સેલ:ફ્લિપકાર્ટ 'બિગ સેવિંગ ડેઝ' સેલમાં ટીવી સસ્તાંમાં ખરીદવાની તક, 10% ડિસ્કાઉન્ટ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલમાં બ્લોપંક્ટ, રિયલમી, શાઓમીના કંપની પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
  • આ સેલમાં પ્રથમ ઓર્ડર પર એક્સ્ટ્રા 30%નું ડિસ્કાઉન્ટ મળશે
  • ICICI બેંકના યુઝર્સને શાઓમી ટીવીની ખરીદી પર એડિશનલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે

ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ 'બિગ સેવિંગ ડેઝ' શરૂ થયો છે. આ સેલ 21 ડિસેમ્બર સુધી ચાલશે. સેલમાં સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ, એક્સેસરીઝ, હોમ અપ્લાયન્સ, કિચન અમ્પ્લાયન્સ સાથે ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે નવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ખરીદવાના હો તો આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

SBI કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના આ સેલમાં SBIના ગ્રાહકોને 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. SBI ક્રેડિટ કાર્ડ અથવા EMI ટ્રાન્જેક્શન પર આ ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. આ ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટ પર સેલમાં લાગુ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે. આ સેલમાં પ્રથમ ઓર્ડર પર એક્સ્ટ્રા 30%નું ડિસ્કાઉન્ટ મળશે.

બ્લોપંક્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ
જર્મન ટેક્નોલોજીથી સજ્જ આ ટીવી સેલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે. અન્ય બ્રાન્ડની સરખામણીએ બ્લોપંક્ટના 4K ટીવીની કિંમત ઘણી ઓછી છે. ટીવીમાં 60 વૉટનો દમદાર સાઉન્ડ મળે છે.

ટીવીના 32 ઈંચથી લઈને 55 ઈંચ સુધીના વેરિઅન્ટ અવેલેબલ છે. તેની કિંમત 13,499 રૂપિયાથી લઈને 54,999 રૂપિયા સુધીની છે. તે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી, HDથી 4K રિઝોલ્યુશન સહિતના ઘણા ફીચર્સથી સજ્જ છે. એક્સચેન્જ ઓફર હેઠળ કંપની 11 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે.

શાઓમીનાં ટીવી પર ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટના આ સેલમાં શાઓમીના ટીવી પર 10%ની બેંક ઓફર મળે છે. શાઓમીના 32 ઈંચથી લઈને 75 ઈંચના ટીવી અવેલેબલ છે. તેની કિંમત 14,999 રૂપિયાથી લઈને 1.27 લાખ રૂપિયા સુધીની છે. ટીવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી, HDથી 4K રિઝોલ્યુશન સહિતના ઘણા ફીચર્સથી સજ્જ છે. ICICI બેંકના યુઝર્સને આ ટીવીની ખરીદી પર એડિશનલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

રિયલમી ટીવી પર ડિસ્કાઉન્ટ
સેલમાં રિયલમીના ટીવી 10% ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. કંપનીએ તાજેતરમાં જ તેના ટીવીની કિંમત વધારી છે. તેના બેઝિક વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા થઈ છે. ટીવીના હાઈ એન્ડ મોડેલની કિંમત 44,999 રૂપિયા થઈ છે. રિયલમી ટીવીનું બેઝિક વેરિઅન્ટ સેલમાં 15,999 રૂપિયામાં મળી રહ્યું છે. કંપની એક્સચેન્જ ઓફક હેઠળ 11 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

રિયલમીના 32 ઈંચથી લઈને 55 ઈંચ સુધીનાં વેરિઅન્ટ અવેલેબલ છે. તે HDથી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. અન્ય સ્માર્ટ ટીવીની જેમ રિયલમીના ટીવીમાં પણ એન્ડ્રોઈડ OS, OTT એપ્સ સપોર્ટ, HDMI પોર્ટ, વોઈસ કમાન્ડ અને USB કનેક્ટિવિટી સહિતનાં ફીચર્સ મળે છે.