સ્માર્ટફોન ચોરી થઈ ગયો છે?:ફિકર નોટ ફોન પે, ગૂગલ પે અને પેટીએમ સહિતની પેમેન્ટ એપ્સને સુરક્ષિત રાખવા માટે આ સ્ટેપ્સ ફોલો
ભારતમાં UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)થી પેમેન્ટ કરવું સરળ બન્યું છે. સાથે જ પેટીએમ, ગૂગલ પે, ફોન પે અને અન્ય સર્વિસ રૂટિન લાઈફમાં ઘણી જરૂરી બની છે. તેવામાં જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો પેમેન્ટ એપ્સના ખોટા ઉપયોગની આશંકા વધી જાય છે. તેવામાં આ પેમેન્ટ એપ બ્લોક કરવો જ સેફ ઓપ્શન રહે છે. તો આવો જાણીએ આ પેમેન્ટ એપ બ્લોક કરવાના સ્ટેપ્સ...
પેટીએમ બ્લોક કરવાની પ્રોસેસ
- પેટીએમ પેમેન્ટ બેંક હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરો.
- ફોન ખોવાઈ ગયો હોવાનો ઓપ્શન પસંદ કરો.
- બીજો નવો નંબર લખવાના ઓપ્શનમાં જાઓ અને ખોવાયેલો નંબર લખો.
- તમામ ડિવાઈસથી લોગ આઉટ કરવાનો ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ પેટીએમ વેબસાઈટ પર જઈ 24x7 હેલ્પલાઈનની પસંદગી કરી નીચે સ્ક્રોલ કરો.
- રિપોર્ટ ફ્રોડ ઓપ્શનમાં જાઓ અને કોઈ પણ કેટેગરી પસંદ કરો.
- ત્યારબાદ કોઈ પણ ઈશ્યુ પર ક્લિક કરો અને સૌથી નીચે આપેલાં ‘Message Us’ બટન પર ક્લિક કરો.
- તમે જ આ અકાઉન્ટના અસલ માલિક છો તે જણાવા માટે સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. તેમાં ડેબિટ/ ક્રેડિટ કાર્ડ ડિટેલ સહિતની ડિટેલ સબમિટ કરવી પડી શકે છે. આ સાથે જ પેટીએમના ટ્રાન્ઝેક્શન, પેટીએમ ટ્રાન્ઝેક્શન માટે એક કન્ફર્મેશન ઈમેલ અથવા SMS, ફોન નંબરના ઓનર્સનું સર્ટિફિકેટ અથવા ખોવાયેલા ફોનની FIR કોપી સબમિટ કરવાની રહેશે.
- આ પ્રોસેસ થયા બાદ પેટીએમ તમારું અકાઉન્ટ બ્લોક કરી દેશે. ત્યારબાદ તમને કન્ફર્મેશન મેસેજ મળશે.
ગૂગલ પે અકાઉન્ટ બ્લોક કરવાના સ્ટેપ્સ
- ગૂગગ પે યુઝર્સ 18004190157 હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે. તેમની મનપંસદ ભાષાની પસંદગી કરી શકે છે.
- કોઈ નિષ્ણાત સાથે વાત કરવાના ઓપ્શનમાં જાઓ અને તમારું ગૂગલ પે અકાઉન્ટ બ્લોક કરવાનો પસંદ ઓપ્શન કરો.
- ઓપ્શનમાં એન્ડ્રોઈડ યુઝર્સ ખોવાયેલા ફોનનો ડેટા રિમૂવ કરી શકે છે તેથી કોઈ ગૂગલ અકાઉન્ટનો એક્સેસ ન કરી શકે.
ફોન પે અકાઉન્ટને આ રીતે બ્લોક કરી શકાશે
- ફોન પે યુઝર્સે 08068727374 અને 02268727374 પર કોલ કરવાનો રહેશે.
- મનપસંદ ભાષા સિલેક્ટ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે તમે ફોન પે અકાઉન્ટની કોઈ સમસ્યા રિપોર્ટ કરવા માગો છો કે કેમ.
- રજિસ્ટર્ડ નંબર સબમિટ કરો ત્યારબાદ કન્ફર્મેશન માટે તમારા નંબર પર OTP આવશે.
- ત્યારબાદ OTP પ્રાપ્ત ન થયો તે ઓપ્શન સિલેક્ટ કરો.
- તમને સિમ અથવા ડિવાઈસ ખોવાઈ ગયા હોવાનો રિપોર્ટ કરવા માટેનો ઓપ્શન મળશે. તેની પસંદગી કરો.
- ત્યારબાદ તમે કસ્ટમર કેર સાથે કનેક્ટ થાઓ અને ફોન નંબર, ઈમેલ, લાસ્ટ ટ્રાન્ઝેક્શન, લાસ્ટ ટ્રાન્ઝેક્શનની રકમની માહિતી આપવાની રહેશે. તે તમારું ફોન પે અકાઉન્ટ બ્લોક કરવામાં તમારી મદદ કરશે.