મેટાવર્સમાં ફ્લિપકાર્ટે ડગલા માંડ્યા:‘ફ્લિપવર્સ’ લોન્ચ થયું, યૂઝર્સને નવા શોપિંગ અનુભવ સાથે કંપનીના લોયલ્ટી પોઈન્ટસ Supercoins મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટે પણ મેટાવર્સમાં પગ મૂક્યો છે. આનાથી ફ્લિપકાર્ટ ગ્રાહકોના શોપિંગનો અનુભવ જ બદલાઈ જશે. ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકોને નવો અનુભવ આપવા માટે વેબ-3(એક બ્રાઉઝર, જે યુઝર્સને બ્લોકચેન ટેકનોલોજી પર બિલ્ટ એપ્લિકેશનો સાથે ડેટાની લેવડ-દેવડ કરવામાં મદદ કરે છે) માં નવા-નવા પ્રયોગો કરી રહી છે.

‘ફ્લિપવર્સ’ પર મળશે એક નવો જ અનુભવ
ફ્લિપકાર્ટની એન્ડ્રોઈડ એપ પર ફ્લિપવર્સને લાઈવ કરી દેવામાં આવ્યું છે. કંપની ગ્રાહકોને ગેમિફાઈડ, ઈન્ટરેક્ટિવ અને ઈમર્સિવ અનુભવ આપી રહી છે. આનો ઉપયોગ કરીને ગ્રાહકોને કંપનીના લોયલ્ટી પોઈન્ટસ Supercoins મળે છે. આ ઉપરાંત પાર્ટનર બ્રાન્ડસ પાસેથી ખરીદી કરવા પર ડિજિટલ કલેક્ટિબિટીઝ (બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી) પણ મેળવી શકો છો.

ફ્લિપવર્સ પર 100 જેટલા ઉત્પાદનો લોન્ચ અને ડિસ્પ્લે કરવા માટે અત્યાર સુધીમાં 15 થી વધુ બ્રાન્ડ્સે હોમગ્રોન ઇ-ટેઇલર સાથે સાઇન અપ કર્યું છે. પરંપરાગત ઈ-કોમર્સ કંપનીએ વેબ-3 સેવા શરૂ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. ફ્લિપકાર્ટે લોન્ચ માટે eDAO, Polygon અને Guardian Link જેવી વેબ3 કંપનીઓ સાથે ભાગીદારી કરી છે.

ડિજિટલ કલેક્ટિબલ્સની એક્સેસ મળશે
ફ્લિપકાર્ટ અને eDAOએ તાજેતરમાં જ તેના બિગ બિલિયન ડેઝ ફેસ્ટિવ સીઝન સેલ દરમિયાન ડિજિટલ ટ્રેઝર હન્ટ બનાવવા માટે ભાગીદારી કરી હતી. 10 દિવસના સેલના અંતે, દુકાનદારોને આર્ટ, સ્પોર્ટ, ગેમિંગ અને મનોરંજન સાથે સંકળાયેલા ડિજિટલ કલેક્ટિબલ્સની એક્સેસ મળી હતી. તેને પોલિગોન પર હોસ્ટ કરવામાં આવે છે, જે એક કહેવાતું સ્તર-II બ્લોકચેન છે, જે ઇથેરિયમ નેટવર્ક પર આધારિત છે.

ફ્લિપવર્સમાં યૂઝર્સને ઢગલાબંધ ગેમ્સ રમવા માટેના ઓપ્શન મળશે. Techcrunchની એક રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું છે કે, Puma, Noise, Nivea, Lavie, Tokyo Talkies, Campus, VIP, Ajmal Perfumes અને Himalaya સાથે પાર્ટનરશિપ કરવામાં આવી રહી છે. આનાથી યૂઝર્સને ફ્લિપવર્સ પર એક અલગ જ અનુભવ મળશે.

‘ફ્લિપવર્સ’ ફ્લિપકાર્ટનો અભિન્ન ભાગ બનશે
કંપનીએ કહ્યું કે, ફ્લિપવર્સના માધ્યમથી ફ્યુચર શોપિંગના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. આવનાર સમયમાં તે ફ્લિપકાર્ટનો અભિન્ન ભાગ બનશે. 15 વર્ષ પહેલા તે પહેલા ભારતીય હતા કે, જેમણે વેબ-2.0 બેઝ કોમર્સ લોન્ચ કર્યું હતું અને ફરી તે પહેલી એવી કંપની બનવા જઈ રહી છે કે, જે વેબ-3.0 કોમર્સને લોન્ચ કરી રહી છે. જો કે, આ પહેલીવાર નથી કે, જ્યારે કંપનીએ વેબ-3.0 તરફ ડગલા માંડ્યા હોય. આ પહેલા પણ કંપની nothing બ્રાન્ડની સાથે પાર્ટનરશિપ કરીને પોતાના પ્લેટફોર્મ પરથી સ્માર્ટફોન ખરીદતા ગ્રાહકોને એક્સક્લુઝિવ NFT (non-fungible tokens જેમ કે બિટકોઇન કે ઇથેરિયમ) આપી ચૂકી છે.

મેટાવર્સ એ આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ક્રાંતિ છે
ફ્લિપકાર્ટ લેબ્સના મુખ્ય અધિકારીઓ અજય પોન્ના વેંકટેશ અને સાઇ ક્રિષ્ના વીકેએ એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘કંપની મોનેટાઇઝેશન જેવી ટૂંકા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન આપી રહ્યું નથી. તે ભવિષ્યની ઉભરતી ટેકનોલોજી પર પ્રયોગ કરી રહ્યા છે’ ફ્લિપકાર્ટ લેબ્સના વીપી અને હેડ, પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને ડિપ્લોયમેન્ટ, નરેન રાવુલાએ જણાવ્યું હતું કે, ‘ઈ-કોમર્સની ભાવિ વૃદ્ધિ આજની નિમજ્જન તકનીકોથી પ્રભાવિત થશે અને મેટાવર્સ એ આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ક્રાંતિ છે જેમાં અપાર સંભાવનાઓ છે.’