• Gujarati News
  • Utility
  • Gadgets
  • Flipkart And Amazon Republic Will Offer 40% Discount On Mobiles And Up To 70% Discount On Electronics Products.

ધમાકેદાર ઓફર:ફ્લિપકાર્ટ અને એમેઝોન રિપબ્લિક સેલમાં મોબાઈલ પર 40% તો ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટના સેલમાં ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝરને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે
  • એમેઝોન પર ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પ્રોડક્ટ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોને રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે. એમેઝોનનો ગ્રેટ રિપબ્લિક ડેઝ સેલ 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને આ સેલનો એક્સેસ 16 જાન્યુઆરીથી મળશે. ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ પણ 17 જાન્યુઆરીથી શરૂ થશે. ફ્લિપકાર્ટ પર સેલ 22 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બરને 16 જાન્યુઆરીથી સેલનો એક્સેસ મળશે.

ફ્લિપકાર્ટ પર મળતું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝરને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ હશે તે હજુ સસ્પેન્સ છે.

પોકો, એપલ, રિયલમી, સેમસંગ અને અન્ય બ્રાન્ડના સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ પર 80% સુધીનું, સ્માર્ટવોચ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ, ફિટનેસ બેન્ડ અને લેપટોપ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

એમેઝોન પર આ ઓફર્સ મળશે
એમેઝોન 'ગ્રેટ રિપબ્લિક ડે સેલ'માં વનપ્લસ, શાઓમી, સેમસંગ, iQOO, એપલ અને અન્ય ટોપ બ્રાન્ડ્સ મોબાઈલ અને એક્સેસરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. જો તમારો પ્લાન નવું ટીવી ખરીદવાનો હોય તો આ સેલમાં રેડમી, વનપ્લસ, સોની, સેમસંગ, Mi સહિતના ટીવી પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઈન્ટેલ, HP, બોટ, લેનોવો, આસુસ, ડેલ, સેમસંગ, LG, સોની સહિતની ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પ્રોડક્ટ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

વીડિયો ગેમ્સ પર 55% સુધીનું ડિસ્કાઉન્ટ
સેલમાં વીડિયો ગેમ્સ પર 55% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફાયર TV ડિવાઈસ પર 48% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઈકો સ્માર્ટ સ્પીકર પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. કિંડલ રીડર્સને 3400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

આ સેલમાં તાજેતરમાં લોન્ચ થયેલાં સ્માર્ટફોનનો સેલ પણ યોજાશે. તેમાં વનપ્લસ 9RT, સેમસંગ ગેલેક્સી S21 FE 5G, રેડમી નોટ 11T 5G અને શાઓમી 11T પ્રો 5G સામેલ છે. આ સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ, ઈયરબડ્સ અને અન્ય પ્રોડક્ટ્સ ઘણી સસ્તાંમાં મળશે. આ સેલમાં એક્સચેન્જ અને બેંક ઓફરનો પણ લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...