અમેરિકન ગેમિંગ કંપની એપિક ગેમ્સની પોપ્યુલર એક્શન ગેમ ફોર્ટનાઈટને ગૂગલ અને એપલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાખી છે. એપલ અને ગૂગલે પ્લે સ્ટોર પરથી કાઢી નાખી કારણકે એપિક ગેમ્સ આ બંને કંપનીઓને બાયપાસ કરીને યુઝર્સ માટે ડાયરેક્ટ પેમેન્ટ પ્લાન લોન્ચ કર્યો છે.
ગૂગલ પોતના પ્લે સ્ટોર પર અને એપલ પોતાના પ્લે સ્ટોર પર ગેમની ખરીદી પર 30 ટકા રેવન્યૂની કમાણી કરે છે. ગુરુવારે ગેમના ડેવલોપર્સે ફોર્ટનાઈટનું ફ્રી અને પેઇડ એમ બે વર્ઝનને અપડેટ કર્યા હતા, ત્યારબાદ તેમાં યુઝરને ડાયરેક્ટ પેમેન્ટનો ઓપ્શન મળવા લાગ્યો. ગેમના ફ્રી વર્ઝનમાં પણ ઘણા યુઝર્સને પેમેન્ટ કરવું પડે છે.
ગૂગલની પોલિસીની ઉલ્લંઘન થયું
ગૂગલે જણાવ્યું કે, જ્યાં સુધી ફોર્ટનાઈટ એન્ડ્રોઈડ પર અવેલેબલ છે, ત્યાં સુધી અમે તેને પ્લે સ્ટોર પર અવેલેબલ ન કરી શકીએ કારણ કે તે અમારી પોલિસીનું ઉલ્લંઘન કરે છે. જો કે, અમે એપિક સાથે ચર્ચા કરીને અને ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી લાવવા માટે વાતચીત કરશું.
ગૂગલે ભલે આ ગમેને પોતાના પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી હોય, પરંતુ એપિક ગેમ્સ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરી શકાય છે. સાથે જ સેમસંગ યુઝર્સ ગેલેક્સી સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. આઈફોન યુઝર્સ માટે આવો કોઈ ઓપ્શન નથી.
તો આ તરફ એપિક ગેમ્સે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, કંપની iOs અને પ્લે સ્ટોર માટે ડાયરેક્ટ પેમેન્ટ પ્લાન રજૂ કરશે. ગેમ ડેવલપરે જણાવ્યું કે, નવા અપડેટને એક જ પેમેન્ટ સિસ્ટમ આપી છે. તે PC, મેક સિસ્ટમ અને એન્ડ્રોઈડ ડિવાઈસમાં લાગુ થશે.આ ગેમ માત્ર સ્માર્ટફોન પર જ નહિ પણ વિન્ડોઝ, મેક મશીન પર પણ ખરીદી શકાય છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેને ફ્રી ઇન્સ્ટોલ કરી શકાય છે. iOs અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે APK ફાઈલ સેટઅપ પણ આપ્યું છે.
કંપની ફોર્ટલાઈટ ગેમને લોન્ચિંગના 18 મહિના પછી એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર લાવી હતી. તેને એપ્રિલ મહિનામાં લોન્ચ કરી હતી. iOs પ્લેટફોર્મ પર જલ્દી ગેમ આવી ગઈ હતી. ગેમની સાઈઝ 107MB હતી પરંતુ અપડેટ પછી તેની સાઈઝ 7.4GB થઇ જતી હતી. આ એક્શન ગેમમાં HD ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો છે.
ફોર્ટલાઈટ ઓનલાઈન વીડિયો ગેમ છે. દુનિયાભરમાં તેના 25 કરોડ યુઝર્સ છે. એકસાથે 100 પ્લેયર્સ ઓનલાઈન ફાઈટ કરી શકે છે. ગેમના એક જ સ્ટેજમાં આશરે 20 મિનિટ લાગે છે. પ્લેયરની ગેમ ઓવર થઇ ગયા પછી તે તરત જ નવી ગેમ રમી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.