ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ:શાઓમી, બ્લૉપંક્ટ, રિયલમીનાં ટીવી પર 10%નું ડિસ્કાઉન્ટ, MRP કરતાં સેલમાં સસ્તાં ભાવે ટીવી ખરીદવાની તક

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલમાં ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે
  • ટીવીમાં એન્ડ્રોઈડ OS, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી સહિતનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સપોર્ટ કરશે

ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ થઈ ગયો છે. આજથી અર્થાત 25 જુલાઈથી 29 જુલાઈ સુધી આ સેલ ચાલશે. સેલમાં સ્માર્ટફોન, ગેજેટ્સ, એક્સેસરીઝ, ઈલેક્ટ્રોનિક્સ, હોમ અમ્પ્લાયન્સ જેવી આઈટેમ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેવામાં જો તમે નવું ટીવી ખરીદવા માગતા હો તો આ સેલમાં તમને ફાયદો મળી શકે છે. ટીવીની MRP પર મળનારાં ડિસ્કાઉન્ટ સાથે બેંક ઓફર્સ પણ મળી રહી છે. ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

સેલમાં શાઓમી, રિયલમી, બ્લૉપકંટ જેવા ટીવી સસ્તાંમાં ખરીદી શકાય છે. અમે તમને ડિસ્કાઉન્ટ અને ઓફર્સ સાથે સસ્તાં ટીવીનું લિસ્ટ જણાવી રહ્યા છીએ.

શાઓમીનાં ટીવી પર ડિસ્કાઉન્ટ

સેલમાં શાઓમીના ટીવી પર બેંક ઓફર હેઠળ 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ પર કંપનીના 32 ઈંચથી લઈને 75 ઈંચનું ટીવી અવેલેબલ છે. તેની કિંમત 14,999 રૂપિયાથી લઈ 1,27,999 રૂપિયા છે. આ ટીવીમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી, HDથી 4K રિઝોલ્યુશન જેવાં ઘણાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ છે. જોકે Mi 4A પ્રો (32 ઈંચ) 14,999 રૂપિયામાં લિસ્ટેડ છે તેની ખરીદી કરવા પર કિંમત 18,990 રૂપિયા બતાવે છે.

બ્લૉપંક્ટનાં ટીવી પર ડિસ્કાઉન્ટ

જર્મન ટેક્નોલોજીથી ડેવલપ થયેલાં બ્લૉપંક્ટના ટીવી પણ સેલમાં સસ્તાં ભાવે ખરીદી શકાય છે. કંપનીએ થોડા દિવસ પહેલાં સાયબરસાઉન્ડ સિરીઝ લોન્ચ કરી હતી. તે 4K એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી છે. અન્ય કંપનીઓના 4K ટીવીની સરખમાણીએ બ્લૉપંક્ટના ટીવી સસ્તાં છે. ટીવીમાં 60 વૉટનો સાઉન્ડ આઉટપુટ મળે છે. કંપનીના 32 ઈંચથી લઈને 55 ઈંચ સુધીના ટીવી અવેલેબલ છે. તેની કિંમત 14,999 રૂપિયાથી લઈને 40,999 રૂપિયા છે. તે એન્ડ્રોઈડ OS, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી, HDથી 4K રિઝોલ્યુશન જેવાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ ધરાવે છે.

રિયલમીનાં ટીવી પર ડિસ્કાઉન્ટ

રિયલમી પણ તેના ટીવી પર સેલ દરમિયાન 10%નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ મહિને જ કંપનીએ તેની ટીવીની કિંમતમાં ભાવવધારો કર્યો હતો. ત્યારબાદ તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા થઈ છે. તો હાઈ એન્ડ મોડેલની કિંમત 44,999 રૂપિયા છે. 32 ઈંચથી 55 ઈંચની સ્ક્રીન સાઈઝમાં કંપનીના ટીવી અવેલેબલ છે. તે HDથી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. અન્ય ટીવીની જેમ આ ટીવીમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, OTT એપ્સ સપોર્ટ, HDMI અને USB કનેક્ટિવિટી સહિતનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સપોર્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...