ટિપ્સ:દિવસ હોય કે રાત તમારી ફોટોગ્રાફી સ્કિલ્સને વધારતી 5 ટિપ્સ ફોલો કરો, કોઇપણ ભૂલ વગર પરફેક્ટ ફોટો પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન માર્કેટમાં હવે 108 મેગાપિક્સલ ક્વોલિટીવાળા સ્માર્ટફોન આવી ચૂક્યા છે. આ ફોનમાં દિવસ અને રાત પ્રમાણે અલગ અલગ મોડ પણ હોય છે. એટલે કે તેનાથી પ્રોફેશનલ ફોટોગ્રાફી પણ થઈ શકે છે. જો કે, ફોનનાં કેમેરા ફીચર્સ સાથે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ હોવી પણ જરૂરી છે. ઘણીવાર ફોન કેમેરાનું ઓટો ફંક્શન પણ સારી રીતે કામ નથી કરતું. આવી સ્થિતિમાં મેન્યુઅલ કેમેરાનો ઉપયોગ થવો જોઈએ. અહીં તમને એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે ફોટોગ્રાફી દરમિયાન થતી ભૂલોને દૂર કરી શકે છે.

1. વ્હાઇટ બેલેન્સ
કોઈ ફોટોની ક્વોલિટી અને વધુ સારા કલર્સ માટે વ્હાઇટ બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. જો તમે વ્હાઇટ બેલેન્સ અડજસ્ટ કર્યા વગર ફોટો ક્લિક કર્યો તો તેના કલર્સ ફેલાઈ શકે છે અને તેની બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટ પર પણ ફરક પડી શકે છે. આવી સ્થિતિમાં, હંમેશાં કેમેરાનો વ્હાઇટ બેલેન્સ મોડ હંમેશાં ઓન રાખો. આ માટે કેમેરાનાં ઓટોમેટિક વ્હાઇટ બેલેન્સ (AWB) ફીચર્સ પર જાઓ.

2. ટ્રાઇપોડનો યુઝ
ફોટોગ્રાફી દરમિયાન ઘણા લોકોનો હાથ હલે છે અથવા તો પવન હોવાને કારણે પણ હાથ હલી જાય છે. આવી સ્થિતિમાં ફોટો બ્લર થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોટો ખેંચતી વખતે હાથ સ્થિર રાખવો જરૂરી છે. આ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે ટ્રાઇપોડનો ઉપયોગ કરવો. ટ્રાઇપોડની મદદથી કેમેરા સ્થિર રાખી શકાય છે.

3. અપાર્ચર વધારો
જો વાતાવરણમાં પ્રકાશ ઓછો હોય તો આ વાતની અસર પણ તમારા ફોટા પર પડી શકે છે. એવામાં ફોટાનું અપાર્ચર સંપૂર્ણપણે સાચું હોવું જોઈએ. અપાર્ચર સુધારવા માટે યુઝર્સે ISO સેન્સિટિવિટી વધારવી જોઇએ.

4. લેસ ડિસ્ટોર્શન
ઘણા કેમેરાના લેન્સથી ઓબ્જેક્ટ ખરાબ જોવા મળે છે. આ સાથે જ ફોટોની ધાર પરની ક્વોલિટી પણ ખરાબ થઈ જાય છે. વાઇડ એન્ગલ લેન્સથી લીધેલા ફોટો ઘણીવાર બહાર ઊભરીને આવતા હોય એવા દેખાય છે. આને લેન્સ ડિસ્ટોર્શન કહેવાય છે. તેને સુધારવા માટે એક સહેલું પગલું એ છે કે કેમેરાને ફોકલ લેન્થ સાથે ઓબ્જેક્ટ પર ફોકસ કરવામાં આવે.

5. વાંકુ-ચુંકું હોરિઝન
ફોટોગ્રાફ્સ લેતી વખતે ક્ષિતિજ (હોરિઝન)નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેને સ્કાય લાઇન પણ કહેવામાં આવે છે. હવામાનમાં ધુમ્મસને કારણે ઓબ્જેક્ટ સ્પષ્ટ દેખાતો નથી હોતો. ઘણા કેમેરામાં વર્ચ્યુઅલ હોરિઝનનો ઓપ્શન પણ હોય છે, જેની મદદથી તેને ઠીક કરી શકાય છે. આ ફીચરનો ઉપયોગ લાઇવ મેચ દરમિયાન કરી શકાય છે.