તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Five Best Portable Bluetooth Speaker| Celebrating New Year At Home, These 5 Affordable Speakers Can Be The Best Option Check List

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક બાઈંગ ગાઈડ:ઘરે ન્યૂ યરનાં સેલિબ્રેશન માટે આ 5 સ્પીકર્સ તમારા કામનાં છે, કિંમત અને ફીચર્સ જાણો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્ષ પૂરું થવા આવ્યું છે અને ઘણા લોકો સુરક્ષાને ધ્યાનમાં રાખી ક્લબ કે પબને બદલે ઘરે જ મિત્રો-સંબંધીઓ સાથે પાર્ટીની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ મ્યુઝિક વગર તો પાર્ટીની શું મજા! જો તમે ઘરે પાર્ટી કરવા બ્લુટૂથ સ્પીકર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે તમને 5 વ્યાજબી સ્પીકર્સ વિશે જણાવી રહ્યા છે, જે તમારી પાર્ટીની મજા ડબલ કરશે..

1. આઈટેલ IBS-10 બ્લુટૂથ સ્પીકર
કિંમત: 1299 રૂપિયા

 • આ બ્લુટૂથ સ્પીકર મિત્રો કે પરિવાર સાથે નાનકડી પાર્ટી કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. સ્પીકરમાં 10 વોટનો હાઈ ક્વોલિટીનો સ્ટીરિયો સાઉન્ડ આઉટપુટ મળે છે અને સૌથી ખાસ વાત તો એ છે કે તેમાં વાયરલેસ FMની સુવિધા પણ છે. સ્પીકર 1500 mAhની બેટરી ધરાવે છે. ફુલ ચાર્જમાં 6 કલાકનો પ્લેટાઈમ મળે છે.
 • આ ઉપરાંત ટોપ પર પ્લે-પોઝ અને વોલ્યુમ કંટ્રોલ કરવા માટે બટન મળે છે, સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવા માટે બ્લુટૂથ 5.0 કનેક્ટિવિટીનો સપોર્ટ મળે છે. તેમાં ઓક્સ, પેનડ્રાઈવ અને ટી-કાર્ડની સુવિધા મળે છે. આ સ્પીકર એકમાત્ર બ્લેક કલર ઓપ્શનમાં અવેલેબલ છે અને ફ્રી ઓક્સ કેબલ સાથે મળે છે.

2. ઉબોન SP-43 લાઈટ અપ બ્લુટૂથ સ્પીકર
કિંમત: 613 રૂપિયા(ફ્લિપકાર્ટ)

 • ઉબોને હાલમાં જ બ્લુટૂથ સ્પીકર SP-43 લાઈટ અપ સાથે પોતાનો વાયરલેસ સ્પીકર પોર્ટફોલિયો વધાર્યો છે. સ્પીકરમાં 5 વોટનો સાઉન્ડ આઉટપુટ મળે છે અને તેમાં 1200 mAhની રિચાર્જેબલ લી-આયર્ન બેટરી છે, તેનાથી લાંબી બેટરી લાઈફ મળે છે.
 • કનેક્ટિવિટી માટે સ્પીકરમાં TF-કાર્ડ, FM અને USB પોર્ટની સાથે બ્લુટૂથ વર્ઝન 5.0 સપોર્ટ છે અને 10 મીટરની બ્લુટૂથ રેંજ મળે છે.10 કલાકની બેટરી લાઈફ અને ડબલ LED RGB લાઈટવાળા સ્પીકરની બિલ્ટ ક્વોલિટી ઘણી મજબૂત છે.

3. વિંગાજોય Sp-6750
કિંમત: 1199 રૂપિયા

 • કંપનીએ પોતાના લેટેસ્ટ બ્લુટૂથ સ્પીકર તરીકે હાલમાં જ VingaJoyAudastic SP-6750 વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યા છે. આ સેફ સ્પીકરની કિંમત 1199 રૂપિયા છે. કિંમતમાં પ્રમાણમાં તેનું પર્ફોર્મન્સ અને ક્વોલિટી સાઉન્ડ પર સારો છે. સ્પીકરમાં કુલ 10 વોટનો સાઉન્ડ આઉટપુટ મળે છે, તે નાના એરિયા માટે પૂરતું છે. સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ વર્ઝન
 • 5નો સપોર્ટ મળે છે. બ્લુટૂથ ઉપરાંત અન્ય કનેક્ટિવિટી ઓપ્શન પણ છે જેમ કે માઈક્રો SD કાર્ડ, ઓક્સ-ઈન ઈનપુટ અને USB ફ્લેશ ડ્રાઈવ. તેમાં 1200 mAhની લિથિયમ-આયર્ન બેટરી મળે છે. માઈક્રો USB કેબલ સાથે ચાર્જ કરવા પર 4 કલાકની બેટરી લાઈફ આપે છે.

4. બોટ રગ્બી
કિંમતઃ 1,599 રૂપિયા

 • તેની ડિઝાઇન રગ્બી બોલ જેવી છે, જે દેખાવમાં ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. સ્પીકરમાં કુલ 10 વોટનું સાઉન્ડ આઉટપુટ મળે છે અને તેમાં બિલ્ટ-ઇન સુપર બાસ, ઇકો અને નોઇસ કેન્સલેશન જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
 • બ્લૂટૂથની સાથે તેમાં ઓક્સ કનેક્ટિવિટી ફીચર પણ આપવામાં આવ્યું છે, જેનાથી સરળતાથી તેની સાથે સ્માર્ટફોન, હેડફોન અને MP3 સાથે કનેક્ટ કરી શકાય છે. સ્પીકરમાં 1800mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જમાં 8 કલાકની બેટરી લાઇફ આપે છે. તેમાં બિલ્ટ-ઇન માઇક પણ છે, જેનાથી તમે કોલિંગની મજા પણ મેળવી શકશો.

5. ટેકગિયર મેટલ બ્લુટૂથ સ્પીકર
કિંમત: 1,999 રૂપિયા (ફ્લિપકાર્ટ)

 • આ સ્પીકર જોવામાં જેટલું સરસ લાગે છે સાઉન્ડ બાબતે પણ એટલું જ પાવરફુલ છે. સ્પીકરમાં કુલ 10 વોટનો સાઉન્ડ આઉટપુટ મળે છે. તેની બોડી મેટલથી બનેલી છે. તેની ડિઝાઇન એકદમ હેન્ડી છે અને તેનું વજન 575 ગ્રામ છે.
 • સ્પીકરમાં 1400mAhની બેટરી છે, જે ચાર્જ કરવામાં 2-3 કલાક લે છે. ફુલ ચાર્જ થવામાં તેને 6 કલાકવો પ્લે ટાઇમ મળે છે. બ્લુટૂથ સાથે તેમાં પણ અનેક પ્રકારના કનેક્ટિવિટી ઓપ્શન મળી જાય છે. તેમાં ટોપ પર કન્ટ્રોલ બટન આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તેના બિલ્ટ-ઇન માઇકને કારણે તેનાથી ફોન કોલ્સનો જવાબ પણ આપી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો