તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ટિપ્સ:ફોન સેકન્ડ હેન્ડ છે કે નવો નક્કોર તેની ખાતરી કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
IMEI નંબર ઓનલાઈન વેરિફાય કરીને ફોન નવો છે કે જૂનો તે જાણી શકાય છે - Divya Bhaskar
IMEI નંબર ઓનલાઈન વેરિફાય કરીને ફોન નવો છે કે જૂનો તે જાણી શકાય છે
  • www.imei.info વેબસાઈટ પરથી IMEI નંબર વેરિફાય કરી શકાય છે
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનને તમે SMS કરી પણ તેની ખાતરી કરી શકાય છે

સ્માર્ટફોન્સ દરેક વર્ગના લોકો માટે કોરોનાકાળમાં એક બહુ મોટી જરૂરિયાત બની છે. સ્ટુડન્ટનું વર્ક ફ્રોમ હોમ હોય કે પછી ઓફિસના કોન્ફરન્સ કોલ આવા અનેક કામો માટે અત્યારે ઓનલાઈન નિર્ભર રહેવા સ્માર્ટફોન્સ હોવો જરૂરી છે. જો તમે તાજેતરમાં જ કોઈ દુકાનમાંથી સ્માર્ટફોનની ખરીદી કરી છે અને તે પણ ભારે ડિસ્કાઉન્ટ પર તો તમારે ચેતી જવાની જરૂર છે.

કેટલીક કંપનીઓ અને દુકાનદારો તમને ડિસ્કાઉન્ટના નામે રિફર્બિશ્ડ સ્માર્ટફોન પકડાવી દે છે. અર્થાત ફોનની બોડી ચેન્જ કરી તેને ન્યૂ લુક આપવામાં આવે છે. તમે પણ આવી રીતે છેતરાઈ ન જાઓ તેના માટે આ રીતે ચકાસો કે તમે સસ્તી કિંમતમાં જે સ્માર્ટફોન ખરીદ્યો છે તે રિફર્બિશ્ડ છે કે બ્રાન્ડ ન્યૂ.

આ 3 રીતથી સ્માર્ટફોન નવો છે કે રિફર્બિશ્ડ તે જાણી શકાશે
1. એપ પરથી જાણો ફોનની અસલિયત

તમે એપની મદદથી પણ જાણી શકો છો કે તમારો સ્માર્ટફોન બ્રાન્ડ ન્યૂ છે કે રિફર્બિશ્ડ. તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી KYM - Know Your Mobile એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ નામથી તમને અનેક એપ્સ જોવા મળશે, પરંતુ તમારે CDOT દ્વારા ડેવલપ કરાયેલી એપને જ ઈન્સ્ટોલ કરવાની છે.

એપ ઈન્સ્ટોલ કર્યા બાદ આ સ્ટેપ્સ ફોલો કરો

  • એપને પ્રથમ વાર ઓપન કરશો તો તે કેટલીક પરમિશન માગશે તેને Allow કરો.
  • એપના ઈન્ટરફેસમાં IMEI નંબર સબમિટ કરવાનો ઓપ્શન હશે, તેની બાજુમાં સ્કેનર આપેલું હશે.
  • તમે સ્કેનરનો ઉપયોગ કરો અથવા નીચે આપેલાં સિમ આઈકોન પર ક્લિક કરો.
  • સિમ આઈકોન પર ક્લિક કરશો એટલે ફોનનાં મેન્યુફેક્ચરનું નામ, સપોર્ટ બેન્ડ, બ્રાન્ડ અને મોડેલ સંબંધિત માહિતી શૉ થશે.
  • સ્ક્રીન પર દેખાતી ડિટેલ તમારા ફોનની ડિટેલથી વેરિફાય કરો.

2. ટેક્સ્ટ મેસેજથી સ્માર્ટ બનો
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનને તમે SMS કરી ફોન વિશે પૂછી શકો છો કે તમારો સ્માર્ટફોન બ્રાન્ડ ન્યૂ છે કે કેમ. તેના માટે તમારે ડિપાર્ટમેન્ટને IMEI નંબર મોકલવાનો રહેશે.

મેસેજ માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • ફોનના IMEI નંબર માટે *#06# નંબર ડાયલ કરો અથવા ફોનના સેટિંગમાં જઈને About Phone પર ક્લિક કરો.
  • અહીં તમને ફોનનો 15 અંકોનો IMEI નંબર જોવા મળશે, તેને નોટ કરી લો.
  • જો તમારો સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હશે તો બંને સિમના IMEI નંબર જોવા મળશે.
  • હવે KYM પછી સ્પેસ આપીને ફોનનો IMEI નંબર ટાઈપ કરી તેને 14422 પર સેન્ડ કરો.
  • મેસેજ સેન્ડ કર્યા બાદ તમને મેન્યુફેક્ચર, સપોર્ટ બેન્ડ, મોડેલ સંબંધિત માહિતીનો મેસેજ મળશે.
  • મેસેજની ડિટેલ અને તમારા ફોનની ડિટેલ વેરિફાય કરો.

3. વેબસાઈટથી ચકાસો
ફોન અસલી છે કે નકલી તે ચકાસવા માટે તમે વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ફોનના IMEI નંબરથી ફોનની ડેટલ જણાવતી વેબસાઈટ પરથી ફોનની બ્રાન્ડ, રેમ, મોડેલ સહિત અન્ય માહિતી જાણી શકશો.

વેબસાઈટ પર આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ www.imei.info વેબસાઈટ પર જાઓ.
  • અહીં નીચે આપેલા IMEI સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. તેમાં IMEI નંબર સબમિટ કરો.
  • હવે CHECK બટન ક્લિક કરતાં જ ફોનની ડિટેલ જોવા મળશે.
  • વેબસાઈટની ડિટેલ અને તમારા ફોનની ડિટેલની સરખામણી કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો