તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક:ભૂતપૂર્વ ગૂગલ CEO એરિક શ્મિટે આલ્ફાબેટમાંથી રાજીનામુ આપ્યું, 18 વર્ષ સુધી કંપનીના બોર્ડ મેમ્બર રહ્યા હતા

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્મિટ જૂલાઈ 2001થી એપ્રિલ 2011 સુધી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને એપ્રિલ 2011થી જાન્યુઆરી 2018 સુધી કાર્યકારી અધ્યક્ષ રહ્યા
 • આલ્ફાબેટ ગૂગલની પેરન્ટ કંપની છે, ગૂગલના વર્તમાન CEO સુંદર પિચાઈ છે

ટેક જાયન્ટ ગૂગલના ભૂતપૂર્વ CEO અને છેલ્લાં 18 વર્ષથી આલ્ફાબેટના બોર્ડ મેમ્બર રહેલાં એરિક શ્મિટએ આખરે કંપનીમાંથી રાજીનામુ આપ્યું છે. અમેરિકન મીડિયા વેબસાઈટ CNETના એક રિપોર્ટ મુજબ, શ્મિટ જૂલાઈ 2001થી એપ્રિલ 2011 સુધી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી હતા અને એપ્રિલ 2011થી જાન્યુઆરી 2018 સુધી તેઓએ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું.

તેઓ ગૂગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના સલાહકાર રહી ચૂક્યા હતા

 • ગત વર્ષે મે મહિનામાં સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી કે, બોર્ડ પર 18 વર્ષથી વધારે સમય સુધી રહેવા બાદ એરિક શ્મિટ 19 જૂને વર્તમાન કાર્યકાળની પૂર્ણાહુતિ કરી ફરી ચૂંટણી નથી લડવા માગતા. શ્મિટે ફેબ્રુઆરી મહિનામાં ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટમાં ટેક્નોલોજી એડવાઈઝર તરીકે પણ અલવિદા ક્હ્યું હતું.
 • રિપોર્ટ મુજબ, શ્મિટે ગૂગલને સિલિકોન વેલીથી લઈને ગ્લોબલ ટાઈટન બનવા સુધીની સફરમાં ફાળો આપ્યો હતો. હવે તેઓ ગૂગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના સલાહકાર નથી રહ્યા.

કંપનીના ફાઉન્ડર્સનો આભાર માન્યો

શ્મિટે ગૂગલના સંસ્થાપકો લેરી પેજ અને સગ્રેઈ બ્રિન તેમજ અન્ય ટીમ મેમ્બર્સને આલ્ફાબેટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આભાર માન્યો હતો. આલ્ફાબેટ અને ગૂગલ બિઝનેસ/ટેક્નોલોજીમાં તેમને ટેક્નોલોજી એડવાઈઝર બનાવવા આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો