• Gujarati News
  • Utility
  • Gadgets
  • Flipkart Big Billion Days Sale 2021: IPhone 12 Price In India Drops To Under Rs 50,000; Check Other Deals, Price And Offers

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ:લોન્ચ થયા બાદ સૌથી સસ્તી કિંમતે 'આઈફોન 12 મિની' ખરીદવાની તક, આઈફોન 12 ની કિંમત ₹50,000 કરતાં ઓછી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન SE 2020નાં 64GB વેરિઅન્ટની ખરીદી સેલમાં 25,999 રૂપિયામાં કરી શકાશે
  • ગૂગલ પિક્સલ 4a ખરીદી પર પિક્સલ બડ્સ A સિરીઝ TWS ઈયરબડ્સ પર 50%નું ડિસ્કાઉન્ટ મળશે

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ સેલ શરૂ થયો છે. આ સેલમાં આઈફોન 12 સહિત વિવિધ કંપનીના સ્માર્ટફોન્સ પર શાનદાર ડીલ્સ અને ઓફર્સ મળી રહી છે. મૂળ કિંમત પર ડિસ્કાઉન્ટ સિવાય ફ્લિપકાર્ટ એક્સિસ અને ICICI બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવો જાણીએ આ ડીલ્સ વિશે...

આઈફોન 12ની કિંમત ₹50,000 કરતાં ઓછી

સેલમાં 'આઈફોન 12' 50 હજાર રૂપિયા કરતાં ઓછી કિંમતમાં મળી રહ્યો છે. આઈફોનનાં 64GB વેરિઅન્ટની કિંમત 48,999 રૂપિયા છે. બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ સાથે ફોનની કિંમત 44,999 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેનાં 128GBની કિંમત 54,999 રૂપિયા અને 256GB વેરિઅન્ટની કિંમત 63,999 રૂપિયા છે.

આઈફોન 12 મિની સૌથી સસ્તી કિંમતમાં મળશે

આઈફોન 12ની જેમ આઈફોન 12 મિની પર પણ સેલમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આઈફોન 12 મિનીના 64GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. લોન્ચ થયાં બાદ આ કિંમત ફોનની સૌથી સસ્તી કિંમત છે. ફોનની એક્ચ્યુઅલ કિંમત 59,900 રૂપિયા છે.

આઈફોન SE

2020માં લોન્ચ થયેલાં આ આઈફોનની કિંમત 25,999 રૂપિયા છે. આ કિંમત તેનાં 64GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા છે. આઈફોન SEને IP68 રેટિંગ મળ્યું છે અર્થાત તે વૉટર રેઝિસ્ટન્સ છે. આ ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

રિયલમી GT 5G

રિયલમીના આ ફ્લેગશિપ સ્માર્ટફોનની ખરીદી સેલમાંથી 35,999 રૂપિયામાં કરી શકાય છે. રિયલમી GT માસ્ટર વર્ઝન ડિસ્કાઉન્ટ સાથે 19,999 રૂપિયામાં મળે છે.

ગૂગલ પિક્સલ 4a

ગૂગલનો આ સ્માર્ટફોન સેલમાં અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે. તેની કિંમત 25,999 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ સિવાય ફોનની ખરીદી પર પિક્સલ બડ્સ A સિરીઝ TWS ઈયરબડ્સ પર 50%નું ડિસ્કાઉન્ટ મળશે.

નથિંગ ઈયર 1

નથિંગ ઈયર 1ની કિંમત 5499 રૂપિયા થઈ છે. તેને અત્યાર સુધીનો સૌથી બેસ્ટ TWS ગણવામાં આવે છે. તે સેમી ટ્રાન્સપરન્ટ ડિઝાઈન સાથે આવે છે. લોન્ચિંગ સમયે તેની કિંમત 5999 રૂપિયા હતી.