• Gujarati News
  • Utility
  • Gadgets
  • Follow These Steps To Hide Private Photos And Videos In The Phone's Gallery; No One Can See Your Private Photo

યુટ્યુબર તેલંગ સાથે Tech Talk:ફોનની ગેલેરીમાં પ્રાઈવેટ ફોટો અને વીડિયોને હાઈડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો; કોઈપણ તમારા પ્રાઈવેટ ફોટો નહીં જોઈ શકે

અભિષેક તેલંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા બધાના સ્માર્ટફોનમાં જરૂરી વસ્તુની સાથે કેટલીક પ્રાઈવેટ અને પર્સનલ વસ્તુઓ પણ હોય છે. કેટલીક એવી વસ્તુ જે તમે કોઈની સાથે શેર કરવા નથી માગતા, તો આવા પ્રાઈવેટ ફોટોગ્રાફ અથવા ડોક્યુમેન્ટ્સને તમારા ફોનમાં કેવી રીતે છુપાવીને રાખવા જાણો...

આઈફોન યુઝર્સ માટે ટિપ્સ
જો તમે આઇફોન યુઝર છો, તો તમારા ફોનમાં આપવામાં આવેલી ફોટોઝ એપ પર જાવ અને જે કોઈનો પણ ફોટો અથવા વીડિયોને હાઈડ કરવા માગો છો તેને સિલેક્ટ કરીને શેર આઈકન પર ક્લિક કરો. શેર આઈકન પર ક્લિક કરવાથી તમને ઓપ્શનમાં હાઈડનો ઓપ્શન મળે છે જેને સિલેક્ટ કરવાથી તમારો ફોટોઝ અને વીડિયો ગાયબ થઈ જશે.

જો તમારે હિડન ઈમેજ જોવી હોય તો તેને હિડન આલ્બમમાં જઈને જોઈ શકો છો, સાથે જ જો તમે કોઈપણ વિડિયો કે ફોટોને અનહાઈડ કરવા માગો છો તો હિડન આલ્બમમાં જાવ અને તે સ્પેસિફિક ફોટો અથવા વીડિયોને સિલેક્ટ કરો અને શેરના આઈકન પર ક્લિક કરતા જ તમને અનહાઈડનો એક ઓપ્શન શો થશે જેનાથી તમે તમારા ફોટો અથવા વીડિયોને ફરીથી અનહાઈડ કરી શકશો.

એન્ડ્રોઈડ યુઝર્સ માટે ટિપ્સ
જો તમે એન્ડ્રોઈડ યુઝર છો અને ગૂગલ ફોટોને તમારી મેન ફોટો ગેલેરીની જેમ ઉપયોગ કરો છો તમને ગૂગલ ફોટોઝમાં એક આર્કાઇવનું ફીચર મળે છે જેની મદદથી તમે તમારા બધા ફોટોઝ અને વીડિયોને સરળતાથી હાઈડ કરી શકો છો. ગૂગલ ફોટોઝ એપમાં જાવ અને તમામ ફોટોઝ અને વીડિયો જેને તમે હાઈડ કરવા માગો છો તેને સિલેક્ટ કરો અને રાઈટ હેન્ડ સાઈડમાં આપેલા ત્રણ ડોટ મેનૂ પર ક્લિક કરો, તમને તેમાં આર્કાઇવ ઓપ્શન મળશે.

આર્કાઇવ કરવાથી તમારા બધા વીડિયો ફોટો હાઈડ થઈ જાય છે અને જો તમે તેને ફરીથી અનહાઈડ કરવા માગો છો તો આર્કાઇવ આલ્બમમાં જવું અને તમામ ફોટોઝ અને વીડિયોને સિલેક્ટ કરવા અને ઉપર આપવામાં આવેલા ત્રણ ડોટ ક્લિક કરવા. તમને અનઆર્કાઇવનું ફીચર દેખાશે જેનાથી તમારા બધા વીડિયો ફોટો ફરીથી મેન ગેલેરીમાં આવી જશે.