• Gujarati News
  • Utility
  • Gadgets
  • First Sale Of The ‘Moto G9’ Smartphone On Monday, Equipped With A 48MP Primary Rear Camera And A 5000mAh Battery, Axis Bank Customers Will Get A Cashback Of 5%

સેલ:48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ ‘મોટો g9’ સ્માર્ટફોનનો સોમવારે પ્રથમ સેલ, એક્સિસ બેંકના ગ્રાહકોને 5%નું કેશબેક મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા
  • ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે
  • એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ યુઝરને 5%નું ડિસ્કાઉન્ટ મળશે
  • ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

મોટારોલાએ થોડા દિવસ પહેલાં જ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘મોટો g9’ ભારતમાં લોન્ચ કર્યો હતો. આવતીકાલે અર્થાત સોમવારે તેનો પ્રથમ સેલ યોજાશે. ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા છે. સોમવારે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે. કંપનીએ ટ્વીટ કરીને ફોનના સેલ વિશે માહિતી આપી છે.

કિંમત અને ઓફર
ફોનનાં 4GB + 64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 11,499 રૂપિયા છે. ICICI બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. યશ બેંકના ક્રેડિટ કાર્ડની ખરીદી પર પણ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ યુઝરને 5%નું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 1278 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘મોટો G9’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.5 ઈંચની HD+ મેક્સ વિઝન ડિસ્પ્લે મળે છે. તેનો સ્ક્રીન રેશિયો 87% છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન ઓક્ટા કોર 662 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે.
  • ફોનમાં 48MP + 2MP + 2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 48MP પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 2MPનું ડેપ્થ સેન્સર અને મેક્રો લેન્સ મળે છે. તે બોકેહ મોડ પણ સપોર્ટ કરે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
  • ફોનનો કેમેરા ઓટો સ્માઈલ કેપ્ચર, HDR, ફેસ બ્યૂટી સહિતનાં ફીચર સપોર્ટ કરે છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 64GBનું છે, તેને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનમાં દમદાર 5000mAhની બેટરી મળે છે. તે 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, NFC, FM રેડિયો, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ, ઝાયરોસ્કોપ, પ્રોક્સિમિટી અને સાર સેન્સર મળે છે.
અન્ય સમાચારો પણ છે...