તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • First Sale Of 'RealMe C12' Smartphone With Reverse Charging Support Today, Federal Bank Customers Will Get 10% Discount

સેલ:રિવર્સ ચાર્જિંગ સપોર્ટ ધરાવતા ‘રિઅલમી C12’ સ્માર્ટફોનનો આજે પ્રથમ સેલ, ફેડરલ બેંકના ગ્રાહકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે
 • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5%નું કેશબેક મળશે
 • ફોનનાં પાવર બ્લૂ અને પાવર સિલ્વર કલર વેરિઅન્ટ ઉપલબ્ધ
 • ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ભારતમાં ગત અઠવાડિયે તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘રિઅલમી C12’ લોન્ચ કર્યો હતો. આજે એટલે કે સોમવારે બપોરે 12 વાગ્યાથી તેનો પ્રથમ સેલ શરૂ થશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે. ફ્લિપકાર્ટ પર ફેડરલ બેંકના ગ્રાહકોને 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફોનમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

કિંમત અને ઓફર
કંપનીએ ફોનનું 3GB + 32GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 8,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી ફેડરલ બેંકના ડેબિટ કાર્ડથી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5%નું કેશબેક અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ યુઝર્સને 5% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે જ ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘રિઅલમી C12’ની વિશેષતાઓ

 • આ ફોન ડયુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
 • ફોન રિવર્સ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. અર્થાત આ ફોનથી અન્ય સ્માર્ટફોનને ચાર્જ કરી શકાય છે.
 • ફોનનો ફ્રન્ટ કેમેરા AI બ્યૂટી, HDR, પેનોરામા અને ટાઈમલેપ્સ ફીચર સપોર્ટ કરે છે.
 • ફોનમાં SD કાર્ડ સ્લોટ પણ મળે છે, જેનાથી 256GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે.
 • કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઈ ફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS અને માઈક્રો USB પોર્ટ મળે છે.
 • કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ પર 6000mAhની બેટરી 2.9 દિવસનું બેકઅપ આપે છે.

‘રિઅલમી C12’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ 720x1600 પિક્સલ
OSએન્ડ્રોઈડ 10 વિથ રિઅલમી UI
પ્રોસેસરમીડિયા ટેક હીલિયો G35
રિઅર કેમેરા13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા5MP
રેમ3GB
સ્ટોરેજ32GB

બેટરી

6000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો