નોકિયાએ ભારતમાં પ્યોરબુક S14 લેપટોપ અને નવી સ્માર્ટ ટીવી રેન્જ લોન્ચ કરી છે. આ દરેકનું વેચાણ 3 ઓક્ટોબરથી શરૂ થશે. એટલે કે, ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલમાં ખરીદી શકાશે. નોકિયા પ્યોરબુક S14 વિન્ડોઝ 11 પર રન કરશે. તેમાં 11th જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર આપ્યું છે. નોકિયા સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ 11 પર રન કરશે. સ્માર્ટ ટીવીની સાઈઝ 43 ઇંચથી 55 ઇંચ છે.
નોકિયા પ્યોરબુક S14 અને નોકિયા સ્માર્ટ ટીવી રેન્જની કિંમત
પ્યોર S14 લેપટોપની પ્રારંભિક કિંમત 56,990 રૂપિયા છે. 3 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. નોકિયા સ્માર્ટ TV QLED રેન્જને 50 ઇંચ અને 55 ઇંચ ડિસ્પ્લેમાં લોન્ચ કરી છે, તેની પ્રારંભિક કિંમત 49,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટે નોકિયા ફર્સ્ટ જનરેશન હેડસેટ પર લોન્ચ કર્યા છે. તેનો મોડલ નંબર T4010, T3030, T3010 અને T3020 છે. હેડસેટની પ્રારંભિક કિંમત 1,499 રૂપિયા છે.
નોકિયા પ્યોરબુક S14ના સ્પેસિફિકેશન
આ લેપટોપ વિન્ડોઝ 11 પર રન કરે છે. તેનું વજન 1.4 કિલોગ્રામ છે. તેમાં 11th જનરેશન ઇન્ટેલ કોર i5 CPUની સાથે Iris Xe ઇન્ટિગ્રેટ ગ્રાફિક્સ આપ્યા છે. આ ડોલ્બી એટમ સપોર્ટ કરે છે. લેપટોપમાં 14 ઇંચ ફુલ HD IPS ડિસ્પ્લે આપી છે. તેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 82% છે. તેમાં 16GB રેમ અને 512GB NVMe SSD સ્ટોરેજ આપ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type-C પોર્ટ, HDMI પોર્ટ, 3.0 USB Type-A પોર્ટ આપ્યા છે. તેમાં વેબ કેમ અને ટોપ ફ્રિગિંગ સ્પીકર્સ આપ્યા છે.
નોકિયા સ્માર્ટ ટીવી મોડલના સ્પેસિફિકેશન
દરેક સ્માર્ટ ટીવી મોડલ એન્ડ્રોઇડ 11 પર રન કરે છે. QLED મોડલ 50 ઇંચ અને 55 ઇંચમાં ખરીદી શકશો. ફુલ HD મોડલને 43 ઇંચ ડિસ્પ્લેમાં ખરીદી શકાશે. અલ્ટ્રા HD 4K મોડલને 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ સાઈઝમાં ખરીદી શકાશે. દરેક ટીવી JBL સ્પીકર્સ ધરાવે છે. આ હર્મન AdioEFX સપોર્ટ કરે છે. તેનો સાઉન્ડ આઉટપુટ 60 વૉટનો છે.
QLED સ્માર્ટ ટીવીમાં ક્વોન્ટમ ડોટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તે 102% સુધી NTSC કલર કવરેજ આપે છે. તેમાં ગામા એન્જિન 2.2 આપ્યું છે. LED મોડલમાં આઈ પ્રોટેક્શન મોડ પણ મળશે. ટીવીમાં 1.1GHz ક્વૉડ-કોર પ્રોસેસરની સાથે 2GB રેમ અને 700MHz G31 GPU આપ્યું છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 16GB છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.