યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:અનવોન્ટેડ કોલ્સ અને સ્પૅમથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ અપનાવી ટેન્શન ફ્રી થઈ જાઓ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1909 નંબર પર ફોન કરી સ્પૅમ કોલ અને મેસેજથી છૂટકારો મેળવી શકાય છે

કામ વગરના કોલ્સ અથવા મેસેજ ત્યારે જ વધારે હેરાન કરે છે જ્યારે તમે કોઈ જરૂરી કામમાં હો. આ સ્પૅમ કોલ્સ અને SMSથી તમે કેવી રીતે છૂટકારો મેળવશો? આવા કોલ્સ અને SMSથી 100% છૂટકારો મેળવવો શક્ય નથી કારણ કે સ્પૅમર્સ દર વખતે તેમનો ડેટા અપગ્રેડ કરતા રહેતા હોય છે. તમને જે કોન્ટેન્કટ નંબર્સથી કોલ કે SMS આવે છે તેને ડેટા કહેવાય છે. મોટા ભાગના કેસમાં તે બોટ્સ અર્થાત એક પ્રકારના ઓટોમેટિક ઓપરેટેડ રોબોટ હોય છે.

સ્પૅમર્સથી સંપૂર્ણ છૂટકારો મેળવવો જરાક મુશ્કેલ છે જોકે તેને મહદઅંશે રોકી શકાય છે. જિયો, એરટેલ, Viના યુઝર્સ કેવી રીતે આ સ્પૅમ કોલ્સ અને SMSથી છૂટકારો મેળવી શકે છે આવો જાણીએ...

સ્પૅમ કોલ્સ અને SMS બ્લોક કરવાની 2 રીત છે
1. SMSથી

સૌ પ્રથમ તમે મેસેજિંગ એપમાં જાઓ. અહીં START 0 ટાઈપ કરી 1909 પર મેસેજ મોકલો. ત્યારબાદ તમને કોઈ સ્પૅમ કોલ નહિ આવે.

2. કોલિંગથી
તમે એક કોલ કરી સ્પૅમર્સથી દૂર રહી શકો છો. સ્પૅમ કોલ અને SMS બ્લોક કરવા માટે ફોનથી 1909 પર ફોન કરો. ફોન પર આવતી ગાઈડલાઈનનું પાલન કરો અને DND સર્વિસ એક્ટિવ કરો.

આ બંને રીતથી તમને સ્પૅમ કોલ્સ અને SMS આવતાં ઓછા થઈ જશે. તમારા ડેટાને નેટવર્ક પ્રોવાઈડર થર્ડ પાર્ટીઝ સાથે શેર ન કરે તો નવા સ્પૅમર્સ તમારા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે થર્ડ પાર્ટી પાસે તમારો નંબર DND એક્ટિવ કરતા પહેલાં હોય તો તે તમને ફરી કોલ્સ કરી શકે છે.

સ્પૅમર્સ સુધી તમારો નંબર કેવી રીતે પહોંચે છે
સ્પૅમર્સ પાસે ડેટાબેઝ નેટવર્ક પ્રોવાઈડર્સ સિવાય પણ અલગ અલગ સોર્સથી મળે છે. એપ કે વેબસાઈટ પર તમે જે નંબર શેર કર્યો હોય અથવા કોઈ ઓર્ગેનાઈઝેશન કે પછી રેસ્ટોરાંમાં ફીડબેક આપતી વખતે તમે નંબર આપ્યો હોય તો તે સ્પૅમરનો ડેટાબેઝ બની શકે છે.

ટ્રુકોલર અથવા કોલ બ્લોકર કામ લાગશે
આ સિવાય અન્ય ઘણી એપથી તમે સ્પૅમ કોલ્સ અને SMS બ્લોક કરી શકો છો. જોકે આ એપ્સ પર પણ આંખ બંધ કરી વિશ્વાસ ન કરી શકાય. બની શકે એપ્સમાં માલવૅર હોય અને તમે તેનો શિકાર બની જાઓ.

અન્ય સમાચારો પણ છે...