તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:ગેમિંગ લવર્સ માટે LGએ 48 ઈંચનું ટીવી લોન્ચ કર્યું, તેનાથી વાયરલેસ સ્પીકર પણ કનેક્ટ કરી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટીવી 4K રિઝોલ્યુશન અને ડોલ્બી વિઝન સપોર્ટ કરે છે
  • તે ગૂગલ અસિસ્ટન્ટ અને એલેક્સા સપોર્ટ કરે છે

સાઉથ કોરિયન ટેક કંપની LGએ ભારતીય માર્કેટમાં પોતાનું નવું OLED 48 CX 4K ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવી ગેમિંગ લવર્સ માટે ડેડિકેટેડ છે. આ ટીવીમાં એનવીડિયા G SYNC સોફ્ટવેર છે. તેનાથી યુઝર્સનો ગેમિંગ એક્સપિરિઅન્સ વધુ સારો થશે. આ ટીવીની કિંમત 1,99,990 રૂપિયા છે.

LG OLED 48CX TVનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • આ ટીવી 48 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. તે 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ટીવીમાં ડોલ્બી વિઝન IQ અને અટમ્સ ઓપ્ટિમાઈઝ ડોલ્બી વિઝન સપોર્ટ મળે છે. તે ગૂગલ અસિસ્ટન્ટ, એલેક્સા, એરપ્લે 2 અને હોમકિટ સપોર્ટ કરે છે.
ટીવી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે
ટીવી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે
  • તેમાં ટુ વે વાયરલેસ સાઉન્ડ મળે છે. યુઝર્સ તેનાથી બ્લુટૂથ હેડસેટ અથવા સાઉન્ડબાર વાયરલેસ કનેક્ટ કરી શકે છે.
ટીવી બ્લુટૂથ હેડસેટ અથવા સાઉન્ડબાર સાથે વાયરલેસ કનેક્ટ થઈ શકે છે
ટીવી બ્લુટૂથ હેડસેટ અથવા સાઉન્ડબાર સાથે વાયરલેસ કનેક્ટ થઈ શકે છે
  • ટીવીમાં આલ્ફા 9 જનરેશન 3 પ્રોસેસર મળે છે. કંપનીનું કહેવું છે કે AI સાઉન્ડ ઈફેક્ટ્સ સાથે આવે છે. તેમાં હાયર ફ્રેમ રેટ, VRR (વેરિએબલ રિફ્રેશ રેટ), ALM (ઓટો લૉ લેટન્સી મોડ), eARC (એન્હાન્સ્ડ ઓડિયો રિટર્ન ચેનલ), ઓલ મીટિંગ HDMI 2.1 જેવા લેટેસ્ટ ગેમિંગ ફીચર્સ મળે છે.
  • ટીવીમમાં ALLM (ઓટો લૉ લેટન્સી મોડ) અને ઓટોમેટિકલી લૉ લોગ મોડ પણ મળે છે. તે ગેમિંગ કોન્સોલથી કનેક્ટ કરવા પર ઓટોમેટિકલી કામ કરે છે.