ફિટ ઈન્ડિયા મોબાઈલ એપ લોન્ચ:આ એપ પરથી ફિટનેસ સ્કોર જાણી શકાશે; તમારી ઊંઘવાની આદતથી લઈને ડાયટનું પણ ધ્યાન રાખશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર અવેલેબલ
  • એપમાં હિન્દી અને અંગ્રેજી ભાષાનો સપોર્ટ મળશે
  • યુઝર ઉંમર પ્રમાણે ફિટનેસ સ્કોર જાણી ટાર્ગેટ સેટ કરી શકશે

કેન્દ્રીય યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે 'ફિટ ઈન્ડિયા મોબાઈલ એપ' લોન્ચ કરી છે. એપની લોન્ચિંગ ઈવેન્ટ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. અનુરાગ ઠાકુર સાથે રાજ્ય કક્ષાના યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ મંત્રી નિસિથ પ્રમાણિક પણ હાજર રહ્યા હતા.

લોન્ચિંગ બાદ મંત્રી વર્ચ્યુઅલ રીતે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, કુસ્તીબાજ સંગ્રામ સિંહ, સ્પોર્ટ્સ લેખક અયાઝ મેમણ, એર ઈન્ડિયાના કેપ્ટન એની દિવ્યા સાથે કનેક્ટ થયાં. તેમણે એપનાં ફીચર્સ અને સ્પેસિફિકેશનની સમજણ આપી. સાથે જ 30 મિનિટનો ફિટનેસ ડોઝ લેવાનો મંત્ર પણ આપ્યો. આ એપ iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે.

ફિટ ઈન્ડિયા મોબાઈલ એપનાં ફીચર

  • એપના ફિટનેસ સ્કોર ફીચર્સથી તમારી ફિટનેસ જાણી શકાશે.
  • ઉંમર પ્રમાણે ફિટનેસ જાણી ટાર્ગેટ સેટ કરી શકાય છે.
  • માય પ્લાન ફીચરની મદદથી તમારો ફિટનેસ ટાર્ગેટ સેટ કરી શકો છો. આ ટાર્ગેટ અચીવ કરવા એપ ફિટનેસ સજેશન પણ આપશે.
  • એપમાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે કોમ્પિટિશન પણ કરી શકો છો.
  • તમે કેટલો ખોરાક લીધો, કેટલું પાણી પીધું અને કેટલી ઊંઘ લીધી એપ તેનું પણ મોનિટરિંગ કરશે.
  • હાલ એપમાં અંગ્રેજી અને હિન્દી ભાષા સપોર્ટ કરે છે.

2 વર્ષ પહેલાં ફિટ ઈન્ડિયા અભિયાન શરૂ થયું હતું
સામાન્ય સ્માર્ટફોન યુઝર પણ તેનો ઉપયોગ કરી શકે તે રીતે એપ ડિઝાઈન કરવામાં આવી છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી. છેલ્લાં 2 વર્ષમાં તે ફિટ ઈન્ડિયા સ્કૂલ અભિયાન, ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન, ફિટ ઈન્ડિયા સાઈક્લોથોન સહિતના અભિયાનનાં માધ્યમથી લાખો સુધી પહોંચ્યું છે.