તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Find Out The Specifications Of Redmi, Poco And Nokia With 3 Best Smartphones Priced At Less Than Rs 15,000, Equipped With Great Features.

બજેટ સ્માર્ટફોન:15 હજારથી ઓછી કિંમતના 3 બેસ્ટ સ્માર્ટફોન, શાનદાર ફીચર્સથી સજ્જ રેડમી, પોકો અને નોકિયાના સ્પેસિફિકેશન જાણો

અભિષેક તૈલંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેમિંગનો શોખ છે તો રેડમી નોટ 10S લઈ શકાય છે
  • પોકો X3ની કિંમત 14,999 રૂપિયા છે અને તે 6GB/8GB રેમની સાથે આવે છે
  • નોકિયા 5.4 ફોન જલ્દી હેંગ નથી થતો

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટ 15,000 રૂપિયાની આસપાસ છે, તો આટલા રૂપિયામાં એક શાનદાર ફોન ખરીદી શકો છો. અહીં અમે તમને કેટલાક એવા જ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ. આ તમામ ફોન છેલ્લા એક વર્ષમાં લોન્ચ થયા છે. આ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી જ અમે તમને સજેસ્ટ કરી રહ્યા છીએ.

રેડમી નોટ 10S (કિંમતઃ 14,999 રૂપિયા)

શાઓમીએ આ વર્ષે રેડમી નોટ 10S લોન્ચ કર્યો છે. તે શાઓમીની રેડમી નોટ સિરીઝનો જ ભાગ છે. જે ઓછા ભાવમાં સારી સ્ક્રિનની સાથે સારું પરફોર્મન્સ આપે છે. જો કે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ડિસ્પ્લે 6.43- ઈંચની એમોલેડ છે. જે ફૂલ HD+રિઝોલ્યુશનની સાથે આવે છે. જે કોઈપણ સામાન્ય ફોનની ડિસ્પ્લે કરતાં વધારે સારી માનવામાં આવે છે. આ મોટી અને સારી સ્ક્રિન પર વેબ સિરીઝ જોવાની પણ મજા આવી આવશે.

પરફોર્મન્સની રીતે પણ આ ફોન આ બજેટમાં ઘણો સારો છે. તેમાં આપવામાં આવેલું મીડિયાટેકનું હીલિયો G95 પ્રોસેસર, મિડ રેન્જ સેગમેન્ટમાં ઘણું સારું માનવામાં આવી રહ્યું છે. જો તમને ગેમિંગનો શોખ છે તો રેડમી નોટ 10S લઈ શકાય છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33 વૉટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે. કેમેરાની રીતે જોવા જઈએ તો આ ફોન સરેરાશ છે. એકંદરે, રૂ .15,000 ના બજેટમાં તે ઓલરાઉન્ડર ફોન છે.

પોકો X3 (કિંમતઃ 14,999 રૂપિયા)
વર્ષ 2020ના અંતમાં પોકો X3ને માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ લોન્ચ થતાં જ સ્માર્ટફોન માર્કેટના મિડ રેન્જ સેગમેન્ટમાં કોમ્પિટીટરના હોશ ઉડી ગયા. જે કિંમતમાં તે વેચાઈ રહ્યો છે, તે બાકીના ફોનની તુલનામાં સારો છે. આ બજેટમાં મોટાભાગના ફોન મીડિયાટેક પ્રોસેસરની સાથે આવે છે, તેમજ પોકો X3 સ્નેપડ્રેગન 732G પ્રોસેસર અને 6GB/8GB રેમની સાથે આવે છે.

ગેમર્સને આ ફોન ઘણો પસંદ આવશે. તેમાં 6.67-ઈંચની ફૂલ HD ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. જેનાથી ગેમિંગ હોય કે સોશિયલ નેટવર્કિંગ, તેનું ડિસ્પ્લે ફોનનું એક્સપિરિયન્સ સારું બનાવે છે. ફોનમાં 6000mAhની બેટરી 33 વૉટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આપવામાં આવી છે. પોકો X3માં 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ છે. 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે, જે ફિલ્ટર્સની સાથે સારી સેલ્ફી ક્લિક કરે છે.

નોકિયા 5.4 (કિંમત 13,999 રૂપિયા)
એક જમાનામાં ફોન બનાવતી નંબર વન કંપની નોકિયાની લોકપ્રિયતા પહેલા જેવી તો નથી રહી, પરંતુ ગૂગલના એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો હિસ્સો બનીને, નોકિયાએ તે 'વિશ્વાસપાત્ર' છબી ફરીથી બનાવી રહી છે. 'નોકિયાનો વિશ્વાસ', તમને નોકિયા 5.4માં મળશે. કાગળ પર આ ફોન થોડો આઉટડેટેડ લાગે છે, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણો સારો છે. જો ફોનની સાથે તમને વધારે એક્સપેક્ટેશન નથી એટલે કે ગેમિંગ પસંદ છે તો નોકિયા 5.4 તમારા માટે સારો સાબિત થશે.

આ ફોન ગૂગલના એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો હિસ્સો છે. જેથી બીજા કોઈ પણ ફોનને આગામી 2 ઓપરેટિંગ સિસ્ટમ (OS) અપડેટ મળે ક ન મળે, નોકિયા 5.4ને જરૂર મળશે. સ્ટોક એન્ડ્રોઈડ પર આ ફોન ચાલે છે, જેનાથી આ ફોનને ઓપરેટ કરવો વધુ સરળ થઈ જાય છે. આ ફોનની સ્ક્રિન હોય કે પ્રોસેસર બધું સિમ્પલ છે. પરંતુ ફોન રોજિંદા કાર્યોથી હેંગ નથી થતો અને તેની 4000mAh બેટરી લાંબી ચાલે છે. તેનું કારણ તેની સિમ્પલ ડિસ્પ્લે છે.

નોકિયા 5.4 કદાચ યંગસ્ટર્સ માટે નથી, જેમને ફોનથી વધારે આશા છે. પરંતુ જો તમે એક ડ્યુરેબલ ફોન ઈચ્છો છો જેને 2થી 2.5 વર્ષ ચલાવી શકાય તો નોકિયા 5.4ને ટ્રાય કરી શકો છો.