી પ્લેયર પોતાની મરજી પ્રમાણે ગમે ત્યાંથી ગેમ શરૂ કરી શકે છે. તમામ પ્લેયરનો ટાર્ગેટ સેફ ઝોનમાં રહેવાનો હોય છે.
  • મોટો મેપ એક્સપ્લોર કરવા માટે ખેલાડીઓ ગાડીનો ઉપયોગ કરે છે. બીજા પ્લેયરને મારવા માટે તેમાં સ્નાઈપરનો ઉપયોગ થાય છે. તેથી પ્લેયરને કોમ્બેટ માટે હથિયારો શોધવા પડે છે. પ્લેઝોનમાં રહેવા માટે દુશ્મનોને લૂંટવા પડે છે. જો પ્લેયર લીજેન્ડરી એરડ્રોપ લૂંટવામાં સફળ થાય તો તેને વધારે ફાયદો મળે છે.

વિયતનામના ગેમિંગ સ્ટુડિયોએ ગેમ ડેવલપ કરી
ફ્રી ફાયરને 111 ડોટ્સ સ્ટુડિયોએ ડેવલપ કરી છે. તે વિયતનામનો નાનકડો ગેમિંગ સ્ટુડિયો છે. એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ્સ માટે ગેમની પબ્લિશર ગરેના છે. આ કંપની સિંગાપુરની ગેમ પબ્લિશર અને ડેવલપર છે. ફ્રી ફાયરનો માલિકાના હક ગરેના પાસે છે. ગરેનાએ ગેમને 2017માં ખરીદી હતી. થોડા દિવસ પહેલાં તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી રિમૂવ કરવામાં આવી છે.

ગેમિંગ કંપની કેવી રીતે પોતાનું ખિસ્સું ભરતી હતી?

ગેમ પર જાહેર ખબરો દર્શાવવામાં આવતી હતી. તેનાથી રેવન્યૂ જનરેટ થાય છે. બેટલ રોયલ ગેમ અપગ્રેડેશન માટે યુઝર પાસેથી પૈસા લેતી હતી. સારો ડ્રેસ, અડવાન્સ્ડ હથિયાર લેવા માટે યુઝરે પૈસા આપવા પડતા હતા. યુઝર્સ ઈન ગેમ સ્ટોરમાંથી 400 ડાયમંડનો ઉપયોગ કરી આવી ખરીદી કરી શકતા હતા.

100 હીરા 89 રૂપિયાના મળતા હતા. તો 250 રૂપિયામાં 310 હીરાનું પેકેજ મળતું હતું. એક બેટલ પાસ ખરીદવા માટે 339 રૂપિયાનો ખર્ચો થતો. કેટલાક રિપોર્ટ પ્રમાણે ફ્રી ફાયર 1 દિવસમાં 7 કરોડ રૂપિયાની કમાણી કરતી હતી. અર્થાત તેની મહિનાની કમાણી 210 કરોડ રૂપિયા હતી. જોકે આ અંગે કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

ફ્રી ફાયરે લોકોના બેંક અકાઉન્ટ ખાલી કર્યા

  • ફ્રી ફાયર ગેમનું ભૂત બાળકોને ચઢ્યું હતું પરંતુ તેમના પેરેન્ટ્સને ભોગવવાનો વારો આવ્યો. ગેમ અપગ્રેડ કરવાના અને હથિયાર કરવાના ચક્કરમાં બાળકોએ લાખો રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો. ગયા વર્ષે મધ્ય પ્રદેશના છતરપુરમાં રહેતા 13 વર્ષના કૃષ્ણા પાન્ડેયએ આ ગેમમાં 40 હજાર રૂપિયા સ્વાહા કરી નાખ્યા. તેની માતાએ તેને ઠપકો આપ્યો તો બાળકે ડિપ્રેશનમાં આવી સુસાઈડ કરી દીધું.
  • છત્તીસગઢના કાંકેરમાં રહેતા એક બાળકે ગેમમાં હથિયાર ખરીદવા 3.22 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. તેણે માતાના બેંક અકાઉન્ટમાંથી 3 મહિનામાં 278 વખત ટ્રાન્જેક્શન કર્યું હતું.
  • UPના 3 બાળકોએ ગેમ રમતાં રમતાં 11 લાખનો ધૂમાડો કરી નાખ્યો. આવા અનેક કેસ સામે આવી ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...