તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Flipkart Mobile Year End Sale Discounts On Smartphones Like Realme, Motorola, Poco, Mi, Vivo, Samsung And More

મોબાઈલ યર એન્ડ સેલ:આ વર્ષે ફ્લિપકાર્ટ પરથી સસ્તાં સ્માર્ટફોન ખરીદવાની છેલ્લી તક, આ બેંક તરફથી મળશે એડિશનલ 10% ડિસ્કાઉન્ટ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ યર એન્ડ સેલ 31 ડિસેમ્બરે રાતે 11:59 વાગ્યે પૂરો થશે
  • ફોનની ખરીદી નો કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર સાથે પણ કરી શકાય છે

જો તમે આ વર્ષે પ્રીમિયમ સ્માર્ટફોનની ખરીદી ઓછી કિંમતમાં કરવા માગો છો તો તમારી પાસે હવે માત્ર થોડા કલાકો છે. ફ્લિપકાર્ટ પર મોબાઈલ યર એન્ડ સેલ ચાલી રહ્યો છે, જે 31 ડિસેમ્બરે રાતે 11:59 વાગ્યે પૂરો થશે. આ સેલ 29 ડિસેમ્બરે શરૂ થયો હતો. અહીં સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ સાથે બેંક ઓફર્સ પણ મળી રહી છે. ICICI બેંકના ગ્રાહકોને એડિશનલ 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફોનની ખરીદી નો કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર અને મોબાઈલ પ્રોટેક્શન સાથે ખરીદી શકાશે.

આ સ્માર્ટફોન પર મળશે યર એન્ડ ડિસ્કાઉન્ટ
રિયલમી C15:
આ સ્માર્ટફોનને સેલમાં 8999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની કિંમત 11,999 રૂપિયા છે. ફોનમાં 4GBની રેમ અને ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 6000mAhની બેટરી પણ છે.

રિયલમી નાર્ઝો 20: સેલમાં સ્માર્ટફોનની ખરીદી 10,499 રૂપિયામાં કરી શકાશે. તેની કિંમત 12,999 રૂપિયા છે. ફોનમાં 48MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 6000mAhની બેટરી પણ છે.

પોકો C3: સેલમાં આ સ્માર્ટફોનને 6999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની કિંમત 9999 રૂપિયા છે. ફોનમાં 13MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તો 5000mAhની બેટરી મળે છે.

Mi 10T: આ સ્માર્ટફોનને સેલમાં 30,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનમાં 6GB રેમ સાથે 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે.

વિવો V20 પ્રો: આ સ્માર્ટફનને સેલમાં 24,990 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની કિંમત 34,990 રૂપિયા છે. ફોનમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 44MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

રિયલમી 6: આ સ્માર્ટફોનને સેલમાં 11,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેની કિંમત 17,999 રૂપિયા છે. ફોનમાં 6GBની રેમ અને 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

સેમસંગ ગેલેક્સી F41: 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા આ સ્માર્ટફોનની ખરીદી સેલમાં 15,499 રૂપિયામાં કરી શકાશે. સેલ્ફી માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

ઓપ્પો રેનો 2F: આ સ્માર્ટફોનની ખરીદી સેલમાં 15,990 રૂપિયામાં કરી શકાશે. તેની કિંમત 19,990 રૂપિયા છે. ફોનમાં 6GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળે છે. તેમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે.

મોટો g9: 48MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવાતા આ ફોનની ખરીદી સેલમાં 9999 રૂપિયામાં કરી શકાશે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

રેડમી 8A ડ્યુઅલ: આ સ્માર્ટફોનની ખરીદી સેલમાં 6999 રૂપિયામાં કરી શકાશે. તેની કિંમત 8499 રૂપિયા છે. ફોનમાં 13MP ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને 5000mAhની બેટરી છે.

અન્ય સમાચારો પણ છે...